Sports

એશિયન ગેમ્સ: ભારતની મેડલ સંખ્યા ઘટી! અગાઉની સરખામણીએ ત્રણેય કેટેગરીમાં મેડલ ઘટ્યા, જુઓ આંકડો

By GS Team
4 Oct 20262 mins read
TukuTouch Logo
જાપાનના આઈચી નગોયામાં યોજાયેલી 20મી એશિયન ગેમ્સમાં ભારતના મેડલમાં ઘટાડો નોંધાયો છે. ભારતે કુલ 85 મેડલ મેળવ્યા, જેમાં 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝનો સમાવેશ થાય છે. 2023માં ચીનમાં યોજાયેલી 19મી ગેમ્સમાં 107 મેડલની સરખામણીએ આ વખતે 22 મેડલ ઓછા મળ્યા. જોકે, ભારતે મેડલ ટેલીમાં ચોથું સ્થાન જાળવી રાખ્યું.

Summarized by AI; it may make mistakes. Check important info

એશિયન ગેમ્સ: ભારતની મેડલ સંખ્યા ઘટી! અગાઉની સરખામણીએ ત્રણેય કેટેગરીમાં મેડલ ઘટ્યા, જુઓ આંકડો

Aichi Nagoya Asian Games 2026 India Medal Tally: જાપાનના આઈચી નગોયામાં 20મી એશિયન ગેમ્સનું આયોજન થયું હતું. 2023માં થયેલા પૂર્વ એશિયન ગેમ્સની સરખામણીમાં ત્રણેય કેટેગરીમાં ભારતના મેડલની સંખ્યામાં ભારે ઘટાડો જોવા મળ્યો છે. આમ, ભારતે જાપાનના આઈચી નગોયામાં થયેલા એશિયન ગેમ્સમાં કુલ 85 મેડલ પોતાના નામે કર્યા છે.

20260926144F.jpg

એશિયન ગેમ્સ: ભારતની મેડલ સંખ્યા ઘટી!

વર્ષ 2023માં ચીનના હાંગઝોઉમાં થયેલી એશિયન ગેમ્સની તુલનામાં આ વર્ષે જાપાનના આઈચી નગોયામાં ભારતની મેડલ સંખ્યા ઘટી છે. ભારતે ગત એટલે કે 19મી એશિયન ગેમ્સમાં કુલ 107 મેડલ જીત્યા હતા, જેમાં 28 ગોલ્ડ, 38 સિલ્વર અને 41 બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. તો બીજી તરફ જાપાનના આઈચી નગોયામાં આયોજિત 20મી એશિયન ગેમ્સમાં ભારતે 21 ગોલ્ડ, 27 સિલ્વર અને 37 બ્રોન્ઝ સહિત કુલ 85 મેડલ જીત્યા છે. આમ, ભારતને આ વખતે પૂર્વ એશિયન ગેમ્સની સરખામણીમાં 22 મેડલનું નુકસાન થયું છે.

20260929510f.jpg

અગાઉની સરખામણીએ ત્રણેય કેટેગરીમાં 22 મેડલ ઘટ્યા

ભારતે પૂર્વ એશિયન ગેમ્સની સરખામણીમાં આઈચી નાગોયામાં 7 ગોલ્ડ, 11 સિલ્વર અને 4 બ્રોન્ઝ ઓછા જીત્યા છે. જો કે, ભારતને થયેલા આ મેડલના નુકસાનની મેડલ ટેલીમાં તેની પોઝિશન પર અસર પડી નથી.

ગત એશિયન ગેમ્સની જેમ ભારતે આ વખતે પણ મેડલ ટેલીમાં ચોથા નંબરે રહીને ફિનિશ કર્યું છે. એશિયન ગેમ્સની પૂર્વ 5 એડિશનની વાત કરીએ તો જાપાનના આઈચી નગોયામાં ભારતે પોતાનું બીજું શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે.

20260926399f.jpg
20260926141F.jpg
20261003413F.jpg
20260927506f.jpg
20260929099f.jpg
20260929188f.jpg
20260929550F.jpg
20261003052.JPG
20260929521ff.jpg
20260925656F_s4UKktA.jpg