Get The App

Champions Trophy Prize Money: ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર રૂપિયાનો વરસાદ, ન્યૂઝીલેન્ડને કેટલા કરોડ મળ્યાં?

Updated: Mar 10th, 2025

GS TEAM

Google News
Google News
Champions Trophy Prize Money: ચેમ્પિયન ટીમ ઈન્ડિયા પર રૂપિયાનો વરસાદ, ન્યૂઝીલેન્ડને કેટલા કરોડ મળ્યાં? 1 - image


Champions Trophy Prize Money: ચેમ્પિયન્સ ટ્રોફીની ફાઇનલમાં (Champions Trophy Final IND vs NZ) ન્યુઝીલેન્ડને હરાવ્યા બાદ ભારતીય ટીમે જોરદાર ઉજવણી કરી. ભારત 12 વર્ષ પછી આ ટ્રોફી જીત્યું છે. ICC એ ચેમ્પિયન્સ ટ્રોફી 2025 જીતનાર ટીમ માટે મોટી રકમની જાહેરાત કરી હતી. આ ટુર્નામેન્ટ માટે કુલ 6.9 મિલિયન ડોલરની ઇનામી રકમ નક્કી કરવામાં આવી હતી. આ ટુર્નામેન્ટ છેલ્લી વખત 2017 માં રમાઈ હતી, ત્યારે અને હવે આપવામાં આવતી ઈનામી રકમ વચ્ચે 53 ટકાનો તફાવત છે. માટે ભારતને મોટી રકમ ઈનામ પેટે મળી છે.

ભારતને કેટલું ઈનામ?

ચેમ્પિયન્સ ટ્રોફી ટુર્નામેન્ટ જીતનાર ટીમને 2.24 મિલિયન ડોલર એટલે કે લગભગ 19.5 કરોડ રૂપિયા નું ઇનામ મળ્યું છે. ફાઇનલ મેચ હારી જનારી અને રનર-અપ બનનારી ટીમને 1.12 મિલિયન ડોલર એટલે કે લગભગ રૂ. 9.78 કરોડ આપવામાં આવશે. સેમિફાઇનલમાં હારીને બહાર થઈ ગયેલા ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકાને ICC તરફથી 560,000 ડોલર એટલે કે આશરે રૂ. 4.89 કરોડનું ઇનામ મળ્યું હતું.

તમામ ટીમો માટે પ્રાઇઝ

ગ્રુપ સ્ટેજ જીતનારી કોઈપણ ટીમને 34,000 ડોલર એટલે કે રૂ. 30 લાખની રકમ ઈનામ પેટે મળી હતી. પાંચમા અને છઠ્ઠા સ્થાને રહેલી ટીમોને 350,000 ડોલર એટલે કે લગભગ રૂ. 3 કરોડ મળ્યા હતા. જ્યારે સાતમા અને આઠમા સ્થાને રહેલી ટીમોને 140,000 ડોલર જે લગભગ રૂ. 1.2 કરોડ થાય છે. આ ઉપરાંત, આ આઈસીસી ટુર્નામેન્ટમાં ભાગ લેવા બદલ આઠેય ટીમોને 1,25000 ડોલર લગભગ રૂ. 1.08 કરોડની રકમ આપવામાં આવી હતી.

Tags :