Sports

'ઘાતક' ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ IPLમાંથી નિવૃત્ત, કોલકાતા નાઈટ રાઈડર્સમાં મોટી જવાબદારી મળી

By GS TEAM
30 Nov 20252 mins read
TukuTouch Logo
કેરેબિયન ઓલરાઉન્ડર અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સૌથી વિસ્ફોટક ખેલાડીઓમાંથી એક આન્દ્રે રસેલે રવિવારે IPLમાંથી ખેલાડી તરીકે નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા IPL 2026ની મિની-હરાજી પહેલાં તેમને રિલીઝ કરવામાં આવ્યા બાદ રસેલે આ મોટો નિર્ણય લીધો છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ KKR સાથે જ જોડાયેલા રહેશે અને હવે નવી ભૂમિકામાં જોવા મળશે.

Summarized by AI; it may make mistakes. Check important info

'ઘાતક' ઓલરાઉન્ડર આન્દ્રે રસેલ IPLમાંથી નિવૃત્ત, કોલકાતા નાઈટ રાઈડર્સમાં મોટી જવાબદારી મળી

Andre Russell IPL : કેરેબિયન ઓલરાઉન્ડર અને ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ના સૌથી વિસ્ફોટક ખેલાડીઓમાંથી એક આન્દ્રે રસેલે રવિવારે IPLમાંથી ખેલાડી તરીકે નિવૃત્તિ લેવાની જાહેરાત કરીને ક્રિકેટ જગતને ચોંકાવી દીધું છે. કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) દ્વારા IPL 2026ની મિની-હરાજી પહેલાં તેમને રિલીઝ કરવામાં આવ્યા બાદ રસેલે આ મોટો નિર્ણય લીધો છે. જોકે, તેમણે સ્પષ્ટ કર્યું છે કે તેઓ KKR સાથે જ જોડાયેલા રહેશે અને હવે નવી ભૂમિકામાં જોવા મળશે.

ચાહકો માટે ભાવુક સંદેશ

રસેલે KKRના ચાહકો માટે એક ભાવુક સંદેશમાં કહ્યું, "KKR ફેન્સ, હું આજે તમને જણાવવા આવ્યો છું કે મેં IPLમાંથી નિવૃત્તિ લેવાનો નિર્ણય કર્યો છે. મેં અહીં શાનદાર સમય વિતાવ્યો, છગ્ગા ફટકાર્યા, મેચો જીતાડી અને MVP એવોર્ડ જીત્યા. આ બધી યાદગાર ક્ષણો રહી છે."

નિર્ણય પાછળનું કારણ જણાવ્યું 

તેમણે પોતાના નિર્ણય પાછળનું કારણ જણાવતા કહ્યું, "હું યોગ્ય સમયે નિવૃત્તિ લેવા માંગતો હતો. હું એવા સમયે વિદાય લેવા માંગુ છું જ્યારે ચાહકો પૂછે કે 'તમારામાં હજુ ક્રિકેટ બાકી છે અને તમે રમી શકતા હતા', નહીં કે એવા સમયે જ્યારે લોકો કહે કે 'તમારે વર્ષો પહેલા જ નિવૃત્તિ લઈ લેવી જોઈતી હતી'." રસેલે એ પણ ખુલાસો કર્યો કે સોશિયલ મીડિયા પર અન્ય ટીમોની જર્સીમાં તેમની ફોટોશોપ કરેલી તસવીરો જોઈને તેઓ પરેશાન હતા, કારણ કે તેઓ પર્પલ અને ગોલ્ડ સિવાય અન્ય કોઈ રંગમાં પોતાની કલ્પના કરી શકતા ન હતા.

KKRના 'પાવર કોચ' તરીકે નવી ઇનિંગ્સ

આન્દ્રે રસેલે ખુલાસો કર્યો કે તેઓ આગામી IPL સિઝનથી KKRના સપોર્ટ સ્ટાફમાં જોડાશે અને તેમની ભૂમિકા પાવર કોચની રહેશે. તેમણે કહ્યું, "જ્યારે મેં 'પાવર કોચ' નામ સાંભળ્યું, ત્યારે મને લાગ્યું કે આ મારા માટે જ બન્યું છે. બેટિંગમાં મારી પાવર, બોલિંગ અને ફિલ્ડિંગમાં મારી એનર્જી, હું દરેક વિભાગમાં ખેલાડીઓની મદદ કરી શકીશ. કોલકાતા, હું પાછો આવી રહ્યો છું." રસેલે જણાવ્યું કે આ નિર્ણય પહેલાં તેમણે KKRના CEO વેંકી મૈસૂર અને સહ-માલિક શાહરૂખ ખાન સાથે લાંબી વાતચીત કરી હતી. 37 વર્ષીય આન્દ્રે રસેલે પોતાની IPL કારકિર્દીમાં 140 મેચોમાં 28.20ની એવરેજથી 2651 રન બનાવ્યા, જેમાં 12 અડધી સદી સામેલ છે. આ સાથે જ તેમણે 23.27ની એવરેજથી 123 વિકેટ પણ ઝડપી હતી.