એશિયા કપ-2025માં અભિષેક શર્માનો દબદબો, છ ઈનિંગમાં 3 અડધી સદી સાથે કુલ 314 રન નોંધાવ્યા
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Asia Cup-2025, India vs Pakistan Final Match, Highest Runs : એશિયા કપ-2025ની ફાઈનલ મેચમાં ભારતીય ટીમે શાનદાર પ્રદર્શન કરીને ટાઈટલ પોતાના નામે કર્યું છે. 28 સપ્ટેમ્બરના રોજ રમાયેલી ફાઇનલમાં ભારતે કટ્ટર હરીફ પાકિસ્તાનને 5 વિકેટે હરાવીને એશિયા કપનો ખિતાબ જીત્યો હતો. આ સાથે એશિયા કપ-2025માં અભિષેક શર્માનો દબદબો જોવા મળ્યો છે. અભિષેકે એશિયા કપમાં કુલ 6 ઈનિંગમાં ત્રણ અડદી સદી ફટકારીને સૌથી વધુ 314 રન નોંધાવ્યા છે.
સૌથી વધુ રન મામલે અભિષેક શર્મા નંબર-1
એશિયા કપ 2025માં ભારતના યુવા ઓપનર અભિષેક શર્મા (Abhishek Sharma)એ બેટિંગમાં જબરદસ્ત પ્રદર્શન કરીને સૌથી વધુ રન બનાવનાર ખેલાડીનું સ્થાન મેળવ્યું છે. છ ઇનિંગ્સમાં ત્રણ વિસ્ફોટક અડધી સદી ફટકારીને અભિષેક શર્માએ કુલ 314 રન બનાવ્યા હતા. આ પ્રદર્શન સાથે તેણે એક જ ટી20 એશિયા કપની શ્રેણીમાં સૌથી વધુ રન બનાવવાનો નવો રેકોર્ડ બનાવ્યો છે.
શ્રીલંકન ખેલાડી બીજા ક્રમે
શ્રીલંકાના ઓપનર પાથુમ નિસાન્કા પણ રનના મામલે બીજા ક્રમે રહ્યા હતા, જેમણે 6 ઇનિંગ્સમાં એક શાનદાર સદી (107 રન) સહિત 261 રન બનાવ્યા હતા. નિસાન્કાએ 160.12ના સારા સ્ટ્રાઇક રેટથી બેટિંગ કરી હતી, જેમાં 75નો તેનો સર્વોચ્ચ સ્કોર હતો અને તેની સરેરાશ 44.85 રહી હતી. આ યાદીમાં બીજા ક્રમે શ્રીલંકાનો પાથુમ નિસાન્કા રહ્યો, જેણે 261 રન ફટકાર્યા હતા અને તેમાં તેનો 107 રનનો શાનદાર સદીનો સ્કોર પણ સામેલ છે. પાકિસ્તાનના સાહિબઝાદા ફરહાને 7 ઇનિંગ્સમાં 217 રન બનાવ્યા હતા, જ્યારે ભારતનો યુવા બેટ્સમેન તિલક વર્મા 6 ઇનિંગ્સમાં 71.00ની પ્રભાવશાળી સરેરાશ સાથે 213 રન બનાવીને ચોથા સ્થાને રહ્યો હતો, જેમાં તેનો અણનમ 69 રનનો સર્વોચ્ચ સ્કોર હતો. પાકિસ્તાનના અનુભવી બેટ્સમેન ફખર ઝમાને પણ 7 ઇનિંગ્સમાં 181 રનનું યોગદાન આપ્યું હતું.
ભારત ચેમ્પિયન, પાકિસ્તાનને રગદોડ્યું
ફાઇનલ મેચમાં ભારતીય સ્પિનર કુલદીપ યાદવનું પ્રદર્શન જોરદાર રહ્યું હતું, જેમણે 4 વિકેટ ઝડપીને પાકિસ્તાનની બેટિંગ લાઇન-અપને વેરવિખેર કરી દીધી હતી. તેના આ પ્રદર્શનને કારણે પાકિસ્તાનની ટીમ 19.1 ઓવરમાં માત્ર 146 રન બનાવી શકી હતી. વરુણ ચક્રવર્તી અને અક્ષર પટેલે બે-બે વિકેટ ઝડપી હતી. 147 રનના લક્ષ્યાંકનો પીછો કરતા ભારતે શરૂઆતમાં જ 3 વિકેટ ગુમાવી દીધી હતી, પરંતુ તિલક વર્મા (અણનમ 69) અને શિવમ દુબે (33) વચ્ચેની મહત્વપૂર્ણ ભાગીદારીએ ટીમને જીત તરફ દોરી હતી. ભારતે આ લક્ષ્યાંક 19.4 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને હાંસલ કર્યો હતો.
આ પણ વાંચો : નહીં સુધરે પાકિસ્તાન ! PCBએ અર્શદીપ સિંહ વિરુદ્ધ ICCમાં કરી ફરિયાદ








