Get The App

BCCIના નવા અધ્યક્ષ જાહેર, મિથુન મનહાસને સોંપાઈ જવાબદારી, રાજીવ શુક્લા ઉપાધ્યક્ષ

Updated: Sep 28th, 2025

GS TEAM

Google News
Google News
BCCIના નવા અધ્યક્ષ જાહેર, મિથુન મનહાસને સોંપાઈ જવાબદારી, રાજીવ શુક્લા ઉપાધ્યક્ષ 1 - image

BCCI President News: ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે (BCCI) રવિવારે  (28 સપ્ટેમ્બર) મુંબઈમાં યોજાયેલી તેની વાર્ષિક સામાન્ય સભા (AGM)માં તેની નવી કારોબારી સમિતિની જાહેરાત કરી. જેમાં નવા પદાધિકારીઓના નામ જાહેર કર્યા. BCCIની જવાબદારી એક નવા જ વ્યક્તિને સોંપવામાં આવી છે. 

જાણો કોને કયુ પદ અપાયું? 

BCCI ની નવી ટીમમાં મિથુન મનહાસ BCCI ના અધ્યક્ષ તરીકે ચૂંટાયા છે. જ્યારે રાજીવ શુક્લાને ઉપાધ્યક્ષ તરીકેની જવાબદારી મળી છે. બીજી બાજુ દેવજીત સૈકિયાને બીસીસીઆઈના સેક્રેટરી બનાવાયા છે.  આ સાથે પ્રભતેજ સિંહ ભાટિયાને સંયુક્ત સચિવ તરીકે ચૂંટવામાં આવ્યા છે. બીસીસીઆઈના ખજાનચી તરીકેની જવાબદારી એ. રઘુરામ ભટને મળી છે. જ્યારે BCCI માં અન્ય હોદ્દાઓ માટે પણ નિમણૂકો કરવામાં આવી છે. જયદેવ નિરંજન શાહને એપેક્સ કાઉન્સિલના સભ્ય તરીકે ચૂંટવામાં આવ્યા છે. અરુણ સિંહ ધુમલ અને એમ. ખૈરુલ જમાલ મજરૂમદારને ગવર્નિંગ કાઉન્સિલમાં સભ્ય તરીકે સ્થાન અપાયું છે.


બીસીસીઆઈના અધ્યક્ષ મિથુન મનહાસ કોણ છે?

45 વર્ષીય મિથુન મનહાસે ભલે આંતરરાષ્ટ્રીય સ્તરે ભારતીય ટીમનું પ્રતિનિધિત્વ ન કર્યું હોય, પરંતુ સ્થાનિક ક્રિકેટમાં તેમનો રેકોર્ડ પ્રભાવશાળી છે. તેમણે 157 ફર્સ્ટ-ક્લાસ મેચ રમી અને 9714 રન બનાવ્યા, જેમાં 27 સદી અને ઘણી મહત્ત્વપૂર્ણ ઈનિંગ્સનો સમાવેશ થાય છે. તેમણે લિસ્ટ એ ક્રિકેટમાં પણ 4126 રન બનાવ્યા હતા.