એશિયા કપમાં પાકિસ્તાનની ફરી કારમી હાર, ભારતે 6 વિકેટથી જીત્યું, ગિલ-અભિષેકે કરી કમાલ
Asia Cup IND vs PAK Match: એશિયા 2025ના સુપર ફોર રાઉન્ડમાં રવિવારે (21 સપ્ટેમ્બર, 2025) દુબઈના ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં ભારત અને પાકિસ્તાન વચ્ચે મેચ રમાઈ હતી. આ મેચમાં ભારતે પાકિસ્તાનને 6 વિકેટથી હરાવીને ભવ્ય જીત હાંસલ કરી છે. મેચમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ કરવાનો નિર્ણય લીધો હતો અને પાકિસ્તાનને બેટિંગ આપી હતી. જ્યારે પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 171 રન બનાવ્યા હતા અને પાકિસ્તાને ભારતને 172 રનનો ટાર્ગેટ આપ્યો હતો. ત્યારે ભારતે 18.5 ઓવરમાં 4 વિકેટના નુકસાનથી 174 રન બનાવીને જીત મેળવી છે.
અભિષેક શર્માએ 39 બોલમાં 74 રનોની તોફાની ઈનિંગ રમી હતી. ગિલ ફિફ્ટી ચૂકી ગયો. તે 47 રન બનાવીને આઉટ થયો. પરંતુ બંને વચ્ચે સેન્ચૂરી પાર્ટનરશીપ થઈ. આ મેચમાં પાકિસ્તાનની ટીમના બેટિંગ કરી રહી હતી ત્યારે ભારતીય ટીમની ખરાબ ફિલ્ડિંગ જોવા મળી અને 4 સરળ કેચ ભારતીય ફીલ્ડર્સે છોડ્યા. બુમરહાે 4 ઓવરમાં 45 રન આપ્યા. આ મેચ માટે બુમરાહ અને વરૂણ ચક્રવર્તીની વાપસી થઈ હતી. અર્શદીપ અને હર્ષિત રાણા બહાર થયા હતા.
ભારતની ઈનિંગ
ભારતની ચોથી વિકેટ પડી
અભિષેક શર્મા બાદ સંજુ સેમસન 13 રન બનાવીને આઉટ થયો છે.
ભારતની ત્રીજી વિકેટ પડી
તોફાની બેટિંગ કરનાર અભિષેક શર્મા 74 રન બનાવીને આઉટ થયો છે.
ભારતની બીજી વિકેટ પડી
શુભમન ગિલ બાદ ક્રીઝ પર આવેલા કેપ્ટન સૂર્યકુમાર યાદવ શૂન્ય પર આઉટ થયો.
ભારતની પહેલી વિકેટ પડી
9.5 ઓવરમાં 105 રન પર ભારતની પહેલી વિકેટ પડી છે. શુભમન ગિલ 28 બોલમાં 47 રન બનાવીને આઉટ થયો. ગિલને ફહીમ અશરફે બોલ્ડ આઉટ કર્યો. ભારતને જીત માટે 60 બોલમાં માત્ર 67 રન બનાવવાના છે.
અભિષેક શર્માએ અડધી સદી ફટકારી
અભિષેક શર્માએ માત્ર 24 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી. 8.4 ઓવર બાદ ભારતનો સ્કોર કોઈ વિકેટ ન ગુમાવી 100 રન છે. સેમ અયુબે આઠમી ઓવરમાં 11 રન આપ્યા. અભિષેક શર્મા 25 બોલમાં 53 રન બનાવ્યા છે. શુભમન ગિલ 23 બોલમાં 42 રન બનાવ્યા છે.
ભારતનો સ્કોર 50ને પાર
5 ઓવર બાદ ભારતનો સ્કોર વગર કોઈ વિકેટે 55 રન છે. હારિસ રઉફે 12 રન આપ્યા. અભિષેક શર્મા 16 બોલમાં 28 રન પર છે. તેઓ બે ચોગ્ગા અને બે છગ્ગા લાગી ચૂક્યા છે. શુભમન ગિલ 14 બોલમાં 27 રન પર છે. તેમના બેટથી 5 ચોગ્ગા આવ્યા છે.પાકિસ્તાનની ઈનિંગ
પાકિસ્તાને ભારતને આપ્યો 172 રનનો ટાર્ગેટ
એશિયા કપ 2025ની સુપર ફોરમાં ભારતે ટોસ જીતીને પહેલા બોલિંગ લીધી હતી. જ્યારે પાકિસ્તાને પહેલા બેટિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટના નુકસાન પર 171 રન બનાવ્યા છે. પાકિસ્તાને ભારતને 172 રનનો ટાર્ગેટ આપ્યો છે. શિવમ દુબેને 2 વિકેટ મળી, જ્યારે બુમરાહ અને ચક્રવર્તીને એકપણ વિકેટ ના મળી.
પાકિસ્તાનની ઈનિંગ
ટીમ ઈન્ડિયાને મળી પાંચમી સફળતા, મોહમ્મદ નવાઝ 21 રન બનાવીને આઉટ
ટીમ ઈન્ડિયાને મળી ચોથી સફળતા, સાહિબઝાદા ફરહાન 58 રને આઉટ
ટીમ ઈન્ડિયાને મળી ત્રીજી સફળતા, હુસૈન તલત 10 રન બનાવીને આઉટ
ટીમ ઈન્ડિયાને મળી બીજી સફળતા, સૈમ અયૂબ 21 રને થયો આઉટ
ભારતીય ટીમે ત્રણ કેચ છોડ્યા
ભારતીય ટીમે શરૂઆત 5 ઓવરમાં 2 સરળ કેચ છોડ્યા છે. 5મી ઓવરમાં કુલદીપ યાદવથી ભૂલ થઈ. તેમણે સૈમ અયૂબને મોકો આપ્યો. વરૂણ ચક્રવર્તીના બોલ પર અયૂબે હવામાં શોટ રમ્યો. શોર્ટ થર્ડ મેન પર કુલદીપના હાથમાં ગયા બાદ નીચે પડી ગયો.
ઝડપથી રન બનાવી રહ્યા છે પાકિસ્તાની બેટર, 100ની નજીક સ્કોર
પાકિસ્તાની બેટર ઝડપથી રન બનાવી રહ્યા છે. 9મી ઓવરમાં કુલદીપ યાદવ પર બે સિક્સર ફટકારી. 9 ઓવર બાદ પાકિસ્તાનનો સ્કોર એક વિકેટ પર 83 રન છે. સાહિબઝાદા ફરહાન અને સૈમ અયૂબ બંને ક્રીઝ પર છે.
ટીમ ઈન્ડિયાને મળી પહેલી સફળતા, ફખર ઝમાન આઉટ
હાર્દિકે પાકિસ્તાનને આપ્યો પહેલો ઝટકો, ફખર ઝમાનને મોકલ્યો પેવેલિયન, ફખર 9 બોલમાં 15 રન બનાવીને આઉટ
સૂર્યાએ ટોસ વખતે શું કહ્યું?
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ફરી એકવાર ટોસ દરમિયાન પાકિસ્તાની કેપ્ટન સલમાન અલી આગા સાથે હાથ મિલાવવાનો ઇનકાર કર્યો. ટોસ જીત્યા પછી, તેમણે કહ્યું, 'અમે પહેલા બોલિંગ કરીશું. સારી વિકેટ લાગી રહી છે, અને ગઈકાલે ઝાકળ પણ પડી હતી. પહેલા રાઉન્ડથી અમે વિચારી રહ્યા હતા કે અમે નોકઆઉટ ટુર્નામેન્ટ રમી રહ્યા છીએ, હજુ પણ કંઈ બદલાયું નથી. અબુ ધાબીમાં વિકેટ સંપૂર્ણપણે અલગ હતી. આ એક સામાન્ય મેચ જેવી જ છે.'
સલમાને શું કહ્યું?
બીજી બાજુ, પાકિસ્તાનના કેપ્ટન સલમાન અલી આગાએ કહ્યું, 'અમે પણ પહેલા બોલિંગ કરી હોત. આ એક નવી મેચ છે, એક નવો પડકાર છે. વાતાવરણ સંપૂર્ણપણે સામાન્ય છે. પિચ ધીમી લાગે છે. હું બેટ અને બોલ બંનેથી સારી શરૂઆત કરવા માગુ છું.'
ભારતે જીત્યો ટોસ
ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ટોસ જીતીને પહેલા બોલિંગનો નિર્ણય લીધો છે. પાકિસ્તાનની ટીમ પહેલા બેટિંગ કરવા ઉતરશે. ટીમ ઈન્ડિયામાં જસપ્રીત બુમરાહ અને વરૂણ ચક્રવર્તીની વાપસી થઈ છે. ત્યારે પાકિસ્તાને પણ ટીમમાં 2 ફેરફાર કર્યા છે.
ભારતની પ્લેઈંગ ઈલેવન
શુભમન ગિલ, અભિષેક શર્મા, સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), તિલક વર્મા, સંજુ સેમસન (વિકેટકીપર), શિવમ દુબે, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, વરુણ ચક્રવર્તી અને જસપ્રીત બુમરાહ.
પાકિસ્તાનની પ્લેઇંગ ઇલેવન
સાહિબઝાદા ફરહાન, સૈમ અયુબ, મોહમ્મદ હારિસ (વિકેટકીપર), ફખર ઝમાન, હુસૈન તલટ, સલમાન અલી આગા (કેપ્ટન), મોહમ્મદ નવાઝ, ફહીમ અશરફ, અબરાર અહેમદ, હારિસ રઉફ અને શાહીન શાહ આફ્રિદી.
ભારત-પાકિસ્તાન મેચ મફતમાં કેવી રીતે જોવી?
એશિયા કપ 2025 માટે બ્રોડકાસ્ટ પાર્ટનર સોની સ્પોર્ટ્સ નેટવર્ક છે. તમે સોની સ્પોર્ટ્સ 1, સોની સ્પોર્ટ્સ 3 (હિન્દી), સોની સ્પોર્ટ્સ 4 અને સોની સ્પોર્ટ્સ 5 પર ટીવી પર મેચ લાઇવ જોઈ શકો છો. મોબાઇલ દર્શકો સોની લિવ એપ પર મેચનો આનંદ માણી શકે છે. જો કે, આ બંને મફત નથી. તમે DD ફ્રી ડિશ પર ભારત-પાકિસ્તાન મેચ મફતમાં જોઈ શકો છો. CRICFy ટીવી એપ પ્લે સ્ટોર પર પણ ઉપલબ્ધ છે. આ એપ એશિયા કપ 2025 મેચોનું લાઇવ સ્ટ્રીમિંગ કરી રહી છે અને તેને સબ્સ્ક્રિપ્શનની જરૂર નથી. જો કે, પહેલા તમારે આ એપની સંપૂર્ણ તપાસ કરી લેવી.