Get The App

IND vs PAK:પાકિસ્તાન સામે 47મી સદી ફટકારનાર ‘કિંગ કોહલી’એ તોડ્યો સચિનનો રેકોર્ડ

કોહલી વનડે ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 13 હજાર રન પુરા કરનારો બેટ્સમેન

સચિને પણ પાકિસ્તાન સામે જ પુરા કર્યા હતા 13 હજાર રન

Updated: Sep 11th, 2023

GS TEAM


Google News
Google News
IND vs PAK:પાકિસ્તાન સામે 47મી સદી ફટકારનાર ‘કિંગ કોહલી’એ તોડ્યો સચિનનો રેકોર્ડ 1 - image
Image Twitter BCCI

તા. 11 સપ્ટેમ્બર 2023, સોમવાર 

એશિયા કપ 2023ના સુપર 4 માં ભારતીય ટીમનો પાકિસ્તાનની ટીમ સામે મુકાબલો થયો હતો. કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં વિરાટ કોહલીનો રુઆબ જોવા મળ્યો. કોહલીએ પોતાના ઈન્ટરનેશનલ કરિયરની 77મી તથા વનડે ઈન્ટરનેશનલની આ 47માં સદી પુરી કરી. કોહલીએ 94 બોલમાં 122 રન બનાવી અણનમ રહ્યો હતો. જેમા તેણે 9 ચોકા અને ત્રણ છગ્ગા ફટકાર્યા હતા. 

કોહલી વનડે ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 13 હજાર રન પુરા કરનારો બેટ્સમેન

આ ઈનિંગ દરમ્યાન કોહલી વનડે ઈન્ટરનેશનલમાં સૌથી ઝડપી 13 હજાર રન પુરા કરનારા બેટ્સમેન બની ગયો છે. કોહલીએ આ બાબતે દેશના સચિન તેંડુલકરનો રેકોર્ડ તોડી નાખ્યો છે. આ પહેલા સચિન તેંડુલકરે 321 ઇનિંગ્સમાં 13 હજાર રન પૂરા કર્યા હતા. તો વિરાટે આ ઉપલબ્ધિ મેળવવા માટે માત્ર 267 ઇનિંગ્સ લીધી છે. 

સચિને પણ પાકિસ્તાન સામે જ પુરા કર્યા હતા 13 હજાર રન 

આમ જોઈએ તો આ વિશેષ સંયોગ જોવા મળ્યો છે કે ક્રિકેટના ભગવાન સચિન તેંડુલકરે પણ 13 હજાર રન પાકિસ્તાન સામે જ પુરા કર્યા હતા. તેમણે 16 માર્ચ 2004માં રાવલપીંડીમાં 330 મેચોની 321મી ઈનિંગ્સમાં આજ રીતે કર્યુ હતું. તે મેચમાં સચિને 141 રનોની શાનદાર ઈનિંગ રમી હતી. જેમાં ભારતે પાકિસ્તાનને 12 રનોથી હરાવ્યું હતું. 


વનડે ક્રિકેટમાં સૌથી ઝડપી 13 હજાર રન

વિરાટ કોહલી- 267 ઈનિંગ્સ, કોલંબો 2023

સચિન તેંડુલકર- 321 ઈનિંગ્સ, રાવલપિંડી 2004

રિકી પોન્ટિંગ-  341 ઈનિંગ્સ, ઓવલ 2010

કુમાર સંગાકારા- 363 ઈનિંગ્સ, હમ્બનટોટા 2014

સનથ જયસૂર્યા- 416 ઈનિંગ્સ, દાંબુલા 2009


Tags :