IND vs ENG : સિરાજ-બ્રૂક વચ્ચે મેદાનમાં બબાલ, રકઝકનો વીડિયો વાઈરલ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND vs ENG : ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે પાંચ મેચની ટેસ્ટ સિરીઝની પહેલી મેચ લીડ્સના હેડિંગ્લી ક્રિકેટ ગ્રાઉન્ડ પર રમાઈ રહી છે. આ મેચમાં બંને ટીમો શાનદાર પ્રદર્શન કરી રહી છે. પરંતુ આ મેચનો એક વીડિયો વાઈરલ થઈ રહ્યો છે, જેમાં ફાસ્ટ બોલર સિરાજ અને ઇંગ્લેન્ડના બેટ્સમેન હેરી બ્રૂક વચ્ચે ઉગ્ર બોલાચાલી જોવા મળી રહી છે.
સિરાજ-બ્રૂક વચ્ચે બબાલ
આ મેચના ત્રીજા દિવસની ભારતની વાત કરીએ તો શરૂઆત સારી રહી હતી. જેમાં શરૂઆતની ઓવરોમાં જ પ્રસિદ્ધ કૃષ્ણાએ સેન્ચ્યુરિયન પોપની વિકેટ લીધી હતી. પરંતુ આ પછી હેરી બ્રૂકે ધીરજથી બેટિંગ કરી હતી. આ દરમિયાન સિરાજ ઓવર નાખવા આવ્યો. જેમાં બ્રૂકે સિરાજના પેલા દડામાં ડિફેન્સ કર્યો અને આ પછી સિરાજ અને બ્રૂક વચ્ચે થોડી રકઝક જોવા મળ્યો હતો.
તમને જણાવી દઈએ કે, આ મેચમાં બ્રૂક સદી મારી શક્યો ન હતો. તે 99 રનના સ્કોર પર બેટિંગ કરી રહ્યો હતો, ત્યારે કૃષ્ણાએ તેની વિકેટ લીધી અને શાર્દુલે કેચ પકડ્યો હતો. ભારતીય ટીમે શુભમન ગિલ, ઋષભ પંત અને જયસ્વાલની સદીઓની મદદથી પોતાની પહેલી ઇનિંગમાં 471 રન બનાવ્યા હતા.
ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ 11: કેએલ રાહુલ, યશસ્વી જયસ્વાલ, સાઈ સુદર્શન, શુભમન ગિલ, ઋષભ પંત, કરુણ નાયર, રવિન્દ્ર જાડેજા, શાર્દુલ ઠાકુર, મોહમ્મદ સિરાજ, જસપ્રિત બુમરાહ અને પ્રસિદ્ધ કૃષ્ણા. જ્યારે લીડ્સ ટેસ્ટમાં યજમાન ઈંગ્લેન્ડની પ્લેઈંગ 11: જેક ક્રાઉલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, હેરી બ્રૂક, બેન સ્ટોક્સ, જેમી સ્મિથ, ક્રિસ વોક્સ, બ્રાયડન કાર્સ, જોશ ટંગ અને શોએબ બશીર.
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે H2H (ઇંગ્લેન્ડમાં)
કુલ ટેસ્ટ: 67
ભારત જીત્યું: 9
ઇંગ્લેન્ડ જીત્યું: 36
ડ્રો: 22
ભારત-ઇંગ્લેન્ડ વચ્ચે H2H (ભારતમાં)
કુલ ટેસ્ટ: 69
ભારત જીત્યું: 26
ઇંગ્લેન્ડ જીત્યું: 15
ડ્રો: 28









