એશિયા કપ: ભારતીય ટીમનો વિજય રથ યથાવત્, સુપર ઓવરમાં શ્રીલંકાને હરાવ્યું
IND vs SL: એશિયા કપ 2025માં શુક્રવારે (26 સપ્ટેમ્બર) રમાયેલી સુપર-4ની અંતિમ મેચમાં ભારતે શ્રીલંકાને હરાવ્યું છે. દુબઈના ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચ ડ્રો થઈ હતી. ત્યારબાદ સુપર ઓવરમાં પરિણામ આવ્યું છે. આ મેચમાં ભારતીય ટીમે 5 વિકેટના નુકસાન પર 202 રન બનાવ્યા હતા અને શ્રીલંકાને જીત માટે 203 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જેના જવાબમાં શ્રીલંકાએ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 202 રન બનાવી લીધા હતા. જેના કારણે આ મેચ સુપર ઓવરમાં ગઈ હતી. સુપર ઓવરમાં ભારતીય ટીમે જીત મેળવી છે.
સુપર ઓવરમાં શ્રીલંકાએ 2 વિકેટના નુકસાન પર 2 રન બનાવ્યા હતા. જેના જવાબમાં ભારતે સુપર ઓવરના પહેલા બોલ પર જ 3 રન બનાવીને જીત હાંસલ કરી છે. જણાવી દઈએ કે, અર્શદીપ સિંહે બે વિકેટ ઝડપી હતી.
T20માં હેડ-ટુ-હેડ રેકોર્ડ
T20 ઈન્ટરનેશનલમાં ભારત અને શ્રીલંકા કુલ 32 વખત એકબીજા સામે આવ્યા છે. ટીમ ઈન્ડિયા 21 વખત જીતી છે, જ્યારે શ્રીલંકા નવ વખત વિજયી બન્યું છે. તેમની એક T20I મેચ ડ્રો રહી હતી.
ભારતે પહેલા બેટિંગ કરી હતી
શ્રીલંકાએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો. ગ્રુપ સ્ટેજની આ અંતિમ મેચમાં ભારતે પ્રથમ બેટિંગ કરી. ભારતીય ટીમે જસપ્રીત બુમરાહ અને શિવમ દુબેને આરામ આપ્યો છે, તેમના સ્થાને અર્શદીપ સિંહ અને હર્ષિત રાણાને ટીમમાં સામેલ કર્યા છે. શ્રીલંકાએ પણ તેના પ્લેઇંગ ઇલેવનમાં એક ફેરફાર કર્યો હતો.
ભારતની પ્લેઈંગ ઈલેવન: અભિષેક શર્મા, શુભમન ગિલ, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, હર્ષિત રાણા, કુલદીપ યાદવ, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી
શ્રીલંકાની પ્લેઈંગ ઈલેવન: પથુમ નિસાન્કા, કુસલ મેન્ડિસ, કુસલ પરેરા, ચારિથ અસલંકા (કેપ્ટન), કામિન્દુ મેન્ડિસ, દાસુન શનાકા, વાનિન્દુ હસરાંગા, જેનિથ લિયાનાગે, દુષ્મંથા ચમીરા, મહીશ થીક્ષાના, નુવાન તુશારા