Get The App

ટીમ ઈન્ડિયાના સ્ટારના ઘરે આવી નન્હી પરી, પિતા બન્યા આ ક્રિકેટર

Updated: Nov 24th, 2021

GS TEAM

Google News
Google News
ટીમ ઈન્ડિયાના સ્ટારના ઘરે આવી નન્હી પરી, પિતા બન્યા આ ક્રિકેટર 1 - image


નવી દિલ્હી, તા. 24 નવેમ્બર 2021 બુધવાર

ભારતીય ટીમના ફાસ્ટ બોલર ભુવનેશ્વર કુમારના ઘરે ખુશખબરી આવી છે. ભુવનેશ્વરની પત્ની નુપૂર નાગરે બુધવારે દિકરીને જન્મ આપ્યો છે. નવી દિલ્હીના હોસ્પિટલમાં નુપૂરે દિકરીને જન્મ આપ્યો છે, તેમને મંગળવારે જ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા.

ભુવનેશ્વર કુમાર તાજેતરમાં જ ન્યુઝીલેન્ડ સામે ખતમ થયેલી ટી-20 સિરીઝનો ભાગ હતા. ટી-20 વર્લ્ડકપમાં ભુવનેશ્વર કુમાર ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યા હતા, પરંતુ ન્યુઝીલેન્ડ સામે થયેલી સિરીઝમાં તેમણે સારુ પ્રદર્શન કર્યુ હતુ.

ટીમ ઈન્ડિયાના સ્ટારના ઘરે આવી નન્હી પરી, પિતા બન્યા આ ક્રિકેટર 2 - image

ભુવનેશ્વર કુમાર ઉત્તર પ્રદેશના મેરઠના રહેવાસી છે. જાણકારી અનુસાર ભુવનેશ્વર કુમારની દિકરીનો જન્મ બુધવારે સવારે 9 વાગે થયો હતો.

ભુવનેશ્વર કુમાર અને નુપૂર નાગરના લગ્ન 23 નવેમ્બર 2017એ થયા હતા. નુપૂર નાગર દિલ્હીની પાસે જ નોઈડામાં રહે છે.

ટીમ ઈન્ડિયાના સ્ટારના ઘરે આવી નન્હી પરી, પિતા બન્યા આ ક્રિકેટર 3 - image

ન્યુઝીલેન્ડ સામે ખતમ થયેલી સિરીઝમાં ભુવનેશ્વર કુમારે 3 વિકેટ લીધી હતી જ્યારે ટી-20 વર્લ્ડકપમાં ભુવનેશ્વર કુમાર માત્ર પાકિસ્તાન સામે થયેલી મેચમાં રમી શક્યા હતા. 

ભુવનેશ્વર કુમારના પિતા કિરણ પાલ સિંહનુ નિધન આ વર્ષે મે મહિનામાં થયુ હતુ. કિરણ પાલ સિંહ લાંબા સમયથી બીમાર હતા, જે બાદ તેમનુ દેહાંત થયુ હતુ.

Tags :