BCCIનો મોટો નિર્ણય, હરમીન પ્રીતના સ્થાને હવે સ્મૃતિ મંધાનાને નવી કેપ્ટન જાહેર કરી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Smriti Mandhana Appointed Indian Captain: ભારતીય મહિલા ક્રિકેટ ટીમમાં એક નવા યુગની શરૂઆત થઈ છે. હરમનપ્રીત કૌરે કેપ્ટનશિપ છોડ્યા બાદ ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) સ્ટાર ઓપનર સ્મૃતિ મંધાનાને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કમાન સોંપવાની સત્તાવાર જાહેરાત કરી છે. વર્ષ 2013થી ભારતીય ટીમનો અભિન્ન હિસ્સો રહેલી સ્મૃતિ મંધાના હવે તમામ ફોર્મેટમાં ટીમના નેતૃત્વની જવાબદારી સંભાળશે.
ઘરેલુ અને ફ્રેન્ચાઇઝી ક્રિકેટમાં પોતાની શાનદાર કેપ્ટનશિપ સાબિત કરી ચૂકેલી સ્મૃતિ મંધાનાએ તાજેતરમાં રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB)ને 2024 અને 2026માં વિમેન્સ પ્રીમિયર લીગ (WPL)નો ખિતાબ જીતાડ્યો છે.
પહેલાં પણ કરી ચૂકી છે ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ
સ્મૃતિ મંધાના હવે વ્હાઇટ બોલ ફોર્મેટની પૂર્ણકાલીન કેપ્ટન બની છે, પરંતુ આ અગાઉ પણ તે 18 T20I અને 4 વનડે મેચોમાં કાર્યકારી કેપ્ટન તરીકે ભારતનું સફળ નેતૃત્વ કરી ચૂકી છે. કેપ્ટન બન્યા બાદ સ્મૃતિએ જણાવ્યું કે,
"ભારતનું નેતૃત્વ કરવાની તક મળવી એ મારા માટે અત્યંત ગર્વ અને સન્માનની વાત છે. ભારતનું પ્રતિનિધિત્વ કરવું મારા માટે હંમેશાં ખાસ રહ્યું છે. હું BCCI, સિલેક્ટર્સ અને ટીમના સાથી ખેલાડીઓનો આભાર માનું છું. આ સાથે હું હરમનપ્રીતના યોગદાનને પણ યાદ કરીશ, જેમણે ટીમનું અત્યંત સમર્પણ સાથે નેતૃત્વ કર્યું છે. આ નવી જવાબદારી સાથે હું ટીમને નવી ઊંચાઈઓ પર લઈ જવા માટે ઉત્સાહિત છું."
BCCIના પદાધિકારીઓએ પાઠવ્યા અભિનંદન
BCCI પ્રમુખ મિથુન મન્હાસનું નિવેદન: "હું સ્મૃતિને ભારતીય મહિલા ક્રિકેટ ટીમની કપ્તાની સંભાળવા બદલ અભિનંદન પાઠવું છું. તે લાંબા સમયથી ભારતીય ક્રિકેટનો મુખ્ય આધારસ્તંભ રહી છે. તેમનો અનુભવ અને રમત પ્રત્યેની ઊંડી સમજ ટીમ માટે ખૂબ ઉપયોગી સાબિત થશે. અમને પૂરો વિશ્વાસ છે કે તે પોતાની નવી ભૂમિકા પૂરી લગન અને વ્યાવસાયિકતા સાથે નિભાવશે."
BCCI માનદ સચિવ દેવજીત સાઇકિયાનું નિવેદન:
"સ્મૃતિ ભારતીય મહિલા ક્રિકેટની સૌથી અનુભવી ખેલાડીઓ પૈકીની એક છે. રોયલ ચેલેન્જર્સ બેંગલુરુને WPL ચેમ્પિયન બનાવવામાં તેની કેપ્ટનશિપ શાનદાર રહી છે. ભારતનું નેતૃત્વ કરવું મોટી જવાબદારી છે, પરંતુ સ્મૃતિ પાસે તે સંભાળવા માટે યોગ્ય સ્વભાવ અને ક્ષમતા છે. તેમના નેતૃત્વમાં ભારતીય ક્રિકેટ વધુ મજબૂત બનશે તેવી અમને ખાતરી છે."




