Get The App

ભારતીય પુરુષ ટીમ બાદ મહિલા ક્રિકેટ ટીમે પણ ન્યુઝીલેન્ડ સામે વન ડે સીરીઝ જીતી

Updated: Jan 29th, 2019

GS TEAM

Google News
Google News
ભારતીય પુરુષ ટીમ બાદ મહિલા ક્રિકેટ ટીમે પણ ન્યુઝીલેન્ડ સામે વન ડે સીરીઝ જીતી 1 - image

માઉંટ માઉંગાનુઈ,તા.29.જાન્યુઆરી 2019, મંગળવાર

ભારતીય પુરુષ ટીમની જેમ મહિલા ટીમે પણ ન્યુઝીલેન્ડ સામેની સિરિઝ પર કબ્જો કર્યો છે.

માઉંટ માઉંગાનુઈમાં રમાયેલી બીજી વન ડેમાં ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડની મહિલા ક્રિકેટ ટીમને આઠ વિકેટે હાર આપી હતી.આ જ મેદાન પર ગઈકાલે ભારતની મેન્સ ક્રિકેટ ટીમે ન્યુઝીલેન્ડને હરાવ્યુ હતુ.પાંચ મેચની સીરીઝમાં હવે ભારતની મેન્સ ટીમે 3-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે.

ત્રણ મેચની સિરિઝમાં સતત બીજી મેચ જીતીને ભારતે સીરીઝ પોતાન નામે કરી છે.હવે આખરી વન ડે 1 ફેબ્રુઆરીએ રમાશે.પહેલી વન ડે વુમન ટીમ  ઈન્ડિયાએ 9 વિકેટે જીતી હતી.

ન્યુઝીલેન્ડની ટીમને 44.2 ઓવરમાં 161 રન પર ઓલઆઉટ કરી દીધા બાદ ભારતની ટીમે સ્મૃતિ મંધાનાના 90 અને મિતાલી રાજના 63 રનની મદદથી બે વિકેટમાં જ ટાર્ગેટ હાંસલ કરી લીધુ હતુ.

ભારતીય ટીમ તરફથી બોલિંગમાં ઝૂલન ગોસ્વામીએ સૌથી વધુ ત્રણ વિકેટ ઝડપી હતી.ન્યૂઝીલેન્ડ તરફથી કેપ્ટન એમી સ્ટર્થવેટે 71 રનની ઈનિંગ રમી હતી.

Tags :