મારી એક ભૂલને કારણે વિરાટ કોહલીએ મારી જોડે વાત બંધ કરી દીધી : ડી વિલિયર્સનો ખુલાસો
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

AB de villiers and Virat Kohli News : દક્ષિણ આફ્રિકાના દિગ્ગજ પૂર્વ ક્રિકેટર એબી ડી વિલિયર્સે તાજેતરમાં વિરાટ કોહલી વિશે એક સનસનાટીભર્યો ખુલાસો કર્યો છે. તેણે કહ્યું કે, વિરાટ કોહલીએ લાંબા સમય સુધી મારી સાથે વાત કરી નહોતી.
શું હતો મામલો ખુદ જણાવ્યું
જ્યારે કોહલી ઈંગ્લેન્ડ સામે ભારતમાં રમાઇ રહેલી ટેસ્ટ શ્રેણીમાંથી ખસી ગયો હતો ત્યારે મેં કોહલી અને અનુષ્કા શર્માના બીજા બાળક અંગે ખુલાસો કરી દીધો હતો તેને લઈને કોહલી મારાથી ખિજાઈ ગયો હતો અને લાંબા સમય સુધી તેણે મારી સાથે વાત બંધ કરી દીધી હતી.
વિરાટની પ્રાઈવસી જોખમાઈ હતી
મારા નિવેદનથી સોશિયલ મીડિયા પર હોબાળો મચી ગયો હતો જેના થોડા દિવસો બાદ મેં માફી માગી લીધી હતી. જોકે પાછળથી આ વાત સાચી પડી અને કોહલી અને અનુષ્કાના ઘરમાં 15 ફેબ્રુઆરી, 2024 ના રોજ તેમના પુત્ર અકાયનો જન્મ થયો. મારા નિવેદનને કારણે તે સમયે કોહલીની પ્રાઈવસી જોખમાઈ ગઇ હતી. જોકે હવે બધુ ઠીક છે અને આઈપીએલમાં આરસીબી ચેમ્પિયન બન્યા બાદ બંને એકબીજા સાથે હળી મળીને મળતાં દેખાયા હતા.








