Get The App

ટી20 વર્લ્ડકપ: સૌથી મોટા સ્કોર સાથે ઑસ્ટ્રેલિયાએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ, ઇંગ્લેન્ડને ચટાડી ધૂળ

Updated: Jun 9th, 2024

GS TEAM

Google News
Google News
ટી20 વર્લ્ડકપ: સૌથી મોટા સ્કોર સાથે ઑસ્ટ્રેલિયાએ બનાવ્યો ઐતિહાસિક રેકોર્ડ, ઇંગ્લેન્ડને ચટાડી ધૂળ 1 - image

Australia vs England Match T20 World Cup 2024: આઈસીસી ટી20 વર્લ્ડકપમાં કટ્ટર હરીફ ઇંગ્લેન્ડ અને ઑસ્ટ્રેલિયા વચ્ચે 8 જૂનના રોજ બાર્બાડોસમાં મેચ રમાઈ હતી. ઑસ્ટ્રેલિયાએ  ટી20 વર્લ્ડકપ 2024નો સૌથી વધુ સ્કોર કર્યો અને અંગ્રેજી ટીમને 36 રનથી હરાવ્યું. આ મુકાબલામાં ઑસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરીને 201/7 સ્કોર કર્યો. સામેથી ઇંગ્લેન્ડની ટીમ લક્ષ્યથી 36 રન દુર રહી. અને માત્ર 165/6 સ્કોર કરી શકી.

 એક સમયે ઇંગ્લેન્ડની ટીમ મેચ જીતવાની સ્થિતિમાં હતી પરંતુ તેમની વિકેટ એક પછી એક પડવા લાગી અને ઑસ્ટ્રેલિયન ટીમે જીત મેળવી. 'પ્લેયર ઓફ મેચ' એડમ જામ્પા શાનદાર પ્રદર્શન કરતા સતત બે ઓવરમાં બે વિકેટ લઈને ઇંગ્લેન્ડની ટીમેને મોટો ઝટકો આપ્યો હતો. આ બંને વિકેટ ફિલ બોલ્ટ (37 રન,23 બોલ) અને જોસ બટલર (42 રન,28 બોલ)ની હતી. સોલ્ટ અને બટલરે મળીને 43 બોલમાં 73 રનની પાર્ટનરશીપ કરી હતી. આ પછી નિયમિત અંતરે વિકેટો પડતી રહી અને પછી ઈંગ્લેન્ડ લક્ષ્યાંક ચૂકી ગયું. ઈંગ્લેન્ડના મોઈન અલી(25) અને હેરી બ્રુકે(20) દ્વારા મેચમાં સંઘર્ષ કરીને લક્ષ્ય સુધી પહોચવાની કોશિશ કરી પણ તે નિષ્ફળ રહ્યા. ઑસ્ટ્રેલિયા તરફથી  પેટ કમિન્સે 4 ઓવરમાં 23 રન આપીને 2 વિકેટ લીધી. એડમ જંપે 4 ઓવરમાં 28 રન આપીને 2 વેકિત લીધી. જ્યાં માર્કસ સ્ટોઇનિસ અને જોશ હેજલવુડને એક એક વિકેટ મળી હતી.

અગાઉ ઑસ્ટ્રેલિયાએ પહેલા બેટિંગ કરીને 201 રનનો વિશાળ સ્કોર બનાવ્યો હતો. ટ્રેવીસ હેડ(34 રન, 18 બોલ) અને ડેવિડ વોર્નરે(39 રન, 16 બોલ) શાનદાર શરુઆત કરી અને માત્ર પાંચ ઓવેરમાં 70 રન ફટકાર્યા. આ સિવાય મિશેલ માર્શ (35), ગ્લેન મેક્સવેલ (28), માર્કસ સ્ટોઇનિસ (30)એ મહત્ત્વનું યોગદાન આપ્યું હતું. આ સિવાય મિશેલ માર્શ (35), ગ્લેન મેક્સવેલ (28), માર્કસ સ્ટોઇનિસે (30) રન કર્યા હતા. ઈંગ્લેન્ડ તરફથી ક્રિસ જોર્ડને 2 વિકેટ લીધી હતી. જ્યારે મોઈન અલી, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ અને લિયામ લિવિંગસ્ટોનને એક-એક સફળતા મળી હતી.

ટી20 વર્લ્ડ કપ 2024નો સર્વાધિક સ્કોર બન્યો

આ મેચમાં ઑસ્ટ્રેલિયાએ ટી20 વર્લ્ડ કપનો સૌથી વધુ સ્કોર બનાવ્યો હતો. આ વર્લ્ડ કપમાં પહેલીવાર કોઈ ટીમે 200થી વધારે સ્કોર કર્યો છે. અગાઉ ટી20 વર્લ્ડ કપ 2024નો સર્વાધિક સ્કોર અમેરિકાએ કેનેડા સામે કર્યો હતો. કેનેડાએ પહેલી જૂને ડલાસમાં રમાયેલી મેચમાં 194/5 સ્કોર કર્યો હતો અને અમેરિકાએ 14 બોલ બાકી હતા. તે પહેલા 197/3નો સ્કોર કરી વિજય મેળવ્યો હતો.

ટી20 વર્લ્ડ કપ 2024નો રસપ્રદ રેકોર્ડ

આ મેચમાં એક રસપ્રદ રેકોર્ડ પણ બન્યો. બંને ટીમનો કુલ સ્કોર (ઓસ્ટ્રેલિયા અને ઈંગ્લેન્ડ સહિત) 366 રન હતો, પરંતુ કોઈપણ ટીમના ખેલાડી દ્વારા અડધી સદી પણ કરી શકાઈ ન હતી.

ઓસ્ટ્રેલિયાની પ્લેઇંગ ઇલેવન ટીમ: ડેવિડ વાર્નર, ટ્રેવિસ હેડ, મિશેલ માર્શ (કપ્તાન), ગ્લેન મેક્સવેલ, માર્કસ સ્ટોઇનિસ, ટિમ ડેવિડ, મેથ્યુ વેડ (વિકેટ કીપર), પેટ કમિન્સ, મિશેલ સ્ટાર્ક, એડમ જામ્પા, જોશલવુડ

ઇંગ્લેન્ડની પ્લેઇંગ ઇલેવન ટીમ: જોસ બટલર (કપ્તાન-વિકેટ કીપર), ફિલી સાલ્ટ, વિલ જેક્સ, જોની બેયરોસ્ટો, હેરી બ્રુક, મોઇન અલી, લોમ લિવિંગસ્ટોન, ક્રિસ જોર્ડન, જોફ્રા આર્ચર, આદિલ રાશિદ, માર્ક વુડી


Tags :