Get The App

IND vs ENG: ટીમ ઈન્ડિયા સામે પરાજય બાદ ઈંગ્લેન્ડે પિચનું બહાનું કાઢ્યું, ત્રીજી ટેસ્ટ મેચ માટે કરી આ ડિમાન્ડ

Updated: Jul 8th, 2025

GS TEAM

Google News
Google News
IND vs ENG: ટીમ ઈન્ડિયા સામે પરાજય બાદ ઈંગ્લેન્ડે પિચનું બહાનું કાઢ્યું, ત્રીજી ટેસ્ટ મેચ માટે કરી આ ડિમાન્ડ 1 - image


IND vs ENG: ભારત સામે પાંચ મેચોની ટેસ્ટ સીરિઝની બીજી મેચમાં યજમાન ઈંગ્લેન્ડની ટીમે કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. ભારતે બીજી ટેસ્ટ મેચ 336 રનથી જીતી અને સીરિઝમાં 1-1ની બરાબરી કરી લીધી. બર્મિંઘમમાં મળેલી આ હારથી દુ:ખી ઈંગ્લેન્ડે 10 જુલાઈથી લંડનના લોડ્સમાં શરૂ થનારી ત્રીજી ટેસ્ટ મેચ માટે ફાસ્ટ બોલરોની મદદરૂપ પિચની ડિમાન્ડ કરી છે.

ત્રીજી ટેસ્ટ મેચ માટે કરી આ ડિમાન્ડ

ઈંગ્લેન્ડની પ્લેઈંગ ઈલેવનમાં ફાસ્ટ બોલર જોફ્રા આર્ચરની વાપસી લગભગ નિશ્ચિત છે, જ્યારે ગુસ એટકિન્સન પણ ટીમમાં વાપસી થઈ ચૂકી છે. આર્ચર લાંબા સમય સુધી કોણી અને પીઠની ઈજામાંથી સ્વસ્થ થયા બાદ ટેસ્ટમાં વાપસી કરવા માટે તૈયાર છે. તેણે પોતાની છેલ્લી ટેસ્ટ ફેબ્રુઆરી 2021માં રમી હતી. એટકિન્સન હેમસ્ટ્રિંગ (સ્નાયુઓમાં ખેંચાણ)ની સમસ્યાને કારણે બીજી ટેસ્ટ ચૂકી ગયો હતો. તેની વાપસીથી ટીમના ફાસ્ટ બોલિંગ આક્રમણના મજબૂત થવાની અપેક્ષા છે.

આ પણ વાંચો: IND vs ENG: ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ-11માં આ ખેલાડીને નહીં મળે જગ્યા! ગિલના જવાબથી મળ્યા સંકેત

ઈંગ્લેન્ડના કોચ બ્રેન્ડન મેકુલમે કહ્યું કે, 'અમે MCCના ચીફ ગ્રાઉન્ડ્સમેન કાર્લ મેકડર્મોટ પાસેથી થોડી વધુ ગતિ, બાઉન્સ અને સ્વિંગ વાળી પિચ ઈચ્છીએ છીએ.' તેમણે ગત મહિનાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ ફાઈનલનો હવાલો આપ્યો, જ્યાં પેટ કમિન્સ અને કાગીસો રબાડા બોલને સ્વિંગ કરવામાં સફળ રહ્યા હતા. મેકુલમે કહ્યું કે, 'તે કોઈ પણ રીતે બ્લોકબસ્ટર હશે. મને લાગે છે કે જો પિચ ઝડપી બોલરોને મદદ કરશે, તો તે એક શાનદાર મેચ હશે.'

બીજી ટેસ્ટમાં ભારત સામે ઈંગ્લેન્ડની કારમી હાર

ઈંગ્લેન્ડે અગાઉ પોતાની આક્રમક રમત શૈલીને અનુરૂપ સપાટ પિચોને પ્રાથમિકતા આપી હતી. ટીમને લીડ્સમાં વધુ ઉછાળ વાળી પિચ પર પ્રથમ ટેસ્ટ પાંચ વિકેટથી જીતી મળી હતી, જ્યારે એજબેસ્ટનની 'ઉપખંડીય પરિસ્થિતિઓ'માં તેને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો. બીજી ટેસ્ટ પહેલા આર્ચરે ઈંગ્લેન્ડ સાથે પ્રેક્ટિસ કરી હતી. મેક્કુલમે કહ્યું કે, 'તે ચોક્કસપણે પસંદગી માટે ઉપલબ્ધ રહેશે. અમારા ફાસ્ટ બોલરોએ બે ટેસ્ટ મેચમાં સારું પ્રદર્શન કર્યું છે. એટકિન્સનને પણ લોર્ડ્સ માટે ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. અમારે એટકિન્સનના ઈજામાંથી સ્વસ્થ થવા પર નજર રાખવાની જરૂર છે.'

Tags :