IND vs BAN: ટીમ ઈન્ડિયા 6 મેચ રમવા માટે જશે બાંગ્લાદેશ, શેડ્યૂલની થઈ જાહેરાત
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

India vs Bangladesh Series: એક તરફ, બાંગ્લાદેશના ખેલાડી મુસ્તફિઝુર રહેમાનને IPLમાં કોલકાતા નાઈટ રાઈડર્સ(KKR) તરફથી ખરીદાતા વિવાદનો મુદ્દો બની રહ્યો છે. જ્યારે બીજી તરફ, ભારતીય ટીમ બાંગ્લાદેશ જશે. આમ, બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડે આજે(2 જાન્યુઆરી, 2026) ક્રિકેટ શેડ્યૂલની જાહેરાત કરી છે. આ પ્રમાણે, ભારતની ટીમ સપ્ટેમ્બર મહિનામાં બાંગ્લાદેશ જશે. જેમાં બાંગ્લાદેશની ટીમ સામે ભારતીય ટીમ 3-3 મેચ વનડે અને T20 સીરિઝ રમશે.
ભારત-બાંગ્લાદેશ સીરિઝ શેડ્યૂલ જાહેરાત
બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડ મુજબ, ભારત અને બાંગ્લાદેશ વચ્ચે વનડે સીરિઝ મેચ 1,3 અને 6 સપ્ટેમ્બરના રોજ રમાશે. જ્યારે T20 સીરિઝની મેચ 9,12 અને 13 સપ્ટેમ્બરે યોજાશે. તેવામાં સવાલ એ થઈ રહ્યો છે કે, ભારત-બાંગ્લાદેશ વચ્ચે સ્થિતિ છેલ્લા એક વર્ષથી બગડી રહી છે. સોશિયલ મીડિયામાં પણ માહોલ ગરમાયો હોવાનું સામે આવ્યું છે. આ દરમિયાન મેચની જાહેરાત થતાં વધુ એક વિવાદ સર્જાઈ શકે છે.
બાંગ્લાદેશી ખેલાડીઓનો ભારતમાં વિરોધ
તમને જણાવી દઈએ કે, બાંગ્લાદેશી ખેલાડીઓનો ભારતમાં ઘણો વિરોધ થઈ રહ્યો છે. IPL 2026 ઓક્શનમાં KKRએ મુસ્તફિઝુર રહેમાનને 9.2 કરોડની મોટી કિંમત પર ખરીદ્યો હતો. આ સિવાય અન્ય કોઈ બાંગ્લાદેશી ક્રિકેટરને IPLમાં સ્થાન આપ્યું ન હતું. પરંતુ મુસ્તફિઝુરને KKRમાં ખરીદાતા વિરોધ થઈ રહ્યો છે. જેમાં શાહરૂખ ખાન સામે અનેક રાજકીય હસ્તિઓ પણ કમેન્ટ કરી રહી છે. જોકે, BCCIએ સ્પષ્ટ કર્યું છે કે બાંગ્લાદેશી ખેલાડીઓ પર કોઈ પ્રતિબંધ રહેશે નહીં.
આ પણ વાંચો: ન્યૂઝીલેન્ડ સામેની વનડે પહેલા શુભમન ગિલની વાપસી, વિજય હઝારે ટ્રોફીમાં રમશે 2 મેચ
ભારતીય ટીમે છેલ્લે 2022-23માં બાંગ્લાદેશનો પ્રવાસ કર્યો હતો, ત્યારે ભારતને ODI સીરિઝમાં હાર મળી હતી. જેમાં બાંગ્લાદેશે ODI સીરિઝ 2-1થી જીતી હતી. જોકે, બાંગ્લાદેશની ધરતી પર ભારતનો રેકોર્ડ સારો છે. ભારતે બાંગ્લાદેશમાં તેની 25 મેચોમાંથી 18 જીતી છે, 6 હારી અને 1 મેચ ડ્રો રહી હતી.








