Sports

મુસ્તફિઝુર રહેમાનને BCCIએ IPL 2026માં વાપસીની ઓફર કરી? બાંગ્લાદેશે તોડ્યું મૌન

By GS TEAM
9 Jan 20262 mins read
TukuTouch Logo
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલા ક્રિકેટ વિવાદમાં એક નવા અહેવાલે ખળભળાટ મચાવી દીધો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે BCCIએ બાંગ્લાદેશી પેસર મુસ્તફિઝુર રહેમાનને IPLમાં વાપસીની ઓફર આપી છે. જોકે, હવે આ અહેવાલ પર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના પ્રમુખ અમીનુલ ઈસ્લામ બુલબુલે પ્રતિક્રિયા આપીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

Summarized by AI; it may make mistakes. Check important info

મુસ્તફિઝુર રહેમાનને BCCIએ IPL 2026માં વાપસીની ઓફર કરી? બાંગ્લાદેશે તોડ્યું મૌન

IPL 2026 And Mustafizur Rehman news : ભારત અને બાંગ્લાદેશ વચ્ચે ચાલી રહેલા ક્રિકેટ વિવાદમાં એક નવા અહેવાલે ખળભળાટ મચાવી દીધો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે BCCIએ બાંગ્લાદેશી પેસર મુસ્તફિઝુર રહેમાનને IPLમાં વાપસીની ઓફર આપી છે. જોકે, હવે આ અહેવાલ પર બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ (BCB)ના પ્રમુખ અમીનુલ ઈસ્લામ બુલબુલે પ્રતિક્રિયા આપીને તમામ અટકળો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે.

શું હતી સમગ્ર ઘટના?

ભારત-બાંગ્લાદેશ વચ્ચેનો તણાવ ક્રિકેટ સુધી ત્યારે પહોંચ્યો જ્યારે BCCIએ બાંગ્લાદેશના ઝડપી બોલર મુસ્તફિઝુર રહેમાનને IPL 2026માં રમવાની મંજૂરી ન આપી. કોલકાતા નાઈટ રાઈડર્સે (KKR) તેને ₹9.2 કરોડની જંગી રકમમાં ખરીદ્યો હતો, પરંતુ દેશમાં વધી રહેલા આક્રોશને જોતા BCCIએ KKRને મુસ્તફિઝુરને રિલીઝ કરવા કહ્યું હતું. BCCIના આ નિર્ણયથી નારાજ થયેલા બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે સુરક્ષાનું કારણ આપીને ભારતમાં આગામી T20 વર્લ્ડ કપ રમવાનો ઇનકાર કરી દીધો હતો અને આ અંગે ICCને પત્ર પણ લખ્યો હતો.

BCB પ્રમુખે અહેવાલને નકાર્યો

આ તમામ ઘટનાઓ વચ્ચે, એક અહેવાલમાં દાવો કરવામાં આવ્યો કે BCCIએ મુસ્તફિઝુર રહેમાનને IPLમાં પાછા ફરવાની ઓફર કરી છે. જોકે, BCBના પ્રમુખ અમીનુલ ઈસ્લામ બુલબુલે આ અહેવાલને સંપૂર્ણપણે નકારી કાઢ્યો છે. એક સ્થાનિક અખબાર સાથે વાત કરતા તેમણે કહ્યું, "મુસ્તફિઝુરના (IPLમાં વાપસી) અંગે મારી BCCI સાથે કોઈ લેખિત કે મૌખિક વાતચીત થઈ નથી. મેં આ વિશે મારા બોર્ડમાં પણ કોઈની સાથે વાત કરી નથી. આ સમાચારમાં કોઈ સત્યતા નથી." BCB પ્રમુખના આ નિવેદનથી સ્પષ્ટ થાય છે કે BCCIએ મુસ્તફિઝુરને કોઈ ઓફર આપી નથી અને તે પોતાના નિર્ણય પર અડગ છે.

વર્લ્ડ કપ પર શું છે અપડેટ?

બીજી તરફ, T20 વર્લ્ડ કપના સ્થળ બદલવાની બાંગ્લાદેશની માંગને ICCએ ફગાવી દીધી હોવાના અહેવાલો છે. ICCએ બાંગ્લાદેશને સ્પષ્ટ કહ્યું છે કે કાં તો ભારતમાં રમો અથવા તમારા પોઈન્ટ ગુમાવવા માટે તૈયાર રહો. તેમ છતાં, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ હજુ પણ ભારતમાં ન રમવાની જીદ પર અડગ છે અને તેણે ICCને બીજો પત્ર લખ્યો છે. T20 વર્લ્ડ કપ 2026ની શરૂઆત 7 ફેબ્રુઆરીથી ભારત અને શ્રીલંકાની સહ-યજમાનીમાં થવાની છે. બાંગ્લાદેશે ગ્રુપ સ્ટેજની તેની તમામ મેચો ભારતમાં રમવાની છે, જેમાં ત્રણ મેચ કોલકાતાના ઈડન ગાર્ડન્સ અને એક મેચ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાશે.