Get The App

જિદ્દી બાળક જેવું વર્તન કરી રહ્યો હતો બેન સ્ટોક્સ...' ઈંગ્લેન્ડના કેપ્ટનની દિગ્ગજે ઝાટકણી કાઢી

Updated: Jul 28th, 2025

GS TEAM

Google News
Google News
જિદ્દી બાળક જેવું વર્તન કરી રહ્યો હતો બેન સ્ટોક્સ...' ઈંગ્લેન્ડના કેપ્ટનની દિગ્ગજે ઝાટકણી કાઢી 1 - image


Image Source: Twitter

India vs England: ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ચોથી ટેસ્ટ મેચ વિવાદ સાથે સમાપ્ત થઈ. મેચના પાંચમા અને છેલ્લા દિવસે ભારતે શાનદાર બેટિંગ કરી અને મેચને ડ્રો કરી દીધી. જ્યારે દિવસની મેચ પૂરી થવામાં એક કલાક બાકી હતો અને ઈંગ્લેન્ડ ટીમને ખબર હતી કે હવે મેચનું પરિણામ મેળવવું અશક્ય છે, ત્યારે બેન સ્ટોક્સે ભારતીય ખેલાડીઓને હેન્ડશેક કરીને મેચ ડ્રો કરવા કહ્યું હતું. જો કે, ભારતીય બેટર રવિન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે આમ કરવાનો ઈનકાર કર્યો કારણ કે બંને સદીની નજીક હતા અને સ્ટોક્સ બંનેને સદીથી વંચિત રાખવા માગતો હતો. હવે આ સમગ્ર મામલે માંજેરકરે કહ્યું કે, 'બેન સ્ટોક્સ જિદ્દી બાળક જેવું વર્તન કરી રહ્યો હતો.'

માન્ચેસ્ટર ટેસ્ટમાં જ્યારે ભારત બીજી ઈનિંગમાં ઝીરો રન પર બે વિકેટ ગુમાવી ચૂક્યું હતું ત્યારે ઇંગ્લીશ ટીમ અને બેન સ્ટોકને જીતની સુગંધ આવવા લાગી હતી. તેઓ ઈનિંગથી જીતના સપના જોવા લાગ્યા હતા. પરંતુ કેએલ રાહુલ અને સુભમન  ગિલે તેને  ફ્રસ્ટેટ કરી દીધો. ત્યાર પછી જ્યારે લંચ પહેલા 222 રન પર ભારતની 4 વિકેટ પડી ગઈ, તો તેને ફરી જીત નિશ્ચિત દેખાવા લાગી. રિષભ પંત પહેલાથી જ ઈજાગ્રસ્તો હતો. વોશિંગ્ટન સુંદર અને રવીન્દ્ર જાડેજા ક્રીઝ પર હતા. ભારતને ત્યારે પણ ઈનિંગની હાર ટાળવા માટે 89 રનની જરૂર હતી.

જાડેજાનો ડ્રો કરવાનો ઈનકાર 

ભારતના બંને ઓલ રાઉન્ડરોએ ઈંગ્લેન્ડના બોલરોના નાકમાં દમ લાવી દીધો હતો. એક સમયે હાથમાંથી નીકળી ગયેલી મેચનો ડ્રો સુનિશ્ચિત કરી દીધો. ઈંગ્લેન્ડ કોચ બ્રેન્ડન મેકલમના કાર્યકાળનો માત્ર બીજો ડ્રો. ઈંગ્લેન્ડના ખૂબ જ પ્રચારિત બેઝબોલ યુગનો દુર્લભ ડ્રો. ઈંગ્લેન્ડનો અહંકાર તૂટવા જઈ રહ્યો હતો અને તેનાથી બેન સ્ટોક્સ એટલો વિચલિત થઈ ગયો કે, તેણે વોશિંગ્ટન સુંદર અને રવીન્દ્ર જાડેજાને તેમની સદીથી વંચિત રાખવા માટે સમય પહેલા જ ડ્રો કરવાનો નિર્ણય એક તરફો થોપવાનો પ્રયાસ કર્યો.  પરંતુ જાડેજાએ ડ્રો કરવાનો ઈનકાર કરી દીધો. 

જિદ્દી બાળક જેવું વર્તન કરી રહ્યો હતો બેન સ્ટોક્સ

ભારતના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર સંજય માંજરેકરે બેન સ્ટોક્સની તુલના જિદ્દી બાળક સાથે કરી છે. તેણે મેચ બાદ કહ્યું કે, 'મને લાગે છે કે બેન સ્ટોક્સ છેલ્લે એક જિદ્દી બાળકની જેમ વર્તન કરી રહ્યો હતો. હું એ જોવા માંગીશ કે જો તેમના બે બેટ્સમેન ટેસ્ટ સદીની નજીક હોય તો ઈંગ્લેન્ડ શું કરત?'

આ પણ વાંચો: હેન્ડશેક વિવાદમાં ઈંગ્લેન્ડના દિગ્ગજે બેન સ્ટોક્સને 'મૂર્ખ' ગણાવ્યો, જાડેજા-સુંદર વિશે જુઓ શું કહ્યું?

સંજય માંજરેકરે આગળ કહ્યું કે, 'આપણે છેલ્લે જોયું કે બેન સ્ટોક્સ ખૂબ જ હતાશ હતો, તે આ પ્રકારનું પરિણામ નહોતો ઈચ્છતો. અને હું કહીશ કે, છેલ્લે તે એકદમ જિદ્દી બાળકની જેમ વર્તન કરી રહ્યો હતો. રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે બે કલાક બેટિંગ કરી અને બંને સદી તરફ આગળ વધી રહ્યા હતા. તેઓ કોઈ પણ રીતે તેનો સ્વીકાર કરવાના નહોતા. સ્ટોક્સને પસ્તાવો થશે છે કે મેં શું કરી દીધું.' પરંતુ હું એટલું કહીશ કે, 'ઈંગ્લેન્ડ કેટલુ હતાશ હતું અને માત્ર એટલા માટે કે નવા યુગની ભારતની બેટિંગે જે પ્રકારનો સંઘર્ષ રજૂ કર્યો છે.'

શું હતો મામલો? 

ક્રિકેટ જગતમાં બેન સ્ટોક્સનો 'હેન્ડશેક કોન્ટ્રોવર્સી' હાલ ચર્ચાનો વિષય બન્યો છે. માન્ચેસ્ટરમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ મેચના ચોથી ટેસ્ટના છેલ્લા દિવસે ગેમ પૂરી થવાના એક કલાક પહેલાં, સ્ટોક્સે ભારતીય ખેલાડીઓ સાથે હાથ મિલાવીને મેચ ડ્રો કરવાનો પ્રયાસ કર્યો હતો. જોકે, રવીન્દ્ર જાડેજા અને વોશિંગ્ટન સુંદરે આ પ્રસ્તાવ નકારી દીધો હતો, કારણ કે બંને ખેલાડીઓ સેન્ચુરી ફટકારવાની નજીક હતા. જ્યારે જાડેજા અને સુંદર બંનેએ પોતપોતાની સેન્ચુરી પૂરી કરી, ત્યારે ભારતે મેચ ડ્રો કરવા માટે સંમતિ આપી અને બંને ટીમના ખેલાડીઓએ એકબીજા સાથે હાથ મિલાવ્યા.

Tags :