Ind vs Pak : મહિલા વર્લ્ડકપની લાઈવ મેચમાં ગરબડ, મેચ રેફરીએ પાકિસ્તાનને ખોટી રીતે ટોસ જીતાડ્યાનો આરોપ
India vs Pakistan Toss Controversy: કોલંબોમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાઈ રહેલી મહિલા વર્લ્ડ કપ 2025 લીગ મેચ દરમિયાન મેચ રેફરીએ ચિટિંગ કરી હોવાના અહેવાલ મળ્યા છે. ભારત વિરુદ્ધ પાકિસ્તાનની આ હાઇ-વોલ્ટેજ મેચમાં ટોસ દરમિયાન એક મોટી ભૂલ કરતાં મેચ રેફરીએ પાકિસ્તાન ટીમને ટોસ જીતાડ્યો હતો. ભારતીય કેપ્ટન હરમનપ્રીત કૌર આ ચિટિંગ જોઈ રહી પણ કંઈ કરી શકવા અસક્ષમ હતી.
ટીમ ઈન્ડિયા સાથે ખુલ્લેઆમ ચિટિંગનો વીડિયો કેમેરામાં કેદ થયો છે. ભારતીય ટીમની કેપ્ટન હરમનપ્રીત કૌરે પાકિસ્તાન સામેની મેચમાં ટોસ ઉછાળ્યો હતો. પાકિસ્તાનની કેપ્ટન ફાતિમા સનાએ ટેલ્સ માગ્યો હતો. આ પછી, મેચ રેફરી શાંડ્રે ફ્રિટ્ઝ અને ટોસ પ્રેઝન્ટર મેલ જોન્સે કહ્યું - હેડ્સ ઇઝ ધ કોલ અને હેડ્સ આવ્યો. આમ, પાકિસ્તાની કેપ્ટને ટેલ્સ માગ્યો હોવા છતાં મેચ રેફરીએ હેડ્સ કહી પાકિસ્તાનને ટોસ જીતાડ્યો હતો.
સનાએ પણ ભૂલ કહી નહીં
પાકિસ્તાનની કેપ્ટનને જીતના અભિનંદન પાઠવતાં સીધું પૂછવામાં આવ્યું કે તે શું કરવા માંગે છે, અને સનાએ વિલંબ કર્યા વિના પહેલા બોલિંગ કરવાનો નિર્ણય સંભળાવ્યો. પરંતુ મેચ રેફરીની આ ભૂલનો વીડિયો કેમેરામાં કેદ થયો છે.
હરમનપ્રીત કૌર પણ રોકી શકી નહીં
સામાન્ય રીતે આવી ભૂલો ક્રિકેટમાં થતી નથી. કેપ્ટન હરમનપ્રીત કૌરે પણ આ વાત ધ્યાનમાં લીધી ન હતી. નહિંતર, તે પોતાનો અવાજ ઉઠાવી શકી હોત. શક્ય છે કે અવાજ અથવા અન્ય કોઈ કારણોસર હરમનપ્રીત કૌરને ફાતિમા સનાનો કૉલ સાંભળ્યો ન હોય, પરંતુ ટૉસ સમયે કોલ જાહેર કરવાની જવાબદારી મેચ રેફરી અને મેચ પ્રેઝન્ટરની છે. મેચ શરૂ થઈ ગઈ છે, અને વધુ વિવાદ ઊભો થઈ શકે છે. હાલમાં, ભારતીય ટીમ બેટિંગ કરી રહી છે, કારણ કે પાકિસ્તાને ટોસ જીતી બોલિંગ કરવાનું પસંદ કર્યું હતું.