Get The App

ભારતીય હોકી ટીમે પાકિસ્તાન સામે ૩-૧થી વિજય મેળવ્યો

- એશિયન ચેમ્પિયન્સ ટ્રોફી : ભારતીય ટીમ સતત બીજી જીત સાથે ટોચ પર

- ભારતે એશિયન ગેમ્સની બ્રોન્ઝ મેડલ મેચમાં પણ પાકિસ્તાનને હરાવ્યું હતુ

Updated: Oct 21st, 2018

GS TEAM

Google News
Google News
ભારતીય હોકી ટીમે પાકિસ્તાન સામે ૩-૧થી વિજય મેળવ્યો 1 - image

મસ્કત (ઓમાન),તા.૨૧

ભારતીય મેન્સ હોકી ટીમે શાનદાર દેખાવ સાથે પરંપરાગત હરિફ પાકિસ્તાન પર પ્રભુત્વ જાળવી રાખતાં એશિયન ચેમ્પિયન્સ ટ્રોફીની લીગ મેચમાં ૩-૧થી ભવ્ય વિજય મેળવ્યો હતો. 

કેપ્ટન મનપ્રીત સિંઘની આગેવાની હેઠળની ટીમે જાનદાર પર્ફોમન્સ આપતાં ટુર્નામેન્ટમાં સતત બીજી જીતી મેળવી હતી. અગાઉ ભારતે યજમાન ઓમાનને ૧૧-૦થી પરાજય આપ્યો હતો. 

વર્લ્ડ રેન્કિંગમાં ૧૩મું સ્થાન ધરાવતા પાકિસ્તાને પહેલી જ મિનિટમાં ભારતને આંચકો આપતાં ગોલ ફટકારીને સરસાઈ મેળવી લીધી હતી.

જોકે એશિયાની નંબર વન અને વિશ્વમાં પાંચમો ક્રમાંક ધરાવતા ભારત તરફથી કેપ્ટન મનપ્રીત સિંઘે ક્લાસિક ફિલ્ડ ગોલને સહારે ટીમને બરોબરી અપાવી હતી.

આ પછી ભારતે મનપ્રીત સિંઘ અને દિલપ્રિત સિંઘના ગોલને સહારે ૩-૧થી સરસાઈ મેળવતા પાકિસ્તાનનો પરાજય સુનિશ્ચિત કર્યો હતો. 

ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લે ૨૦૧૬ની જકાર્તા એશિયન ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ માટે મુકાબલો ખેલાયો હતો, જેમાં ભારત વિજેતા બન્યું હતુ. ભારતની ટક્કર હવે એશિયન ચેમ્પિયન જાપાન સામે થશે.