Get The App

Commonwealth Games 2022 Day 3 Schedule : ભારત-પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ સામ-સામે

Updated: Jul 31st, 2022

GS TEAM

Google News
Google News
Commonwealth Games 2022 Day 3 Schedule : ભારત-પાકિસ્તાનની મહિલા ક્રિકેટ ટીમ સામ-સામે 1 - image

નવી દિલ્હી, તા. 31 જુલાઈ 2022 રવિવાર

ભારતે કોમનવેલ્થ ગેમ્સમાં પોતાના મેડલનુ ખાતુ ઈવેન્ટના બીજા દિવસે એટલે કે શનિવારે ખોલી દીધુ. ભારતીય વેઈટ લિફ્ટરોએ દેશનુ માન વધાર્યુ અને 4 મેડલ પ્રાપ્ત કર્યા. ઓલમ્પિક મેડાલિસ્ટ મારાબાઈ ચાનૂએ ગોલ્ડ મેડલ જીત્યો અને સંકેત સરગર અને બિંદયારાનીએ સિલ્વર મેડલ પોતાના નામે કર્યા.

ગુરુરાજ પૂજારીએ બ્રોન્ઝ મેડલ જીત્યો. હવે રવિવારે પણ મેડલની સંખ્યા વધે તેવી આશા છે. જોકે ભારત અને પાકિસ્તાન વચ્ચેની મેચ પર તમામની નજર રહેશે. આ સિવાય વેઈટ લિફ્ટિંગમાં જ 3 વધુ મેડલ ભારત પાસે આવે તેવી શક્યતા છે. 

31 જુલાઈ રવિવારે મહિલા ક્રિકેટ ટીમ મેચ રમશે. ઓસ્ટ્રેલિયન મહિલાઓ સામે હાર્યા બાદ ભારતીય ટીમ બપોરે 3.30 વાગ્યાથી પાકિસ્તાન સામે રમશે. વેઈટ લિફ્ટિંગમાં પણ ભારતીય ખેલાડી ફાઈનલમાં ઉતરશે અને તેમની પાસે મેડલ આશા છે. 

કોમનવેલ્થ ગેમ્સમાં રવિવારે ભારતનો કાર્યક્રમ આ પ્રકારે છે.

સ્વિમિંગ

પુરુષોની 200 મીટર બટરફ્લાય- હીટ 3: સાજન પ્રકાશ (3.00 PM)

પુરુષોની 50 મીટર બેકસ્ટ્રોક- હીટ 6: શ્રીહરિ નટરાજ (3.30 PM)

જિમ્નાસ્ટિક

પુરુષોનુ ઓલ-અરાઉન્ડ ફાઈનલ: યોગેશ્વર સિંહ (1.30 PM)

બેડમિન્ટન

મિક્સ ટીમ ક્વાર્ટર ફાઈનલ (10 PM)

મહિલા ટી20 ક્રિકેટ

ભારત V/S પાકિસ્તાન (3.30 PM)

બોક્સિંગ

48-50 કિગ્રા (લાઈટ ફ્લાયવેઈટ) રાઉન્ડ ઓફ 16: નિકહત જરીન (4.45 PM)

60-63.5 કિગ્રા (લાઈટ વેલ્ટરવેઈટ) રાઉન્ડ ઓફ 16: શિવા થાપા (5.15 PM)

71-75 કિગ્રા (મિડિલવેઈટ) રાઉન્ડ ઓફ 16: સુમિત (સોમવાર -12.15 AM)

92 કિગ્રાથી વધારે (સુપર હેવીવેઈટ) : સાગર (સોમવાર 1 AM)

હૉકી (પુરુષ)

ભારત V/S  ઘાના (8.30 PM)

સાયક્લિંગ

પુરુષ સ્પ્રિન્ટ ક્વોલિફાઈંગ: એસો એલ્બેન, રોનાલ્ડો લેટનઝમ, ડેવિડ બેકહમ (2.30 PM)

પુરુષ 15 કિમી સ્ક્રેચ રેસ ક્વોલિફાઈંગ: વેંકપ્પા કેંગલગુટ્ટી, દિનેશ કુમાર (4.20 PM)

મહિલા 500 મીટર ટાઈમ ટ્રેલ ફાઈનલ: ત્રિશા પોલ, મયૂરી (9.00 PM)

વેઈટ લિફ્ટિંગ

પુરુષ 67 કિગ્રા ફાઈનલ: જેરેમી લાલરિનુંગા ( 2 PM)

મહિલા 59 કિગ્રા ફાઈનલ: પોપી હજારિકા (6.30 PM)

પુરુષ 73 કિગ્રા ફાઈનલ: અચિંત શુલી (11 PM)

સ્કવોશ

મહિલા સિંગલ્સ રાઉન્ડ 16: જોશના ચિનપ્પા (6 PM)

પુરુષ સિંગલ્સ રાઉન્ડ ઓફ 16: સૌરવ ઘોષાલ (6.45 PM)

ટેબલ ટેનિસ

પુરુષ ટીમ ક્વાર્ટરફાઈનલ (2 PM)

મહિલા ટીમ સેમિફાઈનલ (11.30 PM)

લૉન બોલ્સ

મહિલા સિંગલ્સ: તાનિયા ચૌધરી (10.30 PM)

પુરુષ પેયર્સ: ભારત V/S ઈંગ્લેન્ડ (4 PM)