Get The App

એશિયા કપ ટી-૨૦માં હાર્દિકની વિજયી સિક્સર : ભારતનો પાકિસ્તાન સામે દિલધડક વિજય

- પ્લેયર ઓફ ધ મેચ હાર્દિક પંડયાની ત્રણ વિકેટ બાદ ૧૭ બોલમાં અણનમ ૩૩ રનની ઈનિંગ

- જાડેજા (૨૯ બોલમાં ૩૫) અને હાર્દિકે ૨૯ બોલમાં ૫૨ રનની ભાગીદારી કરતાં ભારતને જીતાડયું

Updated: Aug 28th, 2022

GS TEAM

Google News
Google News
એશિયા કપ ટી-૨૦માં હાર્દિકની વિજયી સિક્સર : ભારતનો પાકિસ્તાન સામે દિલધડક વિજય 1 - image

દુબઈ, તા.૨૯

હાર્દિક પંડયાએ આખરી ઓવરના તનાવ વચ્ચે વિજયી સિક્સર ફટકારતાં ભારતે પાકિસ્તાન સામે પાંચ વિકેટથી દિલધડક જીત હાંસલ કરતાં એશિયા કપ ટી-૨૦માં વિજયી શુભારંભ કર્યો હતો. પ્લેયર ઓફ ધ મેચ હાર્દિકે ત્રણ વિકેટ ઝડપ્યા બાદ ૧૭ બોલમાં ૪ ચોગ્ગા અને ૧ છગ્ગા સાથે અણનમ ૩૩ રન ફટકારતાં ભારતને જીતાડયું હતુ. ભારતે ૧૪૮ના ટાર્ગેટને ૧૯.૪ ઓવરમાં પાંચ વિકેટ ગુમાવીને પાર પાડયો હતો.

એક તબક્કે ૮૯ રનમાં ચાર વિકેટ ગુમાવનારા ભારતને ચોથા ક્રમે બેટિંગમાં ઉતરેલા જાડેજા અને હાર્દિક પંડયાએ ઉગાર્યું હતુ. બંને વચ્ચે ૨૯ બોલમાં ૫૨ રનની ભાગીદારી નોંધાઈ હતી. જાડેજાએ ૨૯ બોલમાં ૩૫ રન ફટકાર્યા હતા. જોકે તે આખરી ઓવરના પહેલા બોલે આઉટ થઈ ગયો હતો. આ પછી ક્રિઝ પર આવેલા દિનેશ કાર્તિકે એક રન લઈને હાર્દિકને સ્ટ્રાઈક આપી હતી અને ત્યાર બાદ હાર્દિકે એક ડોટ બોલ પછી ખુબ જ ઠંડા દિમાગ સાથે સિક્સર ફટકારીને ટીમને જીતાડી હતી.

એશિયા કપ ટી-૨૦માં હાર્દિકની વિજયી સિક્સર : ભારતનો પાકિસ્તાન સામે દિલધડક વિજય 2 - imageઅગાઉ ભુવનેશ્વર કુમારે ચાર અને હાર્દિકે ત્રણ વિકેટ ઝડપતાં પાકિસ્તાન ૧૯.૫ ઓવરમાં ૧૪૭ રનમાં ખખડી ગયું હતુ. ડીઆરએસમાં બે વાર બચી ગયેલા રિઝવાને સૌથી વધુ ૪૩ રન ફટકાર્યા હતા. ભારતના ફાસ્ટરોએ પહેલીવાર ટી-૨૦માં હરિફ ટીમની તમામ ૧૦ વિકેટ ઝડપી હતી.

Tags :