World Cup 2023 : સૌથી વધુ છગ્ગા ફટકારવામાં ભારતીય કેપ્ટન ટોપ પર, જાણો કોણ છે આ લિસ્ટમાં સામેલ
ODI World Cup 2023માં સૌથી વધુ છગ્ગા ફટકારવાના મામલે કુસલ મેંડિસ બીજા નંબરે છે
Image:IANS |
World Cup 2023 : ODI World Cup 2023માં અત્યાર સુધી ચાર બેટ્સમેનોએ 10 કે તેથી વધુ છગ્ગા ફટકાર્યા છે. ભારતીય ક્રિકેટ ટીમ(Most Sixes In World Cup 2023)નો કેપ્ટન રોહિત શર્મા તેમાં સૌથી આગળ છે. રોહિત શર્માએ ODI World Cup 2023માં અત્યાર સુધી 17 છગ્ગા ફટકાર્યા છે. તે ODI World Cup 2023ની સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડીઓની લિસ્ટમાં ટોપ પર છે. આ લિસ્ટમાં બીજો નામ શ્રીલંકાના ખેલાડી કુસલ મેંડિસનો છે.
કુસલ મેંડિસ લિસ્ટમાં બીજા નંબરે
શ્રીલંકાના વિસ્ફોટક બેટ્સમેન કુસલ મેંડિસે ODI World Cup 2023માં અત્યાર સુધી 14 છગ્ગા ફટકાર્યા છે. કુસલ મેંડિસ 4 મેચમાં 14 છગ્ગા ફટકારી આ લિસ્ટમાં બીજા નંબરે છે. સૌથી વધુ છગ્ગા ફટકારનાર ખેલાડીઓની લિસ્ટમાં ન્યુઝીલેન્ડનો બેટ્સમેન ડેરલ મિચેલ ત્રીજા નંબરે છે. ડેરલ મિચેલે ODI World Cup 2023માં અત્યાર સુધી 11 છગ્ગા ફટકાર્યા છે.
ઓસ્ટ્રેલિયાના બે ખેલાડીઓ લિસ્ટમાં સામેલ
ઓસ્ટ્રેલિયા ટીમનો ઓપનિંગ બેટ્સમેન ડેવિડ વોર્નર પણ આ લિસ્ટમાં સામેલ છે. વોર્નરે અત્યાર સુધી 10 છગ્ગા ફટકાર્યા છે. આ ઉપરાંત ઓસ્ટ્રેલિયન ટીમનો જ બીજો એક ખેલાડી મિચેલ માર્શ પણ આ લિસ્ટમાં સામેલ છે. માર્શે ODI World Cup 2023માં અત્યાર સુધી 9 છગ્ગા ફટકાર્યા છે. તે આ લિસ્ટમાં પાંચમા નંબરે છે.