અર્જુન કપૂર સાથે બ્રેકઅપ બાદ પૂર્વ ક્રિકેટર સાથે દેખાઈ મલાઇકા, લોકોએ ડેટિંગની ચર્ચા શરૂ કરી દીધી
Image: Facebook
IPL 2025: મલાઈકા અરોરા, અર્જુન કપૂરથી બ્રેકઅપ બાદ મૂવ ઓન કરી રહી છે. તેને શો, ઈવેન્ટ્સ અને અન્ય એક્ટિવિટીઝમાં ભાગ લેતાં જોઈ શકાય છે. તે અત્યારે 'હિપ હોપ ઈન્ડિયા 2' માં રેમો ડિસોઝા સાથે જજ તરીકે કામ કરી રહી છે. આ દરમિયાન તે રવિવારે રમાયેલી આઈપીએલ 2025ની ચેન્નઈ સુપરકિંગ્સ અને રાજસ્થાન રોયલ્સની મેચને જોવા પહોંચી. તે આ મેચને એન્જોય કરી રહી હતી પરંતુ તે એકલી આ મેચને એન્જોય કરી રહી નહોતી. તેની સાથે શ્રીલંકાનો પૂર્વ ક્રિકેટર અને રાજસ્થાન રોયલ્સનો પૂર્વ કોચ કુમાર સંગકારા પણ જોવા મળ્યો.
મલાઈકા અરોરાએ આ દરમિયાન રાજસ્થાન રોયલ્સની ટી-શર્ટ પણ પહેરેલી હતી. તે કુમાર સંગકારા સાથે રાજસ્થાનને સપોર્ટ કરી રહી હતી. ટીવી સ્ક્રીન પર જ્યારે લોકોએ તેને કુમાર સાથે જોઈ તો આશ્ચર્ય વ્યક્ત કર્યું. બંનેની ડેટિંગની વાતો થવા લાગી. મલાઈકા અને કુમારની તસવીરો અને વીડિયો સોશિયલ મીડિયા પર શેર થવા લાગ્યા. તસવીરો અને વીડિયો પર કમેન્ટ કરતાં લોકો જાત-ભાતની અટકળો લગાવી રહ્યાં છે.
રાજસ્થાન રોયલ્સ અને ચેન્નઈ સુપરકિંગ્સની વચ્ચે આ મેચ ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં થઈ હતી, જેમાં મલાઈકા અરોરા-કુમાર સંગકારા સાથે રાજસ્થાન રોયલ્સના ડગ આઉટમાં જોવા મળી. એક યુઝરે બંનેની સાથેની તસવીર શેર કરતાં લખ્યું, 'શું મલાઈકા અરોરા સંગકારાને ડેટ કરી રહી છે.?'
આ પણ વાંચો: ધોનીના ઘૂંટણમાં ઈજા, 10 ઓવર બેટિંગ ના કરી શકે: CSKના કોચનો ચોંકાવનારો ખુલાસો
મલાઈકા અરોરા-કુમાર સંગકારાની રિલેશનશિપની અફવાઓ
એક યુઝરે લખ્યું, 'મલાઈકા અરોરા સંગકારાને ડેટ કરી રહી છે? હવે આ એક મોટું પગલું છે- માઈક્રોએગ્રેશન.' એક અન્ય યુઝરે લખ્યું, 'મલાઈકા અરોરા RRના ડગઆઉટમાં બેસી છે, શું તે તેમની ફેશન કોચ છે?'
રાજસ્થાન રોયલ્સના ક્રિકેટ ડાયરેક્ટર છે કુમાર સંગકારા
કુમાર સંગકારાએ ઘણી સીઝન સુધી રાજસ્થાન રોયલ્સના હેડ કોચ તરીકે કામ કર્યું. તે હવે ક્રિકેટ ડાયરેક્ટર પદ પર છે. IPL 2025થી પહેલા રાહુલ દ્રવિડે ટીમના નવા હેડ કોચ તરીકે પદભાર સંભાળ્યો. એક ખેલાડી તરીકે કુમાર સંગકારાએ પંજાબ કિંગ્સ (પૂર્વમાં કિંગ્સ XI પંજાબ), ડેક્કન ચાર્જર્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદને લીડ કરી.