Sports

એશિયા કપની T20માં કઈ ટીમનું કેવું રહ્યું પ્રદર્શન? ભારતીય ટીમ દમદાર તો હોંગકોંગને જીતની આશા

By GS TEAM
9 Sep 20252 mins read
TukuTouch Logo
એશિયા કપની મંગળવારથી શરૂઆત થઈ ગઈ છે. વર્ષ 2026માં T20 વર્લ્ડકપનું આયોજન થવાનું હોવાથી, તેની તૈયારી માટે એશિયા કપ 2025 પણ T20 ફોર્મેટમાં યોજાવા જઇ રહી છે.

Summarized by AI; it may make mistakes. Check important info

એશિયા કપની T20માં કઈ ટીમનું કેવું રહ્યું પ્રદર્શન? ભારતીય ટીમ દમદાર તો હોંગકોંગને જીતની આશા

Image source: IANS 

Asia Cup 2025: એશિયા કપની મંગળવારથી શરૂઆત થઈ ગઈ છે. વર્ષ 2026માં T20 વર્લ્ડકપનું આયોજન થવાનું હોવાથી, તેની તૈયારી માટે એશિયા કપ 2025 પણ T20 ફોર્મેટમાં યોજાવા જઇ રહી છે. આ ટુર્નામેન્ટમાં 8 ટીમ ભાગ લેશે. અત્યાર સુધી એશિયા કપ T20 ફોર્મેટમાં આ આઠ ટીમોનું પ્રદર્શન કેવું રહ્યું છે, ચાલો જાણીએ...

ટીમ ઈન્ડિયા

એશિયા કપના ઇતિહાસમાં એક નજર કરીએ તો ભારતીય ટીમનું એશિયા કપમાં ખૂબ જ શાનદાર પ્રદર્શન રહ્યું છે. અગાઉ આ ટુર્નામેન્ટમાં T20માં 10 મેચ રમી છે. અને તેમાંથી 8 મેચમાં ભારતને જીત મળી છે અને બે મેચમાં હાર મળી છે. એટલે ભારત આ ટુર્નામેન્ટ જીતે તેવી 80 ટકા સંભાવના છે.   

શ્રીલંકા 

ભારત પછી શ્રીલંકા એશિયા કપના T20 ફોર્મેટમાં મેચ જીતવાની દ્રષ્ટિએ બીજા ક્રમની સૌથી સફળ ટીમ છે. તેણે આ ટુર્નામેન્ટમાં 10 T20 મેચ રમી છે, જેમાં 6 જીતી છે અને 4 હારનો સામનો કરવો પડ્યો છે. શ્રીલંકા આ ટુર્નામેન્ટ જીતે તેવી 60 ટકા સંભાવના છે.

પાકિસ્તાન 

એશિયા કપ T20  ફોર્મેટમાં ત્રીજી સૌથી સફળ ટીમ છે. આ ટુર્નામેન્ટમાં પાકિસ્તાને 10 T20 મેચ રમી છે, તેમાથી 5 મેચમાં જીત મેળવી છે. પાકિસ્તાન આ ટુર્નામેન્ટ જીતે તેવી 50 ટકા સંભાવના છે

અફઘાનિસ્તાન

એશિયા કપમાં અફઘાનિસ્તાન ટીમ 'ડાર્ક હોર્સ' સાબિત થઈ શકે છે. આ ટુર્નામેન્ટના T20 ફોર્મેટમાં તેનું પ્રદર્શન બાંગ્લાદેશ કરતા સારું રહ્યું છે. તેણે 8 મેચ રમી છે જેમાં તેણે 4 જીતી છે અને 4 હારી છે. અફઘાનિસ્તાન આ ટુર્નામેન્ટ જીતે તેવી 50 ટકા સંભાવના છે

બાંગ્લાદેશ

આ વખતે બાંગ્લાદેશ એશિયા કપના T20 ફોર્મેટમાં 7 મેચ રમી છે,તેમાંથી 3 મેચ જીતી છે અને 4 હારી છે. બાંગ્લાદેશ આ ટુર્નામેન્ટ જીતે તેવી 42.85 ટકા સંભાવના છે

UAE

UAE ટીમે અગાઉ એશિયા કપમાં 7 T20 મેચ રમી છે. તેણે તેમાંથી 3 મેચ જીતી છે અને 4 મેચ હારી છે. UAE આ ટુર્નામેન્ટ જીતે તેવી 42.85 ટકા સંભાવના છે

ઓમાન

ઓમાન 3 માંથી 1 મેચ જીતી છે અને 2 મેચ હારી છે. ઓમાન આ ટુર્નામેન્ટ જીતે તેવી 33.33 ટકા સંભાવના છે

હોંગકોંગ

હોંગકોંગ એશિયા કપ 2025 પહેલા આ ટુર્નામેન્ટમાં 5 T20 મેચ રમી છે. તેને બધી મેચોમાં હારનો સામનો કરવો પડ્યો હતો. એશિયા કપ 2025માં પણ  હોંગકોંગની પહેલી મેચ અફઘાનિસ્તાન સામે થઈ રહી છે.