For Real Time Updates and Better ExperienceDownload the app Now!
Download the app Now!

સેહવાગ જેવો આ વિસ્ફોટક ખેલાડી 17 મહિનાથી ટીમમાંથી બહાર, શું ખતમ થઈ જશે કેરિયર ?

સાઉથીએ સૂર્યાની સરખામણી સેહવાગ સાથે કરી

સૂર્યકુમાર જેવા જ વિસ્ફોટક બેટ્સમેન પૃથ્વી-શૉનું કેરિયર ખતરામાં

Updated: Nov 22nd, 2022

અમદાવાદ,તા.22 નવેમ્બર 2022

ભારતના એક યુવા ખેલાડી કે જેની સરખામણી વિરેન્દ્ર સેહવાગ સાથે થાય છે, જે વિસ્ફોટક બેટિંગ માટે જાણીતો છે અને તેણે ઘરેલું મેચોમાં ઘણી મેચો પણ જીતાડી છે, છતાં તેને ભારતીય ટીમમાં 17 મહિનાથી સ્થાન અપાયું નથી.

સૂર્યકુમાર યાદવની ભરપૂર પ્રશંસા

સૂર્યકુમાર યાદવ પણ વિરેન્દ્ર સેહવાગ જેવો વિસ્ફોટક ખેલાડી છે. સૂર્યકુમાર આક્રમક બેટ્સમેન તરીકે જાણીતો છે. દિગ્ગજ ક્રિકેટરોની હરોળમાં તેની પ્રશંસા પણ થાય છે. હાલમાં જ યાદવે ન્યૂઝીલેન્ડ સામે સદી ફટકારી હતી અને તેની પ્રશંસા દરેક ક્રિકેટ ચાહકે કરી હતી. 

સાઉથીએ સૂર્યાની સરખામણી સેહવાગ સાથે કરી

ન્યૂઝીલેન્ડના ખેલાડી ટિમ સાઉથીએ સૂર્યકુમાર યાદવ અંગે જણાવ્યું કે, ભારતે દુનિયાને ઘણા એવા બેટ્સમેન આપ્યા છે, જેઓ માત્ર T20 જ નહીં પરંતુ ત્રણેય ફોર્મેટમાં શાનદાર રહ્યા છે. તેમાંથી એક શ્રેષ્ઠ વિરેન્દ્ર સેહવાગ હતો, જે બોલરો સામે નિર્ભય અને વિસ્ફોટક બેટિંગ કરતો હતો. સેહવાગની એ જ ઝલક હાલના એક યુવા ભારતીય ખેલાડીમાં જોવા મળી રહી છે, પરંતુ તે 17 મહિનાથી ભારતીય ટીમની બહાર છે. 

પૃથ્વી શૉની પણ સૂર્યકુમાર જેવી બેટીંગ છતાં ટીમમાંથી બહાર

જો ઘરેલુ ક્રિકેટની વાત કરવામાં આવે તો મુંબઈનું પ્રતિનિધિ કરતા પૃથ્વી શૉ, જેને ભારત માટે અત્યાર સુધી 12 જેટલી મેચો રમી છે. જો કે એમાં વન-ડેમાં  6 જેટલી મેચો, ટેસ્ટ 5 અને 1 જ T20નો સમાવેશ થાય છે. પૃથ્વી શૉનો ઘરેલુ મેચમાં સારો દેખાવ હોવા છતાં હજી ટીમ ઇન્ડિયાની નજરે આવ્યો નથી. તેને T20 વિશ્વ કપમાં પણ જગ્યા મળી ન હતી. તેને પોતાનો આંતરરાષ્ટ્રીય T20 છેલ્લી મેચ શ્રીલંકા સામે જુલાઈ 2021માં રમ્યો હતો.

ટીમમાં તકની રાહ જોઈ રહ્યો છે પૃથ્વી શૉ

સારી શરૂઆત આપવા ઓપનર માટે ભારતીય ટીમ જયારે યુવા ખેલાડીને તક આપી રહી છે ત્યારે શૉ પોતાની તક માટે રાહ જોવે છે. પૃથ્વી શૉ સારી શરૂઆત અપાવી શકવાની ક્ષમતા ધરાવે છે. મિઝોરમ સામેની હમણાંની વન ડેમાં  138ની સ્ટ્રાઇક રેટ સાથે રન ફટકાર્યા હતા. તેને 39 બોલમાં 8 ચોકા અને 2 છક્કા સાથે 54 રન કર્યા હતા.


Gujarat