નેટ રન રેટ શુ છે અને આની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે ? ... જાણો
નવી દિલ્હી, તા. 17 મે 2022 મંગળવાર
આઈપીએલ 2022નો લીગ સ્ટેજ હવે ખતમ થવાનો છે. તેમ છતાં પ્લેઓફની તસવીર સ્પષ્ટ નથી. અત્યાર સુધી માત્ર ગુજરાત ટાઈટન્સની જગ્યા પ્લેઓફમાં પાક્કી છે. રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ પ્લેઓફમાં એન્ટ્રી મેળવનાર બે અન્ય તગડા દાવેદાર છે. આઈપીએલના પ્લેઓફમાં ઘણીવાર નેટ રન રેટ મોટી ભૂમિકા નિભાવે છે, આકાશ ચોપડાના જણાવ્યા અનુસાર મુશ્કેલીથી સમજમાં આવે છે. આકાશ ચોપડાએ રાજસ્થાન રોયલ્સ અને લખનૌ સુપરજાયન્ટ્સની મેચ દરમિયાન બીસીસીઆઈ પાસે માગ કરી કે લીડમાં મોટી જીત પર બોનસ અંક આપવાની શરૂઆત કરી દેવી જોઈએ જેથી નેટ રન રેટની મૂંઝવણથી બચી શકાય. આ લેખમાં અમે આ મુદ્દા પર વાત કરીશુ કે નેટ રન રેટ શુ છે અને આની ગણતરી કેવી રીતે કરવામાં આવે છે?
આઈપીએલ 2022ના પોઈન્ટ્સ ટેબલ પર નજર નાખીએ તો ગુજરાતના 18 અંક છે. લખનૌ સુપર જાયન્ટ્સ અને રાજસ્થાન રોયલ્સના 16-16 અંક છે. રોયલ ચેલેન્જર્સ બેંગલોરના 14 અંક છે. ત્રણ ટીમ દિલ્હી કેપિટલ્સ, કલકત્તા નાઈટ રાઈડર્સ અને પંજાબ કિંગ્સના બરાબર 12-12 અંક છે. બેંગલોર પોતાની મેચ હારી જાય તો 14 અંકથી પણ પ્લેઓફનો રસ્તો ખુલી શકે છે. આવુ થવા પર શ્રેષ્ઠ નેટ રન રેટ વાળી ટીમ આગામી રાઉન્ડમાં સ્થાન બનાવશે. આખરે નેટ રન રેટ શુ હોય છે અને ટીમ પોતાના રન રેટ કેવી રીતે શ્રેષ્ઠ કરી શકે છે?
નેટ રન રેટ શુ છે?
નેટ રન રેટને સરળ ભાષામાં જો સમજીએ તો આનો અર્થ એ છે કે કોઈ ટીમ કેટલી સરળતાથી અથવા મુશ્કેલીથી જીત નોંધી શકે છે. જેટલી મોટી જીત તેટલી શ્રેષ્ઠ નેટ રન રેટ. આને કાઢવાની રીત સરળ છે. આ માટે કોઈ ટીમના બેટિંગ રન રેટને તેના બોલિંગ રન રેટ સાથે ઘટાડવામાં આવે છે. આ એક ઉદાહરણથી સમજી શકાય છે. આઈપીએલમાં જ કોઈ ટીમે 20 ઓવરમાં 180 રન બનાવ્યા અને પછી બોલિંગ કરતા 20 ઓવરમાં 140 રન જ આપ્યા, તો તેનો નેટ રન રેટ 2 થશે.
ઉપર દર્શાવેલા ઉદાહરણમાં બેટિંગ રન રેટ 9 હશે કેમ કે ટીમે 20 ઓવરમાં 180 રન બનાવ્યા છે. તેનો બોલિંગ રન રેટ 7 હશે કેમ કે તેણે 20 ઓવરમાં 140 રન ખર્ચ કર્યા. હવે જો બેટિંગ રન રેટમાંથી બોલિંગ રન રેટને ઘટાડી દઈશુ. તો નેટ રન રેટ પ્રાપ્ત થઈ જશે અને તે 2 થશે.
જ્યારે કોઈ ટીમ બધી ઓવર રમ્યા વિના આઉટ થઈ જાય, ત્યારે શુ થશે
જો કોઈ ટીમ નિર્ધારિત ઓવર કરતા પહેલા જ ઓલ આઉટ થઈ જાય છે, તો પણ નેટ રન રેટનુ કેલ્ક્યુલેશન તેમના ફુલ કોટાની ઓવરના આધારે જ હશે. આને એક ઉદાહરણથી સમજીએ છીએ. આઈપીએલ 2022ની 59મી મેચ ચેન્નઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સની વચ્ચે થઈ હતી. ચેન્નઈની ટીમ 16 ઓવરમાં 6.06 ના રન રેટથી 97 રન બનાવીને ઓલ આઉટ થઈ ગઈ પરંતુ નેટ રન રેટના કેલ્ક્યુલેશન માટે ચેન્નઈનો બેટિંગ રન રેટ 4.85 માનવામાં આવશે. બેટિંગ રન રેટને નીકાળવા માટે ટીમના કોટાની 20 ઓવરને જ આધાર માનવામાં આવશે.
એવુ એટલા માટે કરવામાં આવે છે કે જેથી કોઈ પણ ટીમને ટૂંક સમયમાં આઉટ થવાનો ફાયદો ના મળે. આવી પરિસ્થિતિની કલ્પના કરો જ્યાં ટીમ એ પરિણામની ચિંતા કર્યા વિના પોતાનો નેટ રન રેટ શ્રેષ્ઠ કરવા ઈચ્છે છે. એવામાં આ ટીમ નેટ રન રેટને શ્રેષ્ઠ કરવા માટે 6 ઓવરમાં 60 રન બનાવીને આઉટ થઈ જાય છે. જો ટીમ બી 12 ઓવરમાં મેચ જીતી લે છે તો પણ મેચ હાર્યા છતાં ટીમ એ નો નેટ રન રેટ ટીમ બી કરતા બમણુ થઈ જશે. જો નેટ રન રેટ ટીમ દ્વારા રમવામાં આવેલા ઓવરના આધારે નીકાળવામાં આવશે. હવે સમીકરણોને ધ્યાનમાં રાખતા જ નેટ રન રેટનુ કેલક્યુલેશન કુલ ઓવરના આધારે કરવામાં આવે છે. જેથી જીતનારી ટીમનુ નેટ રન રેટ હંમેશા હારનારી ટીમ થી ઉપર કે શ્રેષ્ઠ રહ્યુ અને આ યોગ્ય પણ છે.
જો DLS નો ઉપયોગ કરવામાં આવે તો શું થશે?
જો મેચમાં વરસાદ અથવા અન્ય કોઈ કારણોસર વિક્ષેપ આવે તો નેટ રન રેટ વાસ્તવિક સ્કોર કરતાં પાર સ્કોર દ્વારા નક્કી કરવામાં આવે છે પછી નિર્ધારિત સ્કોરના આધારે ઉદાહરણ તરીકે જો ટીમ 'A' 20 ઓવરમાં 180 રન બનાવે છે અને ટીમ 'B' વરસાદને કારણે લક્ષ્યાંક ધરાવે છે. જો 15 ઓવરમાં 151 રન બને છે, તો 15 ઓવરમાં બનાવેલા રનના આધારે નેટ રન રેટ પણ નક્કી કરવામાં આવશે.
ઉદાહરણ તરીકે ટીમ 'A' એ 20 ઓવરમાં 180 રન બનાવ્યા અને વરસાદના કારણે મેચ રદ થવાના સમયે ટીમ 'બી' નો સ્કોર 10 ઓવરમાં 2 વિકેટે 87 રન હતો. 2 વિકેટ પડી ગયા બાદ પારનો સ્કોર 82 રન હતો. ટીમ 'બી' આ કેસમાં આ મેચ 5 રનથી જીતશે અને નેટ રન રેટ માટે, ટીમ 'A' નો સ્કોર 10 ઓવરમાં 82 રન ગણવામાં આવશે. વિજેતા ટીમ આ મેચમાં નેટ રન રેટ હારનારી ટીમ કરતા વધુ સારો છે. જો તમે ટીમ 'A' અંતિમ સ્કોર એટલે કે 20 ઓવરમાં 180 રનના આધારે સ્કોર કર્યો હોય. જો નેટ રન રેટની ગણતરી કરવામાં આવી હોત, તો આ બન્યું ન હોત.
નેટ રન રેટ વધારવા પહેલા બેટિંગ કરવી કે બોલિંગ?
કોઈ ટીમ પહેલા બેટિંગ કરતા નિર્ધારિત ઓવરમાં ઝડપી ગતિથી રન બનાવતા એક મોટો સ્કોર ઉભો કરે અને પોતાનો રન રેટ વધારે, બીજી તરફ રન ચેજ ટીમને આ તક આપે છે કે તેઓ ઓછી ઓવરમાં નક્કી લક્ષ્યને પ્રાપ્ત કરવાની સાથે પોતાના નેટ રન રેટમાં જરૂરી સુધારા પણ કરે.
શુ નેટ રન રેટ કેલ્ક્યુલેટ કરવામાં વિકેટ મહત્વ રાખે છે
ના , વિકેટ લીધા કે ગુમાવવાથી નેટ રન રેટ પર કોઈ ફરક પડતો નથી. આ સિસ્ટમ કે પ્રોસેસની સૌથી મોટી ખામી છે. વન ડે ક્રિકેટમાં ટીમોને આનો વધારે માર સહન કરવો પડે છે. જ્યાં ટી 20 ની તુલનામાં વધારે ઓવરથી જીત નોંધાવા છતાં જ્યારે ટીમની કિસ્મતનો નિર્ણય નેટ રન રેટના આધારે હોય છે તો તેને નુકસાન વેઠવુ પડે છે.