મેચ બાદ હાથ ન મિલાવવાના વિવાદ પર BCCIનો PCBને જવાબ- કોઈનું દબાણ નહીં ચાલે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

BCCI on No Handshake Controversy: એશિયા કપ 2025માં ભારત અને પાકિસ્તાન વચ્ચે રમાયેલી મેચ પછી 'નો હેન્ડસેક' વિવાદે જોર પકડ્યું છે. પાકિસ્તાનને 7 વિકેટથી હરાવ્યા બાદ ભારતીય ખેલાડીઓએ પાકિસ્તાનની ટીમ સાથે હાથ ન મિલાવ્યા.
આખી ભારતીય ટીમ સીધી ડ્રેસિંગ રૂમમાં જતી રહી હતી. બીજી તરફ ભારતીય ટીમનું આ વર્તનથી પાકિસ્તાન ભડકી ગયું અને PCBએ આ અંગે નારાજગી વ્યક્ત કરી અને એસીસી (એશિયન ક્રિકેટ કાઉન્સિલ) અને આઈસીસીમાં ફરિયાદ નોંધાવી દીધી છે.
હવે આ વિવાદ પર ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ મૌન તોડ્યું છે અને સ્પષ્ટ કરી દીધુ છે કે, આમાં કંઈ ખોટું નથી.
BCCIએ 'નો હેન્ડસેક' વિવાદ પર મૌન તોડ્યું
BCCIના એક વરિષ્ઠ અધિકારીએ એ સ્પષ્ટ કર્યું કે, મેચ બાદ વિપક્ષી ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવો (No Handshake Controversy) ગુડવિલ જેસ્ચર છે, કોઈ અનિવાર્ય નિયમ નથી. તેમણે આગણ કહ્યું કે, 'જો તમે રુલ બુક વાંચશો છો, તો તેમાં એવું ક્યાંય નથી લખ્યું કે ખેલાડીઓએ દરેક મેચ પછી વિરોધી ટીમ સાથે હાથ મિલાવવા જ પડશે. આ ફક્ત રમતગમતની ભાવના હેઠળ લેવાયેલું પગલું છે, વિશ્વભરના દેશોમાં અનુસરવામાં આવતો કોઈ કાયદો નથી. અને જ્યારે બે દેશો વચ્ચેના સંબંધો તણાવપૂર્ણ હોય છે, ત્યારે ભારતીય ટીમ પર હાથ મિલાવવા માટે કોઈ દબાણ ન કરી શકાય.'
PCBએ લગાવ્યો મોટો આરોપ
PCB એ માત્ર ફરિયાદ જ નહીં પરંતુ એશિયા કપમાં કાર્યરત મેચ રેફરી એન્ડી પાયક્રૉફ્ટને હટાવવાની પણ માગ કરી છે. PCB અધ્યક્ષ મોહસીન નકવીએ કહ્યું કે, ભારતીય ખેલાડીઓએ 'સ્પિરિટ ઓફ ક્રિકેટ'નું ઉલ્લંઘન કર્યું છે અને રેફરીએ પણ આ મામલે સખ્તી ન બતાવી.
આ પણ વાંચો: એશિયા કપ: પાકિસ્તાની ખેલાડીઓ સાથે હાથ ન મિલાવવાના કારણે ભારતને થશે દંડ? જાણો શું છે નિયમ
નકવીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X પર લખ્યું કે, PCBએ ICCમાં મેચ રેફરી વિરુદ્ધ ફરિયાદ નોંધાવી છે. અમે માગ કરી છે કે તેમને તાત્કાલિક એશિયા કપમાંથી હટાવવામાં આવે, કારણ કે તેમણે આચારસંહિતા અને ક્રિકેટની ભાવનાના નિયમોનું ઉલ્લંઘન કર્યું છે.









