Get The App

વિરાટ કોહલીની નિવૃત્તિના કારણે 18 મહિને આ ખેલાડીની ટીમ ઈન્ડિયામાં થશે એન્ટ્રી, રણજીમાં લીધી હતી 35 વિકેટ

Updated: May 13th, 2025

GS TEAM


Google News
Google News
વિરાટ કોહલીની નિવૃત્તિના કારણે 18 મહિને આ ખેલાડીની ટીમ ઈન્ડિયામાં થશે એન્ટ્રી, રણજીમાં લીધી હતી 35 વિકેટ 1 - image


Image Source: Twitter

England Tour: ટીમ ઈન્ડિયા આવતા મહિને ઈંગ્લેન્ડના પ્રવાસ પર જશે, જ્યાં 20 જૂનથી 5 મેચની ટેસ્ટ સીરિઝ રમવાની છે. આ સીરિઝ પહેલા રોહિત શર્મા અને વિરાટ કોહલી જેવા બે દિગ્ગજ ખેલાડીઓએ સંન્યાસની જાહેરાત કરી દીધી છે. બીજી તરફ થોડા સમય પહેલા અશ્વિને પણ ટેસ્ટને અલવિદા કહી દીધું હતું. આ વચ્ચે સમાચાર આવ્યા છે કે ઓલરાઉન્ડર શાર્દુલ ઠાકુર જે છેલ્લા કેટલાક સમયથી ભારતીય ટેસ્ટ ટીમની બહાર હતો. હવે તેને ઈંગ્લેન્ડ પ્રવાસ પર ટીમમાં સામેલ કરી શકાય છે. ઠાકુરે ઘરેલુ ક્રિકેટ અને આ સિઝનની IPLમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. તમને જણાવી દઈએ કે, ઠાકુરે છેલ્લે 2023માં દક્ષિણ આફ્રિકા સામે સેન્ચુરિયન ટેસ્ટ રમી હતી.

ઘરેલુ ક્રિકેટમાં રહ્યું છે શાનદાર પ્રદર્શન

રણજી ટ્રોફીમાં શાર્દુલ ઠાકુર મુંબઈ માટે શાનદાર પ્રદર્શન કરનારા ખેલાડીઓમાંથી એક છે. તેણે મુંબઈ માટે રેડ-બોલ ટૂર્નામેન્ટમાં 35 વિકેટ લીધી અને 505 રન પણ બનાવ્યા. આ સાથે જ IPLમાં LSG માટે 9 મેચમાંથી 12 વિકેટ ઝડપી, જેના કારણે તે ટીમના પ્રમુખ વિકેટ-ટેકર બનીને ઉભરી આવ્યો. 

આ પણ વાંચો: કોહલીએ ટેસ્ટ ક્રિકેટમાંથી જાહેર કરી નિવૃત્તિ, ઇન્સ્ટાગ્રામ પર ભાવુક પોસ્ટ કરી આપી માહિતી

18 મહિના બાદ ટેસ્ટમાં વાપસીની તક

એક અહેવાલ પ્રમાણે આ શાનદાર પ્રદર્શનના કારણે 33 વર્ષીય ઠાકુરને લગભગ 18 મહિના બાદ ટેસ્ટમાં વાપસીની તક મળી શકે છે. ઈંગ્લેન્ડની પિચો સામાન્ય રીતે સીમર્સને મદદ કરે છે, તેથી ઠાકુર પાસે ફરીથી પોતાને સાબિત કરવાની સુવર્ણ તક છે.

ઠાકુરે છેલ્લી વખત 2021માં ઈંગ્લેન્ડમાં ટેસ્ટ મેચ રમી હતી. તેણે ત્રણ ટેસ્ટમાં આઠ વિકેટ લીધી હતી અને 122 રન બનાવ્યા હતા, જેમાં બે અડધી સદી સામેલ હતી.

શ્રેયસ અય્યરની વાપસી મુશ્કેલ

બીજી તરફ શાર્દુલ ઠાકુરના મુંબઈ ટીમના સાથી શ્રેયસ અય્યરના ટેસ્ટ ટીમમાં વાપસીની શક્યતા હજુ પણ ઘણી ઓછી દેખાઈ રહી છે. તેણે ઘરેલુ ક્રિકેટમાં સારું પ્રદર્શન કર્યું છે અને આ સિઝનમાં પંજાબ કિંગ્સ (PBKS) માટે IPLમાં પણ પ્રશંસનીય પ્રદર્શન કર્યું છે. તેમ છતાં ટીમમાં પહેલેથી જ ઘણી પ્રતિભાઓ હાજર હોવાથી તેના માટે વાપસી કરવી મુશ્કેલ બની શકે છે.

Tags :