Get The App

કારપેન્ટરની દીકરીનો ઈંગ્લેન્ડમાં દબદબો, T20 મેચમાં તાબડતોબ 63 રન ફટકારી રચ્યો ઈતિહાસ

Updated: Jul 2nd, 2025

GS TEAM

Google News
Google News
કારપેન્ટરની દીકરીનો ઈંગ્લેન્ડમાં દબદબો, T20 મેચમાં તાબડતોબ 63 રન ફટકારી રચ્યો ઈતિહાસ 1 - image
                                                                                                                                                                                IMAGE SOURCE: IANS 

Amanjot Kaur creates history : ઇંગ્લેન્ડમાં પાંચ T20 અને ત્રણ વનડે મેચ રમવા પહોંચેલી ભારતીય મહિલા ક્રિકેટ ટીમનો જલવો યથાવત છે. જણાવી દઈએ કે મહિલા ટીમે T20 સીરિઝની સતત બીજી મેચ પણ જીતી લીધી છે. આ જીત 24 વર્ષીય ખેલાડી અમનજોત કૌરના શાનદાર પ્રદર્શનને કારણે સંભવ બની, જેને સ્મૃતિ મંધાનાએ ડેબ્યુ કેપ આપી હતી. 

ભારતે બીજી T20 મેચ 24 રનથી જીતી 

ભારતીય મહિલાઓએ બીજી T20માં ઇંગ્લેન્ડને 24 રનથી હરાવી હતી. પહેલી બેટિંગ કરતાં ભારતે 20 ઓવરમાં 4 વિકેટના નુકસાને 181 રન બનાવ્યા, જ્યારે ઇંગ્લેન્ડે  20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને 157 રન પર અટકી રહી. પહેલી T20માં ભારતની જીત સ્મૃતિ મંધાનાની 112 રનની શાનદાર ઇનિંગને કારણે શક્ય બની હતી.

અમનજોત કૌરે રચ્યો ઇતિહાસ 

પહેલી T20ની 'પ્લેયર ઓફ ધ મેચ' સ્મૃતિ મંધાના રહી, જ્યારે બીજી T20માં અમનજોત કૌરે ઇતિહાસ રચીને ભારતને જીત અપાવી હતી.તેણે 40 બોલમાં 157.50ની સ્ટ્રાઈક રેટથી 63 રન  ફટકાર્યા, જેમાં 9 ચોગ્ગા સામેલ હતા. બેટિંગ સિવાય તેણે બોલિંગમાં 3 ઓવરમાં 28 રન આપીને 1 વિકેટ પણ લીધી હતી. T20 ઇન્ટરનેશનલમાં 60 રન બનાવીને ઓછામાં ઓછી 1 વિકેટ લેનારી તે પહેલી ભારતીય મહિલા ક્રિકેટર બની. જણાવી દઈએકે 19 જાન્યુઆરી 2023ના રોજ સ્મૃતિ મંધાનાએ અમનજોત કૌરને આંતરરાષ્ટ્રીય T20 માટે ડેબ્યૂ કેપ પહેરાવી હતી.


દીકરીની સફળતા માટે પિતાનો સંઘર્ષ 

ઇંગ્લેન્ડ સામેની બીજી T20માં ભારતની જીતમાં અમનજોત કૌર 'પ્લેયર ઓફ ધ મેચ' તો બની, પરંતુ તેની આ સફળતાનો રસ્તો  સરળ ન હતો. અમનજોતની ક્રિકેટની શરૂઆત ગલી ક્રિકેટ રમતા થઈ હતી, શાળામાં પણ તે છોકરાઓ સાથે ક્રિકેટ રમતી હતી. તેના પિતા ભૂપિંદર સિંહ એક સામાન્ય કાર્પેન્ટર હતા, દીકરીના ક્રિકેટ પ્રત્યેનો લગાવ જોઈ પિતા ભૂપિંદરએ 15 વર્ષની ઉંમરે અમનજોતને ક્રિકેટ એકેડમીમાં દાખલ કરાવી, શહેર પણ બદલ્યુ  અને અંતે ચંદીગઢમાં અમનજોતને ક્રિકેટની સારી તાલીમ મળી. દીકરી સફળતા માટે પિતા ભૂપિંદરએ પોતાના કામમાં કપાત કરી. આજે ભૂપિંદરના ત્યાગનું પરિણામ છે કે અમનજોતે ઇંગ્લેન્ડમાં ભારતને જીત અપાવી અને ઇતિહાસ રચ્યો.


Tags :