ભારત વિરુદ્ધ પાકિસ્તાનની રાહ પર બાંગ્લાદેશ: T20 વર્લ્ડકપ પહેલા સુરક્ષા અંગે ડ્રામા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

| (IMAGE - IANS) |
T20 World Cup 2026: બાંગ્લાદેશી ફાસ્ટ બોલર મુસ્તાફિઝુર રહેમાનને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)માંથી બહાર કરવામાં આવતા બાંગ્લાદેશમાં ભારે હોબાળો મચી ગયો છે. પ્રતિક્રિયા સ્વરૂપે, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ(BCB) એ મોટું કદમ ઉઠાવતા આગામી 'ICC મેન્સ T20 વર્લ્ડ કપ 2026' માટે પોતાની ટીમને ભારત મોકલવાનો ઈનકાર કરી દીધો છે.
IPLના પ્રસારણ પર પ્રતિબંધ અને ICCને પત્ર
બાંગ્લાદેશ સરકાર અને ક્રિકેટ બોર્ડ આ નિર્ણયથી એટલા રોષે ભરાયા છે કે સરકારે બાંગ્લાદેશમાં IPLના લાઈવ પ્રસારણ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકી દીધો છે. આટલું જ નહીં, BCB એ આંતરરાષ્ટ્રીય ક્રિકેટ કાઉન્સિલ(ICC)ને સત્તાવાર પત્ર લખીને માંગ કરી છે કે T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશના તમામ મેચો ભારતને બદલે શ્રીલંકા શિફ્ટ કરવામાં આવે.
'અમે ભારત સુરક્ષિત અનુભવતા નથી' - BCB પ્રમુખ
BCBના પ્રમુખ અમીનુલ ઈસ્લામે પત્રકારો સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે, 'વર્તમાન પરિસ્થિતિને જોતા અમે અમારી રાષ્ટ્રીય ટીમને ભારત મોકલવામાં સુરક્ષિત અનુભવતા નથી. અમે બોર્ડના ડાયરેક્ટરો સાથે બે બેઠકો કર્યા બાદ આ નિર્ણય લીધો છે. સુરક્ષા એ અમારી મુખ્ય ચિંતા છે અને અમે ICCના જવાબની રાહ જોઈ રહ્યા છીએ. આ ICCની ટૂર્નામેન્ટ હોવાથી અમે હવે BCCI સાથે કોઈ વાતચીત કરીશું નહીં.'
વિવાદનું મૂળ શું છે?
આ આખા વિવાદની શરૂઆત ત્યારે થઈ જ્યારે BCCIના નિર્દેશ પર કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR)એ મુસ્તાફિઝુર રહેમાનને પોતાની ટીમમાંથી રિલીઝ કરી દીધો હતો. BCCI સચિવ દેવજીત સૈકિયાએ આ નિર્ણયને 'તાજેતરના ઘટનાક્રમ' સાથે જોડ્યો હતો. નોંધનીય છે કે ઓગસ્ટ 2024માં શેખ હસીનાની સત્તા ગયા બાદ ભારત અને બાંગ્લાદેશ વચ્ચેના રાજદ્વારી સંબંધોમાં ભારે તણાવ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચો: બીજી વખત લગ્ન કરશે શિખર ધવન, ફિલ્મી સિતારા બનશે મહેમાન... કોણ છે દુલ્હન?
T20 વર્લ્ડ કપમાં બાંગ્લાદેશનું શેડ્યૂલ જોખમમાં
જો ICC બાંગ્લાદેશની માંગ સ્વીકારતું નથી, તો ટૂર્નામેન્ટના આયોજન પર મોટું સંકટ આવી શકે છે. નિર્ધારિત શેડ્યૂલ મુજબ બાંગ્લાદેશની ટીમ ગ્રુપ-Cમાં છે અને તેના મહત્ત્વના મેચો નીચે મુજબ છે:
- 07 ફેબ્રુઆરી: વેસ્ટ ઈન્ડિઝ સામે (કોલકાતા)
- 09 ફેબ્રુઆરી: ઈટાલી સામે (કોલકાતા)
-14 ફેબ્રુઆરી: ઈંગ્લેન્ડ સામે (કોલકાતા)
- 17 ફેબ્રુઆરી: નેપાળ સામે (મુંબઈ).









