Sports

માત્ર 59 મેચોમાં 330 વિકેટ લેનાર પૂર્વ બોલરનું નિધન, નિવૃત્તિ બાદ 5 દેશોમાં આપ્યું હતું કોચિંગ

By GS TEAM
24 Jun 20262 mins read
TukuTouch Logo
ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં માત્ર 59 મેચો રમીને 330 વિકેટ લેનાર ન્યૂઝીલેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર બૉબ બ્લેયર બર્થડેના દિવસે જ દુનિયાને અલવિદા કહી ગયા છે. જે દિવસે તેમનું નિધન થયું તે દિવસે તેમનો 94મો જન્મ દિવસ હતો. તેમની જીવનની સૌથી દુઃખદ ક્ષણ એ હતી કે, તેમની પત્નીનું તાંગીવાઈ રેલ દુર્ઘટનામાં મોત થયું હતું, તેમ છતાં તેઓ પત્નીના મોતના આઘાત વચ્ચે પણ મેદાન પર ઉતર્યા હતા. બ્લેયરના નિધનથી ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને તેમના માનમાં ન્યૂઝીલેન્ડની ટીમે ઈંગ્લેન્ડ સામે કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરીને શ્રદ્ધાંજલી આપવાની છે.

Summarized by AI; it may make mistakes. Check important info

માત્ર 59 મેચોમાં 330 વિકેટ લેનાર પૂર્વ બોલરનું નિધન, નિવૃત્તિ બાદ 5 દેશોમાં આપ્યું હતું કોચિંગ

Bob Blair Death : ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં માત્ર 59 મેચો રમીને 330 વિકેટ લેનાર ન્યૂઝીલેન્ડના પૂર્વ ફાસ્ટ બોલર બૉબ બ્લેયર બર્થડેના દિવસે જ દુનિયાને અલવિદા કહી ગયા છે. જે દિવસે તેમનું નિધન થયું તે દિવસે તેમનો 94મો જન્મ દિવસ હતો. તેમની જીવનની સૌથી દુઃખદ ક્ષણ એ હતી કે, તેમની પત્નીનું તાંગીવાઈ રેલ દુર્ઘટનામાં મોત થયું હતું, તેમ છતાં તેઓ પત્નીના મોતના આઘાત વચ્ચે પણ મેદાન પર ઉતર્યા હતા. બ્લેયરના નિધનથી ક્રિકેટ જગતમાં શોકનું મોજું ફરી વળ્યું છે અને તેમના માનમાં ન્યૂઝીલેન્ડની ટીમે ઈંગ્લેન્ડ સામે કાળી પટ્ટી બાંધીને મેદાનમાં ઉતરીને શ્રદ્ધાંજલી આપવાની છે.

બ્લેયરની દમદાર બોલિંગ

બ્લેયરના ક્રિકેટ કેરિયરની વાત કરીએ તો, તેમણે 1952થી 1964 દરમિયાન ન્યૂઝીલેન્ડ માટે 19 ટેસ્ટ મેચ રમી હતી, જેમાં તેમણે 35ની સરેરાશથી 43 વિકેટ ઝડપી હતી. આ ઉપરાંત તેમણે ઘરેલુ ક્રિકેટમાં પણ દમદાર પ્રદર્શન કર્યું હતું. બ્લેયરે પ્રથમ શ્રેણી ક્રિકેટમાં માત્ર 59 મેચો રમીને 15ની સરેરાશથી 330 વિકેટ ઝડપી હતી. તેમણે મોટાભાગની મેચો વેલિંગટન માટે રમી, જ્યારે કેટલી મેચોમાં તેઓ ડિસ્ટ્રિક્ટ્સ તરફથી પણ મેદાનમાં ઉતર્યા હતા.

એક જ ઈનિંગમાં બે વખત 9 વિકેટો ઝડપી

બ્લેયર ક્રિકેટ કેરિયરમાં સૌથી શ્રેષ્ઠ વર્ષ 1956-57નું હતું, જેમાં તેમણે માત્ર 9ની સરેરાશથી 46 વિકેટો ખેરવી હતી. આ દરમિયાન તેમણે એક જ ઈનિંગમાં બે વખત 9 વિકેટો ઝડપી હતી.

રેલ દુર્ઘટનામાં પત્નીનું થયું હતું નિધન

તેમના જીવનમાં સૌથી દુઃખ સમય ત્યારે આવ્યો હતો, જ્યારે તેઓ દક્ષિણ આફ્રિકાના જોહાનિસબર્ગ સ્થિત એલિસ પાર્કમાં બીજી ટેસ્ટ રમી રહ્યા હતા. આ મેચ વખતે તેમણે માહિતી મળી હતી કે, તેમની પત્ની નેરિસા લવ તાંગીવાઈનું રેલ દુર્ઘટનામાં મોત થયું છે. આ અકસ્મતામાં કુલ 151 લોકોના મોત થયા હતા. આ સમાચાર તેમના માટે ખુબ જ દુઃખદભર્યા હતા, તેમ છતાં તેમણે મેચમાં રમવાનું ચાલુ રાખ્યું હતું.