Get The App

સટ્ટાબજારમાં ફૂટબોલ વર્લ્ડ કપ જીતવા બ્રાઝિલની ટીમ હોટફેવરિટ

- સટોડિયાના મતે વર્લ્ડ કપ જીતવાની સેકન્ડ ફેવરિટ ટીમ જર્મની, ફ્રાન્સ ત્રીજા સ્થાને

Updated: Jun 16th, 2018

GS TEAM

Google News
Google News

મોસ્કો,તા. 15 જૂન 2018, શુક્રવાર

ફિફા ફૂટબોલ વર્લ્ડ કપ શરૃ થવા જઈ રહ્યો છે, ત્યારે સટ્ટાબજાર પણ તેના ફિવરમાંથી બાકાત નથી. આંતરરાષ્ટ્રીય સટ્ટાબજારમાં વર્લ્ડ કપ જીતવા માટે બ્રાઝિલની ટીમને હોટફેવરિટ માનવામાં આવે છે. બ્રિટનના ટોચના બુકમાર્કરના જણાવ્યા અનુસાર બ્રાઝિલ વર્લ્ડ કપમાં ચેમ્પિયન બને તેનો ભાવ ૪/૧ ચાલી રહ્યો છે. ફૂટબોલ વર્લ્ડ કપની મેચો પર કરોડોનો સટ્ટો ખેલાશે. બ્રાઝિલ પાંચ વખત ચેમ્પિયન બની ચૂક્યું છે. જોકે છેલ્લા બે વર્લ્ડ કપમાં તેમનો દેખાવ કંગાળ રહ્યો હતો.

સટોડિયાઓના મતે જ્યારે બ્રાઝિલ બાદ વર્લ્ડ કપ જીતવાના પ્રબળ દાવેદાર તરીકે ડિફેન્ડિંગ ચેમ્પિયન જર્મની છે. જેનો ભાવ ૯/૨ ચાલી રહ્યો છે.  ત્રીજા સ્થાને ૧૯૯૮નું ચેમ્પિયન ફ્રાન્સ ચાલી રહ્યું છે, જેનો ભાવ ૧૧/૨ છે,જ્યારે પાંચમા ક્રમે ૨૦૧૦નું ચેમ્પિયન સ્પેન છે. જે હાલમાં કોચ પરિવર્તનને કારણે મુશ્કેલીમાં છે, છતાં સટ્ટાબજારને લાગે છે કે, તેઓ વર્લ્ડ કપ જીતી શકે છે અને આ કારણે તેમનો ભાવ ૬/૧ ચાલી રહ્યો છે. આ પછી આર્જેન્ટીના, બેલ્જીયમ, ઈંગ્લેન્ડ અને પોર્ટુગલને સ્થાન આપવામાં આવ્યું છે.

Tags :