Get The App

ટીમ ઈન્ડિયાની જર્સી પર હવે જોવા મળશે 'એપોલો ટાયર્સ'નો લોગો, BCCI સાથે 2027 સુધીના કરાર

Updated: Sep 16th, 2025

GS TEAM

Google News
Google News
ટીમ ઈન્ડિયાની જર્સી પર હવે જોવા મળશે 'એપોલો ટાયર્સ'નો લોગો, BCCI સાથે 2027 સુધીના કરાર 1 - image


Team India New Jersey Sponsor: ભારતીય ક્રિકેટ ટીમની જર્સીના નવા સ્પોન્સર જાહેર થયા છે. એપોલો ટાયર્સ હવે સત્તાવાર ધોરણે ટીમ ઈન્ડિયાની નવી જર્સી સ્પોન્સર બની છે. બીસીસીઆઈએ ડ્રીમ11ની સ્પોન્સરશીપ રદ કર્યા બાદ તે નવા સ્પોન્સરની શોધમાં હતી. જે હવે પૂર્ણ થઈ છે. 

કેન્દ્ર સરકારે તમામ બેટિંગ એપ્સ પર પ્રતિબંધ લાદતાં બીસીસીઆઈએ ડ્રીમ11ની સ્પોન્સરશીપ ડીલ રદ કરી હતી. હાલમાં યોજાયેલી સ્પોન્સરશીપ ડીલની હરાજીમાં એપોલો ટાયર્સે બાજી મારી હતી. તેણે પ્રત્યેક મેચ માટે રૂ. 4.5 કરોડ આપવાની ઓફર મૂકી હતી. જે ડ્રીમ11 દ્વારા ફાળવવામાં આવતાં રૂ. 4 કરોડ કરતાં પણ વધુ છે. એપોલો ટાયર્સ 2027 સુધી જર્સી સ્પોન્સર તરીકે ભૂમિકા ભજવશે. આ નવી ડીલ બાદ ભારતીય ટીમની જર્સી પર  Apollo Tyresનો લોગો જોવા મળશે.

એશિયા કપમાં કોઈ સ્પોન્સર નહીં

એપોલો ટાયર્સની આ સ્પોન્સરશિપ ટીમ ઈન્ડિયાનું બ્રાન્ડિંગ કરશે, તેમજ પોતાની બ્રાન્ડ વેલ્યૂમાં પણ વધારો હાંસલ કરશે. હાલ ચાલી રહેલા એશિયા કપ 2025માં ટીમ ઈન્ડિયાની મેન્સ ટીમ સ્પોન્સર વિના રમી રહી છે. જ્યારે મહિલા ટીમ પણ ઓસ્ટ્રેલિયા વિરૂદ્ધ ત્રણ મેચની સીરિઝ સ્પોન્સર વિના રમી રહી છે. ડ્રીમ 11 પર પ્રતિબંધ મૂકાતા તેને સ્પોન્સર પદેથી દૂર કરવામાં આવી હતી. ત્યારબાદ બીસીસીઆઈ નવા સ્પોન્સરની શોધમાં હતું.



હરાજીમાં આ કંપનીઓને સામેલ કરાઈ ન હતી

બીસીસીઆઈએ 2 સપ્ટેમ્બરના રોજ જર્સી સ્પોન્સર માટે હરાજી લગાવવા એક્સપ્રેશન ઓફ ઈન્ટરેસ્ટ જાહેર કર્યા હતા. જેમાં ગેમિંગ, બેટિંગ, ક્રિપ્ટો, અને તમાકુ કંપનીઓને સામેલ કરાઈ ન હતી. તદુપરાંત સ્પોર્ટ્સ ઈક્વિપમેન્ટ, વસ્ત્રો બનાવતી કંપનીઓ, બેન્કિંગ, ફાઈનાન્સિયલ કંપની, કોલ્ડ ડ્રિંક, પંખા, મિક્સર-ગ્રાઈન્ડર, લોક્સ અને ઈન્સ્યોરન્સ કંપનીઓને પણ હરાજી પ્રક્રિયાથી દૂર રાખવામાં આવી હતી.  આ કંપનીઓને બાકાત રાખવા પાછળનું કારણ એ છે કે, આ તમામ પ્રોડક્ટ પહેલાંથી જ બીસીસીઆઈના બીજા સ્પોન્સર્સ તરીકે જોડાયેલા છે. 

Dream 11 એ કેટલામાં કરી હતી ડીલ?

ડ્રીમ11એ જુલાઈ, 2023માં બીસીસીઆઈ સાથે રૂ. 358 કરોડની મોટી ડીલ કરી હતી. જે હેઠળ ડ્રીમ11એ ભારતીય મહિલા ટીમ, ભારતીય મેન્સ ટીમ, ઈન્ડિયા અંડર 19 ટીમ અને ઈન્ડિયા-એ ટીમની કિટ માટે સ્પોન્સર રાઈટ્સ હાંસલ કર્યા હતાં. ત્યારે ડ્રીમ11એ બાયૂજને રિપ્લેસ કરી હતી. ડ્રીમ11એ આઈપીએલમાં પણ મોટું રોકાણ કર્યું હતું. જેમાં એમએસ ધોની, રોહિત શર્મા, હાર્દિક પંડ્યા, રિષભ પંત, જસપ્રીત બુમરાહ જેવા ખેલાડીઓને બ્રાન્ડ એમ્બેસેડર બનાવવામાં આવ્યા હતા. 2020માં ડ્રીમ11એ આઈપીએલ ટ્રોફી પણ સ્પોન્સર કરી હતી. ડ્રીમ11 કેરેબિયન પ્રીમિયર લીગની સત્તાવાર ફેન્ટસી પાર્ટનર છે. તે ન્યૂઝીલેન્ડમાં આયોજિત સુપર સ્મેશની ટાઈટલ સ્પોન્સર પણ છે. ઓસ્ટ્રેલિયાની બિગ બેશ લીગ (મેન્સ-વિમન્સ) પણ તેની સાથે જોડાયેલી છે. 2018માં આઈસીસી સાથે પાર્ટનરશીપ કરી હતી.

ટીમ ઈન્ડિયાની જર્સી પર હવે જોવા મળશે 'એપોલો ટાયર્સ'નો લોગો, BCCI સાથે 2027 સુધીના કરાર 2 - image

Tags :