BCCIએ કરી T-20 ટીમની જાહેરાત, આ બે મોટા ખેલાડીઓ ટીમની બહાર
કુલ 4 પ્લેયર નહિ જોડાય આ સીરીઝમાં
IMAGE: Twitter |
અમદાવાદ, 14 જાન્યુઆરી 2023, શનિવાર
BCCIએ ન્યુઝીલેન્ડની સામે રમાનારી T-20 અને વન-ડે ટીમની જાહેરાત કરી છે. આમ તો ટીમમાં ખાસ ફેરફાર નથી પણ ટીમમાં બે મોટા ખેલાડીઓના નામ સામેલ કરવામાં આવ્યા નથી.
શ્રીલંકાની સામે વન-ડે સીરીઝ પૂરી કરીને ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામે 3 વન-ડે અને 3 T-20 મેચની સીરીઝ યોજાશે. આ સીરીઝ માટે ભારતીય ટીમનુ સિલેકશન થઈ ગયું છે. આ ટીમમાં કે.એલ.રાહુલ અને અક્ષર પટેલના નામ સામેલ નથી કારણ કે આ બે પ્લેયરો તેમના પારિવારિક કારણોથી આ સીરીઝમાં સામેલ થવાના નથી. સાથે જ સંજુ સેમસન પણ આ સીરીઝનો ભાગ બનશે નહિ. વન-ડે ટીમની કેપ્ટનશીપ રોહિત શર્મા કરશે જયારે T-20ની સુકાની હાર્દિક પંડ્યાના હાથમાં જ રહેશે.
સીનીયર પ્લેયર T-20 ટીમની બહાર:
હાર્દિક પંડ્યાની કેપ્ટનશીપવાળી ભારતની T-20 સીરીઝમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા સીનીયર પ્લેયરનો સમાવેશ કરવામાં આવ્યો નથી. T-20 ટીમમાં આ વખતે સૂર્ય કુમાર યાદવ વાઈસ કેપ્ટન પણ નથી. ટી-20માં આ વખતે પૃથ્વી શો પાછો આવ્યો છે અને અન્કેપ્ડ પ્લેયર જીતેન્દ્ર શર્માને પણ ચાન્સ આપવામાં આવ્યો છે. T-20 ટીમમાં હાર્દિક પંડ્યા, સુર્યકુમાર યાદવ, ઇશાન કિશન, રીતુરાજ ગાયકવાડ, શુભમન ગીલ, દીપક હુડા, રાહુલ ત્રિપાઠી, જીતેન્દ્ર શર્મા, વોશિંગ્ટન સુંદર, કુલદીપ યાદવ, યુઝ્વેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ, ઉમરાન મલિક, શિવમ માવી, પૃથ્વી શો અને મુકેશ કુમારનો સમાવેશ થાય છે.
ન્યુઝીલેન્ડ સામે વન-ડેનું શિડયુલ:
18 જાન્યુઆરી - હૈદ્રાબાદ
21 જાન્યુઆરી - રાયપુર
24 જાન્યુઆરી - ઇન્દોર
ન્યુઝીલેન્ડ સામે T-20 સીરીઝ:
27 જાન્યુઆરી - રાંચી
29 જાન્યુઆરી - લખનૌ
01 ફેબ્રુઆરી - અમદાવાદ
રોહિતની કેપ્ટનશીપવાળી વન-ડે ટીમ:
ન્યુઝીલેન્ડની સામે યોજાનારી મેચની કેપ્ટનશીપ હાર્દિક પંડ્યાને બદલે રોહિત શર્મા કરશે. વન-ડે ટીમમાં વિકેટકીપર કે.એસ.ભરતને પણ તક મળી છે. ભારતની વન-ડે ટીમમાં રોહિત શર્મા, શુભમન ગિલ, ઇશાન કિશન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, સૂર્યકુમાર યાદવ, કેએસભરત, હાર્દિક પંડ્યા, વોશિંગ્ટન સુંદર, શાહબાઝ અહમદ, શાર્દુલ ઠાકુર, યુઝ્વેન્દ્ર ચહલ, કુલદીપ યાદવ, મોહમ્મદ શમી, મોહમ્મદ સિરાજ અને ઉમરાન મલિકનો સમાવેશ થાય છે.