અંબાતી રાયડુને 2019 વર્લ્ડ કપમાં ન રમાડવા પાછળનું કારણ કોહલી હતો? સત્ય આવ્યું સામે
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Ambati Rayudu: ભારતના પૂર્વ બેટર અંબાતી રાયડુ ટીમ ઈન્ડિયા માટે નંબર-4ના સૌથી મોટા દાવેદારોમાંથી એક હતા, પણ અચાનક તેને વર્ષ 2019ના વર્લ્ડકપની ટીમમાંથી બહાર કરવામાં આવ્યો અને તેના સ્થાને વિજય શંકરને જગ્યા આપવામાં આવી હતી. તે સમયે લેવામાં આવેલો આ નિર્ણય બધા માટે આશ્ચર્યજનક હતો. હાલમાં જ ભારતના ભૂતપૂર્વ બેટર રોબિન ઉથપ્પાએ એક ઇન્ટરવ્યૂમાં તેનું કારણ જણાવ્યું હતું. જેના પર રાઇડુએ પ્રતિક્રિયા આપી અને તેને ડ્રોપ કરવા પાછળનું કારણ પણ સ્પષ્ટ કર્યું હતું.
શું કહ્યું હતું રોબિન ઉથપ્પાએ?
હાલમાં જ ભૂતપૂર્વ બેટર રોબિન ઉથપ્પાએ વિરાટ કોહલી પર પક્ષપાતનો આરોપ લગાવ્યો હતો. રોબિને કહ્યું કે, 'જો વિરાટ કોહલી કોઈને પસંદ નહોતા કરતા, અથવા તેને લાગતું હતું કે કોઈ ખેલાડી સારો નથી, તો તે તેને ટીમમાંથી બહાર કરી દેતો. રાયડૂ તેનું સૌથી મોટું ઉદાહરણ છે. તે વર્લ્ડકપ કિટ, કપડાં બધું ઘરે રાખીને બેઠો હતો અને તેને લાગતું હતું કે તે વર્લ્ડકપ 2019 રમશે. પરંતુ 2019ના વર્લ્ડકપ માટેની ભારતીય ટીમમાં તેને સ્થાન ન આપવામાં આવ્યું'.
રોબિનની વાત પર રાયડૂની સ્પષ્ટતા
રોબિને કરેલી આ વાત પર અંબાતી રાયડૂએ સ્પષ્ટ આપતા કહ્યું છે કે, 'તેઓ વિરાટ કોહલી પર કોઈપણ પ્રકારની આંગળી ચિંધવા માંગતા નથી. બીજીતરફ તેણે એમ પણ કહ્યું કે, રોબિને જે કહ્યું તે સાચી વાત છે, પરંતુ ક્યારેક થોડા સમય માટે આવું લાગતું હોય છે. મેં પહેલા પણ એક ઇન્ટરવ્યૂમાં કહ્યું છે કે વિરાટ જ તે ખેલાડી હતો જેણે મને સૌથી વધારે સપોર્ટ કર્યો છે. તે વખતે મને લાગ્યું હતું કે તે નિર્ણય માત્ર ક્રિકેટના કારણોથી નહોતા, આ મેનેજમેન્ટનો કોલ હતો. એમાં કોઈ એક કોચ, કેપ્ટન અથવા સિલેક્ટર્સને જવાબદાર ઠેરવવુ યોગ્ય નથી'.
ટીમ ઈન્ડિયાની જર્સી અને કિટ પણ મળી ગઈ હતી: રાયડૂ
રાયડૂએ એ પણ સ્પષ્ટ કર્યું કે તેણે 2019 વર્લ્ડ કપ માટે ટીમ ઈન્ડિયાની જર્સી અને કિટ પણ મળી હતી. તેણે કહ્યું, 'હા, તે સમયે મારી પાસે વર્લ્ડ કપની જર્સી અને કિટ હતી. કારણ કે 20-25 ખેલાડીઓના પાસપોર્ટ, વિઝા અને કિટ પહેલાથી જ તૈયાર કરી દેવામાં આવે છે. ત્યાર બાદ સિલેક્શન થાય છે. એવું નહોતું થયું કે મને ટીમમાં પસંદ કરવામાં આવ્યો પછી મને બહાર કરી દેવામાં આવ્યો. પણ એક વાતની નારાજગી એ હતી કે જો નંબર-4ના બેટ્સમેનને ન લેવાનો હોય તો ત્યાં ઓલરાઉન્ડરની શું જરૂર હતી? નંબર-4 પર એવા બેટ્સમેનની જરૂર હતી જે ટોપ ઓર્ડર અને લોઅર મિડલ ઓર્ડર વચ્ચે સેતુનું કામ કરી શકે, નહિ કે થ્રી-ડાયમેન્શનલ ખેલાડીની.








