Get The App

Commonwealth Games 2022 Day 7 : ભારતનો 4 ઓગસ્ટનો શેડ્યુલ, પીવી સિંધુ અને અમિત પંઘલ પર નજર

Updated: Aug 4th, 2022

GS TEAM

Google News
Google News
Commonwealth Games 2022 Day 7 : ભારતનો 4 ઓગસ્ટનો શેડ્યુલ, પીવી સિંધુ અને અમિત પંઘલ પર નજર 1 - image


નવી દિલ્હી, તા. 04 ઓગસ્ટ 2022 ગુરુવાર

કોમનવેલ્થ ગેમ્સમાં આજે એટલે કે ગુરુવાર 4 ઓગસ્ટે ભારતની પાસે એથલેટિક્સ અને પેરા-એથલેટિક્સમાં મેડલ જીતવાની તક રહેશે. આ સિવાય બોક્સિંગમાં પણ મેડલ જીતવા ભારતીય બોક્સર મેદાનમાં ઉતરશે. હોકીમાં પુરુષ ટીમ પુલ-બીમાં વેલ્સ સામે રમશે. બુધવાર સુધી ભારતના ખાતામાં 18 મેડલ આવી ચૂક્યા છે જેમાં 5 ગોલ્ડ સામેલ છે. વેઈટલિફ્ટિંગમાં ભારતે કુલ 10 મેડલ જીત્યા છે. 

બર્મિંઘમમાં રમાઈ રહેલા કોમનવેલ્થ ગેમ્સના 7 મા દિવસે સ્ટાર બોક્સર અમિત પંઘલ પુરુષોના 48 કિગ્રા ક્વાર્ટર ફાઈનલમાં ઉતરશે. તેમનો સામનો સ્કોટલેન્ડના લેનન મલ્લીગન સાથે થશે. પેરા પાવર લિફ્ટિંગના ફાઈનલમાં સકીના ખાતૂન, મનપ્રીત કૌર અને પરમજીત સિંહ મેડલ માટે પડકાર ફેંકશે. પુરુષ હેવીવેટમાં પેરા-પાવરલિફ્ટર સુધીરની પણ પદક પર નજર રહેશે. હિમા દાસ પણ મહિલા 200 મીટર હીટમાં દોડતા જોવા મળશે. 

ઓલમ્પિકમાં 2 વખતના મેડાલિસ્ટ શટલર પીવી સિંધુ મહિલા સિંગલ્સના રાઉન્ડ-32માં પોતાની મેચ રમશે. તેમની સામે માલદીવની 23 વર્ષની શટલર ફાતિમાથ હશે. બેડમિન્ટનમાં જ સુમિત રેડ્ડી અને અશ્વિની પોનપ્પાની જોડી મિક્સ્ડ ડબલ્સના રાઉન્ડ ઓફ 32 મેચમાં ઉતરશે. 

કોમનવેલ્થ ગેમ્સમાં 7મા દિવસે ગુરુવારે ભારતનો કાર્યક્રમ આ પ્રકારે છે

એથલેટિક્સ અને પેરા-એથલેટિક્સ

મહિલા તાર ગોળા ફેંક: ક્વોલિફાઈંગ - સરિતા સિંહ, એમ બાલા- બપોરે 2:30 વાગ્યાથી

મહિલા 200 મીટર - રાઉન્ડ એક-હીટ 2- હિમા દાસ- બપોરે 3.30 વાગે

પુરુષોની લાંબી કૂદ ફાઈનલ: મોહમ્મદ અનીસ યાહિયા, મુરલી શ્રીશંકર- રાતે 12.12 વાગે (શુક્રવાર)

પેરા પાવરલિફ્ટિંગ

સકીના ખાતૂન- મહિલા લાઈટવેટ સાંજે 7:38 વાગ્યાથી

મનપ્રીત કૌર- મહિલા લાઈટવેટ - સાંજે 7:38 વાગ્યાથી

પરમજીત સિંહ- પુરુષ લાઈટવેટ - રાતે 9 વાગ્યાથી

સુધીર- પુરુષ હેવીવેટ- રાતે 1:30 વાગ્યાથી (શુક્રવાર)

બોક્સિંગ

48 થી 51 કિગ્રા ફ્લાયવેટ: ક્વાર્ટરફાઈનલ 2 - અમિત પંઘલ- સાંજે 4.45 વાગ્યાથી

57 થી 60 કિગ્રા લાઈટવેટ: ક્વાર્ટરફાઈનલ 2 - જેસ્મિન લેંબોરિયા - સાંજે 6.15 વાગ્યાથી

92 કિગ્રા સુપર હેવીવેટ: ક્વાર્ટરફાઈનલ 1 - સાગર અહલાવત - રાતે 8 વાગે

63.5 થી 67 કિગ્રા વેલ્ટરવેટ: ક્વાર્ટરફાઈનલ 3- રોહિત ટોકસ - રાતે 12.30 વાગે (ગુરુવાર)

રિધમિક જિમ્નાસ્ટિક

વ્યક્તિગત ક્વોલિફિકેશન સબ ડિવિઝન 1 - બલવીન કૌર- સાંજે 4.30 વાગ્યાથી

હોકી

ભારત V/S વેલ્સ- પુરુષ પૂલ બી- સાંજે 6:30 વાગે

લોન બોલ્સ

પુરુષ સિંગલ્સ- મૃદુલ બોરગોહેન- સાંજે 4 વાગે

સ્કવોશ

મહિલા ડબલ્સ રાઉન્ડ ઓફ 32: સુનયના સારા કુરુવિલા અને અનાહત સિંહ - સાંજે 5.30 વાગે

પુરુષ ડબલ્સ રાઉન્ડ ઓફ 32: વેલાવન સેંથિલકુમાર અને અભય સિંહ- સાંજે 6 વાગે

મિક્સ્ડ ડબલ્સ રાઉન્ડ ઓફ 16: દીપિકા પલ્લીકલ અને સૌરવ ઘોષાલ- સાંજે 7 વાગે

મિક્સ્ડ ડબલ્સ રાઉન્ડ ઓફ 16: જોશના ચિનપ્પા અને હરિંદર પાલ સિંહ સંધૂ- રાતે 11 વાગે

મહિલા ડબલ્સ રાઉન્ડ ઓફ 16: જોશના ચિનપ્પા અને દીપિકા પલ્લીકલ - રાતે 12-20 વાગે (શુક્રવારે)

ટેબલ ટેનિસ

મિક્સ્ડ ડબલ્સ રાઉન્ડ ઓફ 64: સાનિલ શેટ્ટી અને રીથ ટેનિસન- રાતે 8.30 વાગે

મિક્સ્ડ ડબલ્સ રાઉન્ડ ઓફ 32: જી સાથિયાન અને મનિકા બત્રા- રાતે 8.30 વાગે

મિક્સ્ડ ડબલ્સ રાઉન્ડ ઓફ 32: અચંતા શરત કમલ અને શ્રીજા અકુલા- રાતે 8.30 વાગે

મહિલા સિંગલ્સ રાઉન્ડ ઓઉ 32: શ્રીજા અકુલા/મનિકા બત્રા - રાતે 8.30 વાગે

પુરુષ ડબલ્સ રાઉન્ડ ઓફ 32: હરમીત દેસાઈ અને સાનિલ શેટ્ટી- રાતે 8.30 વાગે

પુરુષ ડબલ્સ રાઉન્ડ ઓફ 32: શરત કમલ અને જી સાથિયાન- રાતે 8.30 વાગે

Tags :