Get The App

Asian Games 2023 : ભારતે 19મો ગોલ્ડ જીત્યો, વુમન્સ આર્ચરી ટીમે ફાઇનલમાં ચીનને હરાવ્યું

ભારતે અત્યાર સુધી 19 ગોલ્ડ, 31 સિલ્વર અને 32 બ્રોન્ઝ મેડલ જીત્યા છે

Updated: Oct 5th, 2023

GS TEAM

Google News
Google News
Asian Games 2023 : ભારતે 19મો ગોલ્ડ જીત્યો, વુમન્સ આર્ચરી ટીમે ફાઇનલમાં ચીનને હરાવ્યું 1 - image
Image:Twitter

Asian Games 2023 : ચીનના હાંગઝોઉ શહેરમાં એશિયન ગેમ્સ 2023 ચાલી રહી છે. ભારતે એશિયન ગેમ્સમાં અત્યાર સુધી ઐતિહાસિક પ્રદર્શન કર્યું છે. ભારતે અત્યાર સુધી એક જ એશિયન ગેમ્સમાં સૌથી વધુ મેડલ જીતવાનો રેકોર્ડ બનાવ્યો છે. એશિયન ગેમ્સ 2023ના 12માં દિવસ(Asian Games 2023 Day 12 India Won Gold Medal In Archery)નો પ્રથમ ગોલ્ડ મેડલ પોતાના નામે કરી લીધો છે.

ભારતે 19મો ગોલ્ડ મેડલ જીત્યો

એશિયન ગેમ્સ 2023માં ભારતે તેનો 19મો ગોલ્ડ મેડલ જીતી લોધો છે. વુમન્સ આર્ચરીની કમ્પાઉન્ડ ઈવેન્ટમાં જ્યોતિ, અદિતિ અને પ્રણીતની ત્રિપુટીએ ફાઇનલમાં ચાઈનીઝ તાઈપેઈને 229-230થી હરાવી હતી. આ ભારતનો એશિયન ગેમ્સ 2023માં 82મો મેડલ છે. ભારતે અત્યાર સુધી 19 ગોલ્ડ, 31 સિલ્વર અને 32 બ્રોન્ઝ મેડલ જીત્યા છે.

આર્ચરીમાં અદિતિ, જ્યોતિ અને પ્રણીતનું શાનદાર પ્રદર્શન

આર્ચરીમાં અદિતિ, જ્યોતિ અને પ્રણીતે શાનદાર પ્રદર્શન કર્યું હતું. આ ત્રિપુટીએ ક્વાર્ટર ફાઈનલમાં હોંગકોંગને હરાવ્યું હતું. ત્યારબાદ સેમિફાઈનલમાં ઇન્ડોનેશિયાની ત્રિપુટીને હરાવી ફાઈનલમાં સ્થાન મેળવ્યો હતો. ફાઈનલમાં ચીનને 229-230થી હરાવીને ઐતિહાસિક જીત મેળવી હતી.

Asian Games 2023 : ભારતે 19મો ગોલ્ડ જીત્યો, વુમન્સ આર્ચરી ટીમે ફાઇનલમાં ચીનને હરાવ્યું 2 - image

Tags :