Get The App

કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો

Updated: May 2nd, 2026

GS TEAM

Google News
Google News
કોહલીને આ કારણે પ્રેમ કરવા લાગી હતી અનુષ્કા, વર્ષોની ડેટિંગ બાદ કર્યા લગ્ન, જાતે કર્યો ખુલાસો 1 - image


Virat Kohli Anushka Sharma Love Story : બોલિવૂડ એક્ટ્રેસ અનુષ્કા શર્માએ હાલમાં જ પોતાનો 38મો જન્મદિવસ ઉજવ્યો છે. આ ખાસ પ્રસંગે ચાહકો ફરી એકવાર ઇન્ડસ્ટ્રીના સૌથી લોકપ્રિય કપલ વિરુષ્કાની લવ સ્ટોરીને કારણે ચર્ચામાં છે. વર્ષ 2017માં ઇટાલીના ટસ્કનીમાં લગ્ન કરનાર આ કપલ આજે બે બાળકો (વામિકા અને અકાય) ના માતા-પિતા છે, પરંતુ તેમની બોન્ડિંગ આજે પણ એટલું જ ફ્રેશ છે. લોકોમાં આજે પણ આ કપલની વચ્ચેના બોન્ડિંગની ચર્ચા થતી રહેતી હોય છે. 

વિરાટની આ ખાસિયત પર ફિદા થઈ હતી અનુષ્કા

એક જૂના ઇન્ટરવ્યુમાં અનુષ્કાએ ખુલાસો કર્યો હતો કે, ડેટિંગના દિવસોમાં વિરાટની એક ખાસ વાત તેને ખૂબ ગમી ગઈ હતી. અનુષ્કાના મતે, વિરાટની યાદશક્તિ ગજબની છે. અનુષ્કાએ હસતા હસતા કહ્યું હતું કે, "વિરાટની મેમરી બહુ સારી છે, જે મારા માટે ખૂબ મદદરૂપ સાબિત થાય છે." સામે પક્ષે વિરાટે પણ સ્વીકાર્યું હતું કે તે મહત્વની તારીખો અને પ્રસંગો યાદ રાખવામાં હવે વધુ પાવરધો થઈ ગયો છે, કારણ કે અનુષ્કા તેને અગાઉથી જ બધી વિગતો જણાવી દે છે.

આ પણ વાંચો: સરકારની ટીકા કરવી એ ગુનો નથી, લોકશાહીમાં મતભેદ અનિવાર્ય: રાહુલ ગાંધીને હાઈકોર્ટની મોટી રાહત

શા માટે સોશિયલ લાઈફથી દૂર રહે છે આ કપલ?

ગ્લેમર વર્લ્ડનો હિસ્સો હોવા છતાં, વિરાટ અને અનુષ્કા હાઈ-પ્રોફાઈલ પાર્ટીઓમાં ભાગ્યે જ જોવા મળે છે. તેનું કારણ જણાવતા અનુષ્કાએ કહ્યું હતું કે, "અમે બંને સ્વભાવે બહુ સોશિયલ નથી. અમને ઘરે સમય વિતાવવો અને સાદગીભર્યું જીવન જીવવું વધુ ગમે છે. હવે જ્યારે અમારી પાસે બાળકો છે, ત્યારે પરિવાર સાથેની આ પળો અમારા માટે સૌથી વધુ મહત્વની છે."

પ્રોફેશનલ લાઈફ અને પેરેન્ટિંગ

વિરાટ અને અનુષ્કાએ 2021માં પુત્રી વામિકા અને 2024માં પુત્ર અકાયનું સ્વાગત કર્યું હતું. હાલમાં આ કપલ લંડનમાં સ્થાયી થયું હોવાના અહેવાલો છે. જ્યાં તેઓ કેમેરાની નજરથી દૂર એક સામાન્ય પરિવારની જેમ જીવન જીવી રહ્યા છે. જ્યારે પણ કામ હોય ત્યારે જ તેઓ ભારત આવે છે અને પોતાની પ્રાઈવસીને લઈને હંમેશા સતર્ક રહે છે.