Get The App

પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન

Updated: Jan 20th, 2026

GS TEAM

Google News
Google News
પાકિસ્તાનની જેમ BCCI સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી A+ કેટેગરી હટાવશે? રોહિત-કોહલીને થશે મોટું નુકસાન 1 - image


BCCI to Scrap A+ Contract : ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) તેના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ સિસ્ટમમાં એક ક્રાંતિકારી ફેરફાર કરવાની તૈયારીમાં છે. એવા અહેવાલો છે કે બોર્ડ તેના નવા સેન્ટ્રલ કોન્ટ્રાક્ટમાંથી 'A+' કેટેગરીને સંપૂર્ણપણે દૂર કરી શકે છે, જે અત્યાર સુધી રોહિત શર્મા, વિરાટ કોહલી અને જસપ્રીત બુમરાહ જેવા સુપરસ્ટાર ખેલાડીઓ માટે હતી.

BCCIમાં મોટા ફેરફારના સંકેત

ભારતીય ક્રિકેટમાં આ એક મોટો ફેરફાર હોઈ શકે છે. પાકિસ્તાન ક્રિકેટ બોર્ડે પણ તાજેતરમાં આવી જ વ્યવસ્થા લાગુ કરી છે, જ્યાં ટોચની કેટેગરીને સમાપ્ત કરી દેવામાં આવી છે. હવે BCCI પણ આ જ માર્ગે આગળ વધવાની વિચારણા કરી રહ્યું હોવાનું જણાય છે.

રોહિત-વિરાટનું ડિમોશન, B કેટેગરીમાં મૂકાશે?

સૂત્રો મુજબ, આ ફેરફારની સૌથી મોટી અસર રોહિત શર્મા અને વિરાટ કોહલી પર પડી શકે છે. ટેસ્ટ અને T20માંથી સંન્યાસ લઈ ચૂકેલા આ બંને દિગ્ગજ ખેલાડીઓને એક દાયકા કરતાં વધુ સમય બાદ પ્રથમ વખત 'B' કેટેગરીમાં મૂકવામાં આવી શકે છે.

ગત કોન્ટ્રાક્ટમાં કોણ કઈ કેટેગરીમાં હતું?

એપ્રિલ 2025માં જાહેર થયેલા 2024-25ના સેન્ટ્રલ કોન્ટ્રાક્ટ મુજબ, ખેલાડીઓની યાદી આ પ્રમાણે હતી:

ગ્રેડ A+: વિરાટ કોહલી, રોહિત શર્મા, જસપ્રીત બુમરાહ અને રવીન્દ્ર જાડેજા.

ગ્રેડ A: મોહમ્મદ સિરાજ, કેએલ રાહુલ, શુભમન ગિલ, હાર્દિક પંડ્યા, મોહમ્મદ શમી અને ઋષભ પંત.

ગ્રેડ B: સૂર્યકુમાર યાદવ, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યશસ્વી જયસ્વાલ અને શ્રેયસ અય્યર.

ગ્રેડ C: આ કેટેગરીમાં 19 ખેલાડીઓનો સમાવેશ થતો હતો, જેમાંથી મોટાભાગના માત્ર એક જ ફોર્મેટ રમતા હતા.