Get The App

BCCIએ આઈપીએલ 2025 માટે આકરા નિયમો લાગુ કર્યા, ખેલાડીની ફેમિલી, ડ્રેસિંગ રૂમ, ઓરેન્જ-પર્પલ કેપમાં મોટા બદલાવ

Updated: Mar 4th, 2025

GS TEAM


Google News
Google News
BCCIએ આઈપીએલ 2025 માટે આકરા નિયમો લાગુ કર્યા, ખેલાડીની ફેમિલી, ડ્રેસિંગ રૂમ, ઓરેન્જ-પર્પલ કેપમાં મોટા બદલાવ 1 - image


IPL 2025 Rules: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) ઈન્ડિયન પ્રીમિયર લીગ   (IPL) માટે આકરા નિયમો લાગુ કર્યા છે. જેમાં ખેલાડીઓની એક્સેસ અને તેમની મુવમેન્ટ પર ફોકસ કરવામાં આવ્યું છે. બીસીસીઆઈએ ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફના મેચ પહેલા અને દરમિયાન પ્લેયર એન્ડ મેચ ઓફિશિયલ એરિયા (PMOA)માં પ્રવેશ પર પ્રતિબંધ મૂક્યો છે. તેમાં પ્રેક્ટિસ સેશન દરમિયાન ડ્રેસિંગ રૂમમાં પ્રવેશ પર સંપૂર્ણ પ્રતિબંધ  સમાવિષ્ટ છે.

મીડિયા રિપોર્ટ મુજબ, બીસીસીઆઈના નવા નિયમો અનુસાર, ખેલાડીઓએ પ્રેક્ટિસ માટે ટીમ બસનો ઉપયોગ કરવો પડશે. ટીમો બે જૂથોમાં મુસાફરી કરી શકે છે. આ નિયમ આંતરરાષ્ટ્રીય મેચો દરમિયાન ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ માટે લાગુ કરાયેલા કડક પ્રોટોકોલને દર્શાવે છે. આ સૂચના તાજેતરમાં ઈમેલ દ્વારા તમામ IPL ફ્રેન્ચાઈઝીને જણાવવામાં આવી હતી. 18 મી ફેબ્રુઆરીના રોજ ઝૂમ દ્વારા ટીમ મેનેજમેન્ટની બેઠક બાદ આઈપીએલમાં ભાગ લેનારી તમામ ટીમોને નવા નિયમો વિશે માહિતગાર કરવામાં આવ્યા હતા.

નવા નિયમો અનુસાર, પ્રેક્ટિસના દિવસોમાં (ટૂર્નામેન્ટ પહેલા અને દરમિયાન), ડ્રેસિંગ રૂમ અને પ્લેઇંગ ફિલ્ડમાં માત્ર માન્યતા પ્રાપ્ત સ્ટાફને જ મંજૂરી આપવામાં આવશે. ખેલાડીઓના પરિવાર અને મિત્રો અલગ-અલગ વાહનોમાં મુસાફરી કરી શકશે. તેઓ હોસ્પિટાલિટી વિસ્તારમાંથી ટીમની પ્રેક્ટિસ જોઈ શકે છે. સપોર્ટિંગ સ્ટાફ (સ્પેશ્યાલિસ્ટ/નેટ બોલર)ની યાદી બીસીસીઆઈને મંજૂરી માટે આપવાની રહેશે. એકવાર મંજૂર થયા પછી, તેમને માન્યતા આપવામાં આવશે.

ફિટનેસ ટેસ્ટ અને ઓરેન્જ-પર્પલ કેપ માટે નિયમો...

BCCIએ મેચના દિવસો દરમિયાન પિચની નજીકના મેઈન સ્કેવર પાસે ફિટનેસ ટેસ્ટ કરાવવા પર પ્રતિબંધ મૂક્યો છે. વધુમાં, BCCI એ આદેશ આપ્યો છે કે  સૌથી વધુ રન બનાવનાર અને સૌથી વિકેટ ઝડપનાર ખેલાડીઓને મળતી ઓરેન્જ અને પર્પલ કેપ ઓછામાં ઓછી બે ઓવર માટે અને મેચ પછીની પ્રેઝેન્ટેશન સેરેમની દરમિયાન અવશ્ય પહેરે. વધુમાં, આ પ્રેઝેન્ટેશન દરમિયાન સ્લીવલેસ જર્સી પર પ્રતિબંધ છે.

20 માર્ચે તમામ ટીમના કેપ્ટન સાથે બેઠક

આ નિયમોને લાગુ કરવા માટે, BCCIએ તમામ IPL ટીમના કેપ્ટન્સ સાથે વ્યક્તિગત બેઠકનું આયોજન કર્યું છે. આ બેઠક 20 માર્ચે મુંબઈના ક્રિકેટ સેન્ટરમાં યોજાવા જઈ રહી છે. આગામી IPL 2025 ની શરૂઆત 22 માર્ચથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) અને કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) વચ્ચેની મેચ સાથે થશે.

IPL 2025માં નીચેના નિયમો લાગુ થશે

ટુર્નામેન્ટ દરમિયાન SOP (સ્ટાન્ડર્ડ ઓપરેટિંગ પ્રોસિજર).

1. ટીમોને પ્રેક્ટિસ એરિયામાં 2 નેટ અને પીચના મેઈન સ્ક્વેર પર રેન્જ હિટિંગ માટે સાઇડ વિકેટ મળશે. મુંબઈમાં જો બંને ટીમો એક જ સમયે પ્રેક્ટિસ કરે છે, તો ટીમોને 2-2 વિકેટ મળશે.

2. ઓપન નેટને મંજૂરી આપવામાં આવશે નહીં.

3. જો એક ટીમ તેની પ્રેક્ટિસ વહેલી પૂરી કરે છે, તો બીજી ટીમને તેની પ્રેક્ટિસ માટે બીજી ટીમની વિકેટનો ઉપયોગ કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં.

4. મેચના દિવસોમાં કોઈ પ્રેક્ટિસની મંજૂરી આપવામાં આવશે નહીં.

5. મેચના દિવસે મેઈન સ્કેવર પર કોઈ ફિટનેસ ટેસ્ટ થશે નહીં.

6. પ્રેક્ટિસના દિવસોમાં (પ્રી-ટૂર્નામેન્ટ અને ટૂર્નામેન્ટ દરમિયાન) ડ્રેસિંગ રૂમ અને પ્લેઇંગ ફિલ્ડમાં ફક્ત માન્યતા પ્રાપ્ત સ્ટાફને જ મંજૂરી છે. ખેલાડીનો પરિવાર અને મિત્રો અલગ વાહનમાં મુસાફરી કરશે.

8. મેચના દિવસોમાં પ્રેક્ટિસ, ફિટનેસ ટેસ્ટિંગ સંબંધિત કોઈપણ વિનંતીઓ માટે વેન્યુ મેનેજર POC (સંપર્ક વ્યક્તિ) હશે.

મેચ દરમિયાન નિયમો

1. PMOA માન્યતા પ્રાપ્ત કર્મચારીઓ માટે મેચના દિવસે  માન્યતા પત્ર સાથે એન્ટ્રી મળશે. જો તમે પ્રથમ વખત ઓળખ પત્ર લાવશો નહીં, તો તમને ચેતવણી આપવામાં આવશે. બીજી વખત દંડ કરવામાં આવશે.

2. હિટિંગ નેટ પ્રદાન કરવા છતાં, ખેલાડીઓ LED બોર્ડને મારતા રહે છે, BCCIએ વિનંતી કરી છે કે તેઓ તેનું પાલન કરે.

3. ખેલાડીઓ અને સપોર્ટ સ્ટાફે LED બોર્ડની સામે ન બેસવું. સ્પોન્સર ટીમ FOP ખાતે એક સ્થળ નિશ્ચિત કરશે, જ્યાં ટુવાલ અને પાણીની બોટલ સાથે બેસી શકશે.

4. ખેલાડીઓ ઓરેન્જ અને પર્પલ કેપ પહેરશે. જો ખેલાડીઓએ કેપ ન પહેરી હોય, તો તેમને ટેલિકાસ્ટ થાય ત્યાં સુધી પ્રથમ બે ઓવર માટે આ કેપ પહેરવા વિનંતી કરવામાં આવી છે.

5. મેચ પછીના પ્રેઝેન્ટેશનમાં ફ્લોપી અને સ્લીવલેસ જર્સીની મંજૂરી નથી. આમ કરવામાં નિષ્ફળતા પ્રથમ વખત ચેતવણી અને બીજી વખત દંડ ફટકારાશે.

6. IPL 2024 સીઝનની જેમ, મેચના દિવસોમાં ટીમના ડૉક્ટર સહિત માત્ર 12 માન્યતા પ્રાપ્ત સપોર્ટ સ્ટાફને જ મંજૂરી આપવામાં આવશે.

7. જર્સી નંબર બદલવા માટે તમારે 24 કલાક પહેલા જાણ કરવી પડશે.

BCCIએ આઈપીએલ 2025 માટે આકરા નિયમો લાગુ કર્યા, ખેલાડીની ફેમિલી, ડ્રેસિંગ રૂમ, ઓરેન્જ-પર્પલ કેપમાં મોટા બદલાવ 2 - image

Tags :