ફેન્સ માટે મોટી ખુશખબર, એશિયા કપમાં દર્શકોને મળશે ફ્રી એન્ટ્રી
Asia Cup Hockey: હોકી ઈન્ડિયાએ ગુરુવારે જાહેરાત કરી કે 29 ઓગસ્ટથી શરૂ થનારી એશિયા કપમાં દર્શકોને મેચ જોવા નિશુલ્ક પ્રવેશ મળશે. હોકી ઈન્ડિયાએ એક જાહેરાતના જણાવ્યું કે દર્શકો www.ticketgenie.in અથવા હોકીની ડિજિટલ વેબ સાઇટ પરથી નિ:શુલ્ક ટિકિટ મેળવી શકે છે. અહીં ટિકિટ મેળવવાની સંપૂર્ણ પ્રોસેસ પત્યા પછી દર્શકોને નિ:શુલ્ક ટિકિટ મળી શકશે.
આઠ ટીમો ભાગ લેશે
હોકી પુરુષ એશિયા કપમાં આઠ ટીમ ભાગ લેશે. જેમાં ભારત, જાપાન, ચીન, કઝાકિસ્તાન, મલેશિયા, કોરિયા, બાંગ્લાદેશ અને ચીનના ખેલાડીઓ ભાગ લેશે. આ મેચ 2026માં નેધરલેન્ડ અને બેલ્જિયમમાં થનાર વિશ્વકપના ક્વોલિફાઇર ટુર્નામેન્ટ પણ છે. ભારતને પૂલ Aમાં જાપાન અને ચીન સાથે રાખવામાં આવ્યું છે. ભારતની મેચ 29 ઓગસ્ટથી ચીન સાથે છે, 31 તારીખે જાપાન સાથે અને એક સપ્ટેમ્બરે કઝાકિસ્તાનની સાથે છે.
2017માં જીત્યું હતું ટાઇટલ
ઓલિમ્પિકમાં બ્રોન્ઝ મેડલ વિજેતા અને એશિયાની નંબર એક ટીમ ભારતે છેલ્લીવાર 2017માં ઢાકામાં એશિયા કપનું ટાઇટલ જીત્યું હતું. તે દરમિયાન ભારતે ફાઇનલમાં મલેશિયાને 2-1થી માત આપી હતી. ભારતીય ટીમે 2022માં જકાર્તામાં રમાયેલી એશિયા કપમાં દક્ષિણ કોરિયા અને મલેશિયાને 2-1થી માત આપી હતી. ભારતીય ટીમ 2022માં જકાર્તામાં રમાયેલી એશિયા કપમાં દક્ષિણ કોરિયા અને મલેશિયા પછી ત્રીજા નંબરના સ્થાને છે.
ટ્રોફીનું અનાવરણ થયું હતું
રમતગમત મંત્રી મનસુખ માંડવિયાએ એશિયા કપ 2025 ટ્રોફીનું અનાવરણ કર્યું હતું. આ સાથે ટૂર્નામેન્ટની તૈયારીઓ પણ શરૂ થઈ ગઈ. એશિયા કપ ટ્રોફીના અનાવરણ અવસરે ત્રણ વખતના ઓલિમ્પિક પદક વિજેતા હરબિંદર સિંહ અને પૂર્વ ખેલાડી અશોક ધ્યાનચંદ પણ ઉપસ્થિત રહ્યા હતા.