For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

એશિયા કપને લઈ મોટા સમાચાર, યજમાન દેશ બદલવાની તૈયારીમાં ICC, ટુંક સમયમાં લેશે નિર્ણય

ICC ઇંગ્લેન્ડને T20 માં વર્લ્ડ કપની યજમાની માટે અનુરોધ કરે તેવી શક્યતા

આઈસીસી 2024 અને 2030 ના આયોજન માટે યજમાનોની અદલા-બદલી કરી શકે છે

Updated: Jun 5th, 2023

એશિયા કપને લઈ મોટા સમાચાર, યજમાન દેશ બદલવાની તૈયારીમાં ICC, ટુંક સમયમાં લેશે નિર્ણય
Image Twitter

તા. 5 જૂન 2023, સોમવાર 

એશિયા કપના સ્થળને લઈને BCCI અને PBC આમને સામને આવી ગયા છે. આ વચ્ચે વર્લ્ડ કપને લઈને મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે. આઈસીસી 2024 માં વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકા દ્વારા સંયુક્તમાં યોજાનારી T20 વર્લ્ડ કપની તૈયારીઓની યજમાન બદલાય તેવી સંભાવના લાગી રહી છે. ટુર્નામેન્ટના આયોજનમાં માત્ર 12 મહિના જ બાકી રહ્યા છે. અને હજુ સુધી અમેરિકાએ એક પણ સ્ટેડિયમ તૈયાર નથી કર્યુ. અને જો તેના સ્થળમાં ફેરફાર કરવામાં આવે તો અમેરિકાનું વર્લ્ડ કપમાંથી પત્તુ કપાઈ જશે. યજમાન હોવાના નાતે તેણે આઈસીસી ટુર્નામેન્ટમાં રમવાનો મોકો નહી મળે. 

ICC ઇંગ્લેન્ડને T20 માં વર્લ્ડ કપની યજમાની માટે અનુરોધ કરે તેવી શક્યતા

એક માહિતી પ્રમાણે ICC ઇંગ્લેન્ડને T20 માં વર્લ્ડ કપની યજમાની માટે અનુરોધ કરી શકે છે. નવેમ્બર 2021માં ICC તરફથી જાહેર કરવામાં આવેલા નિવેદન પ્રમાણે  ઈંગ્લેન્ડ, આયર્લેન્ડ અને સ્કોટલેન્ડને સંયુક્તરુપે 2030 ના વર્લ્ડ કપની જવાબદારી સોંપવામાં આવી હતી. આવામાં જો ઈંગ્લેન્ડથી 2024 અને 2030 વર્લ્ડ કપની અદલા-બદલીનો અનુરોધ કરવામાં આવશે. તો અમેરિકાને ઈન્ફ્રાસ્ટ્રક્ચર તૈયાર કરવા પૂરતો સમય મળી રહેશે.

અમેરિકાની સ્થિતિ જોતા કોઈ ઉત્સાહ દેખાઈ રહ્યો નથી

આ બાબતે સુત્રોના જણાવ્યા પ્રમાણે અમેરિકામાં હાલમાં જે પરિસ્થિતિ છે તે પ્રમાણે તેના ઈન્ફ્રાસ્ટ્રક્ચરમાં કોઈ ઉત્સાહજનક જોવા મળતું નથી. તેથી એવી પણ સંભાવના છે કે આઈસીસી  2024 અને 2030 ના આયોજન માટે યજમાનોની અદલા-બદલી કરી શકે તેવી સંભાવના જોવા મળી રહી છે. અને માહિતી પ્રમામે આ જૂન-જૂલાઈમાં તેનુ આયોજન થઈ શકે છે. ગયા વર્ષે થયેલા T20 વર્લ્ડ કપમાં ઈંગ્લેન્ડનો વિજય થયો હતો. અને તેણે બીજીવાર પણ ખિતાબ પર કબજો જમાવી દીધો છે. 

માત્ર એક જગ્યા માટે ICC એ કેટલાક કડક નિયમો બનાવ્યા છે

આ સાથે અમેરિકા ક્રિકેટ બોર્ડમાં સામેલ એક અધિકારીએ કહ્યું કે તમે ટુર્નામેન્ટ ક્યા યોજવાના છો ? થોડાક દિવસો પહેલા ICC એ મુલાકાત કરી હતી. પરંતુ જે સ્થળ જોવામાં આવ્યું હતું તેના સ્ટાન્ડર્સ જોતા તેના પર ખરુ ઉતરવું મુશ્કેલ છે. અને તેમા પણ માત્ર એક જગ્યા માટે ICC એ કેટલાક કડક નિયમો બનાવ્યા છે. જેના કારણે તેમા અવરોધ આવી રહ્યો છે અને તેથી સમયસર કામ પુરુ કરી શકાતુ નથી. 

Gujarat