Get The App

શરમજનક પરાજય બાદ હવે ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ શકે છે આ ખેલાડી! જાણો કોની થશે એન્ટ્રી

Updated: Oct 20th, 2024

GS TEAM


Google News
Google News
શરમજનક પરાજય બાદ હવે ટીમ ઈન્ડિયામાંથી બહાર થઈ શકે છે આ ખેલાડી! જાણો કોની થશે એન્ટ્રી 1 - image


Team India : ભારતીય ક્રિકેટ ટીમને બેંગલુરુ ટેસ્ટમાં ન્યૂઝીલેન્ડ સામે 8 વિકેટે શરમજનક પરાજયનો સામનો કરવો પડ્યો હતો. પહેલા દાવમાં માત્ર 46 રનમાં આઉટ થયા બાદ ભારતે બીજી ઇનિંગમાં 462 રન બનાવીને ન્યૂઝીલેન્ડને 107 રનનો ટારગેટ આપ્યો હતો. ન્યૂઝીલેન્ડની ટીમે પ્રથમ દાવમાં 402 રન બનાવીને 356 રનની લીડ મેળવી હતી. અનફિટ હોવાને કારણે શુભમન ગિલ પહેલી મેચમાં રમ્યો નહોતો. બીજી ટેસ્ટમાં તેની વાપસી સાથે પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર થવાનું નક્કી છે.

ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે ICC ટેસ્ટ ચેમ્પિયનશિપ અંતર્ગત ત્રણ મેચની ટેસ્ટ સીરિઝ રમાઈ રહી છે. પહેલી મેચ બેંગલુરુમાં રમાઈ હતી, જેમાં ટીમ ઈન્ડિયાને 8 વિકેટે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.

પહેલા દાવમાં ભારતીય ટીમ માત્ર 46 રનમાં સમેટાઈ ગઈ હતી. માત્ર 2 બેટ્સમેન જ બે અંક સુધી પહોંચી શક્યા હતા. ઓપનર યશસ્વી જયસ્વાલે 13 જ્યારે રિષભ પંતે 20 રન બનાવ્યા હતા.

ભારતીય ટીમ ન્યુઝીલેન્ડ સામેની બીજી ટેસ્ટ મેચમાં પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કરશે એવું નક્કી છે. બેંગલુરુ ટેસ્ટમાં નિયમિત નંબર ત્રણ બેટ્સમેન શુભમન ગિલને સ્થાન આપવામાં આવ્યું નહોતું. કારણ કે, તે મેચ રમવા માટે ફિટ નહોતો.

પહેલી ટેસ્ટ મેચનું પરિણામ જે પણ આવે ન્યુઝીલેન્ડ સામેની બીજી મેચમાં શુભમન ગિલની વાપસી પાક્કુ જ હતું. બેંગલુરુ ટેસ્ટ મેચ પૂરી થયા બાદ તે નેટ્સમાં બેટિંગની પ્રેક્ટિસ કરતો જોવા મળ્યો હતો. એટલે તેનો મતલબ એવો થયો કે, ગિલ આગામી મેચ રમવા માટે ફિટ છે.

ભારતે ન્યુઝીલેન્ડ સાથે બીજી ટેસ્ટ મેચ 24 ઓક્ટોબરથી પુણેમાં રમવાની છે. શુભમન ગિલનું પ્લેઈંગ ઈલેવનમાં વાપસી નક્કી છે. મેચ બાદ કોમેન્ટ્રી પેનલમાં સામેલ પૂર્વ કેપ્ટન અનિલ કુંબલે અને પૂર્વ વિકેટકીપર સબા કરીમે પણ શુભમન ગિલની વાપસી અંગે વાત કરી છે. તેના આગમન બાદ કોને પડતો મૂકવો જોઈએ, તે કેપ્ટન રોહિત શર્મા અને કોચ ગૌતમ ગંભીર માટે માથાનો દુખાવો બની રહેશે.

શુભમન ગિલ પુણેમાં ન્યુઝીલેન્ડ સામે પ્લેઈંગ ઈલેવનમાં વાપસી કરશે તે નક્કી જ છે. એવુ પણ શક્ય છે કે કેપ્ટન અને કોચ કેએલ રાહુલને બહાર રાખીને ગિલને ફિટ કરશે. બંનેના પ્રદર્શન પર નજર કરીએ તો હાલમાં શુભમનનું ફોર્મ કેએલ કરતા સારું છે.

Tags :