ભારતીય બેટર્સ માટે ગુડ ન્યૂઝ! પાંચમી ટેસ્ટ માટે ઈંગ્લેન્ડના 4 ધુરંધર ખેલાડીઓ નહીં રમે, પ્લેઈંગ 11 જાહેર
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

IND vs ENG Oval Test: ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે એન્ડરસન-તેંદુલકર ટ્રોફી હેઠળ પાંચમી અને છેલ્લી ટેસ્ટ મેચ ઓવલમાં રમાવવાની છે. જો કે, આ મેચ અગાઉ જ ઇંગ્લિશ કેપ્ટન બેન સ્ટોક્સ ખભાની ઈજાના કારણે ટીમમાંથી બહાર થઇ ગયો છે. તેની ગેરહાજરીમાં ઓલી પોપ ઇંગ્લિશ ટીમની આગેવાની કરશે.
ભારત-ઇંગ્લેન્ડના પેસર્સ થાક્યા
આ દરમિયાન હવે અહેવાલ સામે આવ્યા છે કે, ફાસ્ટ બોલર્સ જોફ્રા આર્ચર અને બ્રાયડન કાર્સને પણ વર્કલોડ મેનેજમેન્ટ હેઠળ આરામ આપવામાં આવશે. જેના કારણે ટીમના પેસ અટેકની જવાબદારી ક્રિસ વોક્સ પર રહેશે. સિનિયર ફાસ્ટર્સની ગેરહાજરીમાં ભારતીય બેટર્સને ફાયદો પણ મળી શકે છે.
પાંચમી અને આખરી મેચમાં ભારતીય ક્રિકેટ ટીમ પણ બુમરાહને આરામ આપે તેવી શક્યતા છે. ચોથી ટેસ્ટમાં ભારતીય ટીમમાંથી અર્શદીપ સિંહ અને આકાશદીપ પણ ઇજાના કારણે ટીમમાંથી બહાર થયા હતા. જો બુમરાહને આરામ આપવામાં આવશે તો કયા ખેલાડીને ટીમમાં સ્થાન મળશે એ પણ જોવાનું રહેશે.
પાંચમી ટેસ્ટ માટે ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન
જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ(કેપ્ટન), જો રૂટ, હેરી બ્રૂક, જૈકબ બથેલી, જૈમી સ્મિથ (વિકેટકીપર), ક્રિસ વોક્સ, ગસ એટકિંસન, જેમી ઓવરટન અને જોશ ટંગ.
સીરિઝમાં 2-1થી આગળ ઇંગ્લેન્ડ
જણાવી દઈએ કે, ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચે ટેસ્ટ સીરિઝની અંતિમ અને પાંચમી ટેસ્ટ મેચ લંડનના કેનિંગ્ટન ઓવલમાં 31 જુલાઈથી 4 ઓગસ્ટ વચ્ચે રમાશે. યજમાન ઇંગ્લેન્ડ સીરિઝમાં 2-1થી આગળ છે. ટીમ ઈન્ડિયાને સીરિઝમાં હારથી બચવા માટે કોઈપણ સંજોગોમાં આ મેચ જીતવી પડશે, જો આ ટેસ્ટ ડ્રો થશે તો પણ સીરિઝ ઇંગ્લિશ ટીમના નામે રહેશે.








