ઇન્દોરમાં ઓસ્ટ્રેલિયા મહિલા ક્રિકેટરની છેડતી, બાઇક પર આવેલા બદમાશોએ કર્યા અડપલા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Australian Crickters Harassed in Indore: મહિલા વર્લ્ડ કપ 2025 દરમિયાન મધ્યપ્રદેશના ઇન્દોર શહેરમાં એક ગંભીર બનાવ સામે આવ્યો છે. ઇન્દોરના હોલ્કર સ્ટેડિયમમાં શનિવારે ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે યોજાનારી મેચ પહેલા ઓસ્ટ્રેલિયાની બે મહિલા ક્રિકેટરો સાથે રોડ પર બાઇક સવાર એક યુવકે છેડતી કરી હોવાના સમાચાર મળ્યા છે. આ બનાવમાં પોલીસે તુરંત કાર્યવાહી કરીને ઇન્દોરના આઝાદ નગર નિવાસી અકીલની ધરપકડ કરી લીધી છે.
શું છે આખો મામલો?
આ ઘટના ગુરુવારે સવારે લગભગ 11 વાગ્યે ખજરાના રોડ પર બની હતી. ઓસ્ટ્રેલિયાની બંને મહિલા ક્રિકેટર હોટલથી પગપાળા એક કેફે તરફ જઈ રહી હતી. એ સમયે સફેદ શર્ટ અને કાળી કેપ પહેરેલો બાઇક સવાર તેમનો પીછો કરવા લાગ્યો. તેણે ઝડપથી આવીને એક મહિલા ક્રિકેટરને ખોટી રીતે સ્પર્શ કર્યો. આ ઘટનાથી બંને ખેલાડીઓ ડરી ગઈ અને તેમણે તરત જ ઓસ્ટ્રેલિયન ટીમના સિક્યુરિટી મેનેજર ડેની સિમન્સનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો. આ ઘટના બન્યા બાદ, રોડ પર હાજર એક વ્યક્તિએ તેની બાઇકનો નંબર નોંધી લીધો હતો, જ્યારે એક કાર સવારે આ અંગેની સૂચના પોલીસને આપી હતી.
ઓસ્ટ્રેલિયન સિક્યુરિટી મેનેજરે ફરિયાદ નોંધાવી
આ મામલામાં ઓસ્ટ્રેલિયન મહિલા ટીમના સિક્યુરિટી મેનેજર ડેની સિમન્સે ગુરુવારની સાંજે જ એમઆઇઇ`1જી પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. આ પછી પોલીસે તુરંત કાર્યવાહી કરી અને અકીલની ધરપકડ કરી. રોડ પરના સીસીટીવી ફૂટેજના આધારે આ ફરિયાદની તપાસ કરવામાં આવી અને આરોપીને છેડછાડ કરવા, ખોટી રીતે સ્પર્શ કરવા અને પીછો કરવાના ગુનામાં દોષિત ઠેરવવામાં આવ્યો.
સાઉથ આફ્રિકા સામે છેલ્લી લીગ મેચ
ટૂર્નામેન્ટમાં અત્યાર સુધી ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમ પોઇન્ટ ટેબલમાં ટોચના સ્થાને રહી છે. શનિવારે ઇન્દોરમાં, તેઓ સાઉથ આફ્રિકા સામે તેમની છેલ્લી લીગ મેચ રમશે. આ મેચનું પરિણામ નક્કી કરશે કે ઓસ્ટ્રેલિયા સેમિફાઇનલમાં ભારત અથવા ઇંગ્લૅન્ડમાંથી કોની સાથે ટકરાશે. જો ઓસ્ટ્રેલિયા આ મેચ જીતશે, તો તે 29 ઑક્ટોબરે ગુવાહાટીમાં ભારત સામે સેમિફાઇનલ રમશે; જો તે હારશે, તો 30 ઑક્ટોબરે તેની સેમિફાઇનલની ટક્કર ઇંગ્લૅન્ડ સામે થશે.









