'મને લાગ્યું કે પપ્પા સપોર્ટ કરશે પણ...' જેન્ડર ચેન્જ કરી છોકરી બનેલા ક્રિકેટર અનાયા બાંગરનું દર્દ છલકાયું
Anaya Bangar about Father Sanjay Bangar: ભૂતપૂર્વ ભારતીય ક્રિકેટર સંજય બાંગરની પુત્રી અનાયા બાંગરના લિંગ પરિવર્તનની વાત બહાર આવ્યા બાદ, સોશિયલ મીડિયા પર ઘણી ચર્ચા થઈ રહી છે. અનાયાએ પોતાની ઓળખ વિશે સારું અનુભવવા માટે હોર્મોન રિપ્લેસમેન્ટ થેરાપી અને લિંગ પરિવર્તન સર્જરી કરાવી. જોકે, અનાયાને આ પરિવર્તનની ભારે કિંમત ચૂકવવી પડી જ્યારે તેના પોતાના પિતાએ તેને કહ્યું કે હવે ક્રિકેટમાં તેના માટે કોઈ સ્થાન નથી. અનાયા, જે પહેલાથી જ સમાજ સાથે સંઘર્ષ કરી રહી હતી, તેને ક્રિકેટ છોડવું પડ્યું, જે તેને ખૂબ જ પસંદ હતું.
હવે ક્રિકેટમાં મારૂ કોઈ ભવિષ્ય નથી: અનાયા બાંગર
તાજેતરના એક ઈન્ટરવ્યૂમાં, અનાયાએ ક્રિકેટ છોડવાના તેના નિર્ણય વિશે ખુલાસો કર્યો હતો. આ અંગે અનાયાએ કહ્યું કે, 'આ વિષય સ્વાભાવિક રીતે જ સંવેદનશીલ હતો, ખાસ કરીને જ્યારે તેના પિતાએ આવી સલાહ આપી હોય. ટ્રાન્સફોર્મેશન પછી હી ઇચ્છતી હતી કે મારા પિતા સંજય બાંગર મને સપોર્ટ કરે, પરંતુ તેમણે કહી દીધું કે કે હવે ક્રિકેટમાં મારૂ કોઈ ભવિષ્ય નથી. મને તેમનો આ જવાબ સાંભળીને થોડું આશ્ચર્ય થયું કારણ કે મને લાગતું હતું કે તે મને સપોર્ટ કરશે.'
આર્યનમાંથી બની અનાયા
ક્રિકેટર સંજય બાંગરના પુત્ર આર્યનએ થોડા સમય પહેલા જ લિંગ પરિવર્તન કરાવ્યુ છે. હવે આર્યન છોકરામાંથી છોકરી બની ગયો છે. તેણે દવા અને સર્જરી દ્વારા પોતાના શરીરને બદલી નાખ્યું છે. તેણે પોતે જ તેના ઈન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર આ માહિતી આપી હતી. જ્યાં તેણે પોતાનું નામ બદલીને અનાયા રાખ્યું હતું.
ક્રિકેટરની દુનિયા અસુરક્ષા અને ટોક્સિ મસ્ક્યુલિનિટીથી ભરેલી છે
આ પહેલા એક ઈન્ટરવ્યૂમાં અનાયાએ જણાવ્યું હતુ કે, 'ક્રિકેટરની દુનિયા અસુરક્ષા અને ટોક્સિ મસ્ક્યુલિનિટીથી ભરેલી છે. જયારે મે જેન્ડર બદલ્યું તેમાં મને કેટલાક લોકોનો સપોર્ટ મળ્યો જ્યારે કેટલીક સતામણીનો પણ સામનો કરવો પડ્યો છે. કેટલાક ક્રિકેટર્સ છે કે જેઓ મને નગ્ન તસ્વીરો પણ મોકલતા હતા. તેમજ શાબ્દિક સતામણીનો પણ ભોગ બનવું પડે છે. જેમાં જાહેરમાં લોકો ગાળો દેતા પણ વિચાર કરતા નથી.'