Get The App

Asia Cup 2025: સૂર્યકુમારની કેપ્ટનશીપ અને ફિટનેસ પર મોટી અપડેટ, BCCIએ જાહેર કર્યો વીડિયો

Updated: Aug 26th, 2025

GS TEAM

Google News
Google News
Asia Cup 2025: સૂર્યકુમારની કેપ્ટનશીપ અને ફિટનેસ પર મોટી અપડેટ, BCCIએ જાહેર કર્યો વીડિયો 1 - image
Image source: IANS 

Asia Cup 2025, Suryakumar Yadav: એશિયા કપ 2025ની ઉલટી ગણતરી શરૂ થઈ ગઈ છે અને આ વખતે ટીમ ઈન્ડિયાના કેપ્ટનની જવાબદારી સુર્યકુમાર યાદવને સોંપવામાં આવી છે. ત્યારે ભારતીય ટેસ્ટ ટીમના કેપ્ટન શુભમન ગિલને વાઇસ કેપ્ટનની જવાબદારી સોંપવામાં આવી છે. BCCI ટીમના કેપ્ટનની પસંદગી પણ ભવિષ્યની મેચોના આધારે કરી છે. જણાવી દઇએ કે ટુર્નામેન્ટની શરૂઆત 10 સપ્ટેમ્બરથી UAE થી શરૂ થશે, જ્યારે 14 સપ્ટેમ્બરે દુબઈ હાઇ-વૉલ્ટેજ ભારત-પાકિસ્તાની મેચ રમાશે. સૂર્યા તેની ફિટનેસ અને કેપ્ટનશિપ બંને પર ફોકસ કરી ચૂક્યો છે અને ચાહકોને આશા છે કે તેના આક્રમક વિચાર ટીમ ઈન્ડિયાને એશિયા કપની ટ્રોફી જીતવી આપશે.

ભારતની પહેલી મેચ

એશિયા કપ 2025માં ભારતની પહેલી મેચ 10 સપ્ટેમ્બરે UAEની ટીમ સામે રમશે. ત્યારબાદ ભારતની બીજી મેચ 14 સપ્ટેમ્બરે પાકિસ્તાનની સામે રમાશે અને ભારતની છેલ્લી મેચ અબુ ધાબીમાં ઓમાનની ટીમ સામે રમાશે. ચાહકોને આશા છે કે ટીમ ઈન્ડિયા દમદાર પ્રદર્શન કરી સુપર 4માં જગ્યા બનાવશે.  

ફિટનેસ પર સૂર્યાનું ફોકસ 

એશિયા કપ પહેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવ તેની ફિતનેસ પર પૂરું ધ્યાન આપી રહ્યો છે. હર્નિયાની સર્જરી પછી સૂર્યા બેંગલુરુમાં BCCI ના સેન્ટર ઑફ એક્સીલેંસમાં છેલ્લા છ અઠવાડિયાથી રિહેબ અને તાલીમ આપી રહ્યો છે. સૂર્યાએ જણાવ્યું કે શરૂઆતમાં તેને હલકા વર્કઆઉટ આપવામાં આવ્યા અને ધીમે-ધીમે ભારે કસરત કરવામાં આપી. તે દરમિયાન BCCIના ટ્રેનર્સ અને સપોર્ટ સ્ટાફ પાસેથી ઘણી મદદ મળી છે. તેણે કહ્યું કે, હવે તે પહેલા કરતાં ખૂબ સારૂ અનુભવી રહ્યો છે અને પૂર્ણ રીતે તૈયાર છે. સૂર્યાની ફિટનેસ ટીમ ઈન્ડિયા માટે ખૂબ જ મહત્ત્વની રહેવાની છે, કારણકે તે કેપ્ટન હોવાની સાથે મિડલ ઓર્ડરના મહત્ત્વપૂર્ણ બેટર છે.  

સુપર 4 અને ફાઇનલની રોમાંચક ટક્કર  

ગ્રુપ મેચો પછી ટૂર્નામેન્ટ સુપર 4માં પ્રવેશ કરશે, જે 20થી 26 સપ્ટેમ્બર સુધી રમાશે. દરેક ગ્રુપમાં બે ટોચની ટીમો ક્વોલિફાય કરશે. જો ભારત પોતાના ગ્રુપમાં ટોચ પર રહે, તો તેના બધા સુપર 4 મેચ દુબઈમાં રમાશે. જ્યારે બીજા સ્થાન પર રહેવા પર ભારતને એક મેચ અબુ ધાબીમાં અને બાકીની બે દુબઈમાં રમવી પડશે. 28 સપ્ટેમ્બરે દુબઈમાં એશિયા કપ 2025ની ફાઇનલ મેચ.


Tags :