BCCIએ શરૂ કરી તૈયારી : ભારતીય ટીમ પાકિસ્તાન જઈને રમશે મેચ
નવી દિલ્હી,તા. 14 ઓક્ટોબર 2022, શુક્રવાર
2027 સુધી ભારત-પાક વચ્ચે કોઈ મેચ ન રમાવાની અટકળો વચ્ચે BCCIના સૂત્રો પાસેથી મળતી માહિતી પ્રમાણે ભારત-પાકિસ્તાન વચ્ચે ટૂંક સમયમાં મેચ રમાવા જઈ રહી છે અને તે પણ પાકિસ્તાનમાં.
એશિયા કપ 2023નું આયોજન પાકિસ્તાન દ્વારા કરવામાં આવનાર છે. BCCI એ ટુર્નામેન્ટમાં માટે એક ટીમ પાકિસ્તાન મોકલવા માટે તૈયાર છે. પરંતુ સરકારની મંજૂરી પછી અંતિમ નિર્ણય લેવામાં આવશે.
બોર્ડે આગામી વાર્ષિક સામાન્ય સભા પહેલા તમામ રાજ્ય સંગઠનોને પત્ર મોકલ્યો છે. પાકિસ્તાન 2023માં 50 ઓવરના એશિયા કપની યજમાની કરવાની છે. અને તે પછી 50 ઓવરનો વર્લ્ડ કપ ભારતમાં યોજાશે.
BCCIની વાર્ષિક સામાન્ય સભા પણ 18 ઓક્ટોબરે યોજાવવાની છે. ભારત અને પાકિસ્તાને 2012-13થી બિલાટ્રેલ સિરિઝ રમી નથી જ્યારે પાકિસ્તાને ત્રણ T20I અને ODI મેચ માટે ભારતનો પ્રવાસ કર્યો હતો. ત્યારથી, બંને ટીમો બિલાટ્રેલ સિરિઝ રમી નથી અને ટીમો ફક્ત વિશ્વ કપ અથવા એશિયા કપમાં જ રમે છે.
ભારતે છેલ્લે 2005-06માં રાહુલ દ્રવિડના નેતૃત્વમાં પાકિસ્તાનનો પ્રવાસ કર્યો હતો. તે પ્રવાસમાં ટીમોએ ત્રણ ટેસ્ટ અને પાંચ વનડે રમી હતી.