Get The App

ISSF વર્લ્ડ કપ 2019: અપૂર્વી ચંદેલાએ જીત્યો ગોલ્ડ મેડલ

Updated: Feb 23rd, 2019

GS TEAM

Google News
Google News
ISSF વર્લ્ડ કપ 2019: અપૂર્વી ચંદેલાએ જીત્યો ગોલ્ડ મેડલ 1 - image

નવી દિલ્હી, તા. 23 ફેબ્રુઆરી 2019, શનિવાર

ભારતની મહિલા નિશાનેબાઝ અપૂર્વી ચંદેલાએ નવી દિલ્હી શૂટિંગ વર્લ્ડ કપની ફાઇનલમાં 252.9ના વર્લ્ડ રેકોર્ડના સ્કોર સાથે મહિલાઓની 10 મીટર એર રાઇફલ્સ સ્પર્ધામાં ગોલ્ડ મેડલ જીત્યો. આ જીત સાથે અપૂર્વી ચંદેલા વર્લ્ડ કપમાં મહિલાઓની 10 મીટર એર રાઇફલ્સ સ્પર્ધામાં અંજલી ભાગવત બાદ માત્ર બીજી ભારતીય બની છે. વર્લ્ડ કપમાં અપૂર્વી ચંદેલાનો ત્રીજો વ્યક્તિગત મેડલ છે.

આ અગાઉ અપૂર્વીએ 2015માં ચાંગવોનમાં યોજાયેલા ISSF વર્લ્ડ કપમાં સિલ્વર મેડલ જિત્યો હતો. 2014માં ગ્લાસગો કોમન્વેલ્થ ગેમ્સમાં ગોલ્ડ અને 2018ના ગોલ્ડ કોસ્ટ કોમન્વેલ્થ ગેમ્સમાં બ્રોન્ઝ મેડલ જીત્યો હતો.